કાયદો અને ન્યાય મંત્રાલય

ન્યાયતંત્ર માટેની સવલતોના માળખાને વેગ મળ્યો

ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવા માટેની કેન્દ્રીય પ્રાયોજિત યોજનાઓ ચાલુ રાખવા માટે કેબિનેટની મંજૂરી

Posted On: 16 NOV 2017 3:53PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દેશનાં ન્યાયતંત્ર માટે સવલતોના માળખાના વિકાસ માટે કેન્દ્રીય પ્રાયોજિત યોજના (સીએસએસ)ને 12મી પંચવર્ષીય યોજનાઓ બાદ પણ ચાલુ રાખવા માટે મંજૂરી આપી હતી એટલે કે આ યોજના 1-4-2017થી 31-3-2020 સુધી ચાલુ રહેશે. જેનો ન્યાયિક કાર્યવાહી અને કાનૂની સુધારણા માટેના રાષ્ટ્રીય પંચ મારફતે મિશન મોડમાં અમલ થશે અને તેમાં અંદાજે રૂપિયા 3,320 કરોડનો ખર્ચ થશે.

આ ઉપરાંત કેબિનેટે ન્યાય તંત્ર વિભાગ દ્વારા જીઓ-ટેગિંગ ધરાવતી એક ઓન લાઇન મોનિટરિંગ સિસ્ટમ રચવાની પણ મંજૂરી આપી હતી જે પ્રગતિનાં વિવિધ આંકડા એકત્રિત કરશે, કોર્ટના હોલ અને હાલમાં બંધાઈ રહેલા રહેણાંક એકમોની કામગીરીનો અહેવાલ આપશે. જેમાં દેશના ભવિષ્યની યોજનાઓ હેઠળ અમલ થનારા કોર્ટ હોલ અને બાંધકામ હેઠળના રહેણાંક એકમોના ધારા ધોરણો ઘડવા અને મિલકત આકારણી બહેતર બનાવવા માટેના ભવિષ્યની યોજનાઓનો પણ સમાવેશ થાય છે.

યોજનાથી થનારા લાભો

 આ યોજનાથી સમગ્ર દેશમાં જિલ્લા, પેટા જિલ્લા, તાલુકા, ગ્રામ પંચાયત અને ગ્રામ્ય સ્તરે કોર્ટ હોલ અને જજ તથા ન્યાય તંત્ર સાથે સંકળાયેલા અધિકારીઓ માટે કોર્ટ હોલ અને આવાસોની પર્યાપ્ત સંખ્યાની ઉપલબ્ધતામાં વધારો થશે. તેનાથી સમગ્ર દેશમાં ન્યાય વ્યવસ્થા તમામ નાગરિકો સુધી પહોંચી શકે તે માટેની યોગ્ય કામગીરી અને પ્રદર્શનમાં સુધારો થશે.

 નાણાકીય સહાય

 રાજ્ય સરકારો/કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટીતંત્રોને કેન્દ્ર દ્વારા પ્રાયોજિત યોજના (સીએસએસ) હેઠળ ન્યાયતંત્ર, માળખાકીય વિકાસ માટે કોર્ટના હોલ અને ન્યાયિક અધિકારી/ જિલ્લા અદાલતો તથા નીચલી અદાલતોના ન્યાયાધિશો માટે રહેણાંક એકમો બાંધવા  કેન્દ્રીય સહાય પૂરી પાડવામાં આવે છે. ઉત્તર પૂર્વ અને હિમાલયનાં રાજ્યો સિવાયના રાજ્યો માટે ભંડોળની વહેંચણીની પદ્ધતિનું પ્રમાણ 60:40નું છે. જ્યારે ઉત્તર પૂર્વ અને હિમાલયનાં રાજ્યો માટે આ પ્રમાણ 90:10નું છે અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં તે 100 ટકા છે. તેને પગલે 3,000 કોર્ટ હોલ અને જિલ્લા તથા નીચલી અદાલતોના ન્યાયિક અધિકારીઓ માટેના 1,800 મકાનો બનાવવાની વર્તમાન યોજના પૂર્ણ કરવામાં મદદ મળશે.

યોજનાનું મોનિટરિંગ

ન્યાયિક વિભાગ દ્વારા આંકડા એકત્રિત કરવા માટેની પ્રક્રિયા, કોર્ટ હોલ અને બાંધકામ હેઠળના રહેણાંક એકમોની પ્રગતિના અહેવાલ અને બહેતર આકારણી મેનેજમેન્ટ માટે એક ઓન લાઇન મોનિટરિંગ સિસ્ટમ રચવામાં આવશે.

ઝડપી અને ઉમદા બાંધકામ માટે રાજ્યના ચીફ સેક્રેટરી અને પીડબ્લ્યુડીના અધિકારીઓ સાથે વિવિધ રાજ્યોમાં મોનિટરિંગ સમિતિની નિયમિત બેઠકો હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા પીડબલ્યુડીને કોઈ વિલંબ વિના કેન્દ્ર દ્વારા ફાળવવામાં આવેલું ફંડ આપવામાં આવે છે કે નહીં તે અંગે પણ મોનિટરિંગ થશે.

પૂર્વભૂમિકા

 કેન્દ્ર સરકારે આ મામલે રાજ્યોના સંસાધનો વધારવા ન્યાય તંત્ર માટેની માળખાકીય સવલતોના વિકાસ માટે કેન્દ્રીય પ્રાયોજિત યોજના (સીએસએસ) ઘડી હતી જે 1993-94થી અમલમાં છે. વહીવટીતંત્રના અધિકારીઓ તથા જિલ્લા અને નીચલી કોર્ટના જજો માટે કોર્ટ હોલ અને રહેણાંક એકમોના બાંધકામની યોજના માટે કેન્દ્ર દ્વારા રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને સહાય આપવામાં આવે છે.

NP/J.Khunt/GP/RP



(Release ID: 1509846) Visitor Counter : 111


Read this release in: English , Tamil