આયુષ
ઉપરાષ્ટ્રપતિ આવતી કાલે ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગ સંમેલનનું ઉદ્ઘાટન કરશે
આ વર્ષે યોગ સંમેલનની થીમ છે : સ્વસ્થ જીવન માટે યોગ
Posted On:
09 OCT 2017 4:35PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 09 ઓક્ટોબર, 2017
ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડૂ આવતી કાલે (10-10-2017) નવી દિલ્હીમાં ચાણક્યુ પુરી સ્થિત પ્રવાસી ભારતીય કેન્દ્રમાં બે દિવસીય “સ્વસ્થ જીવન માટે આંતરરાષ્ટ્રીય યોગસંમેલન”નું ઉદ્ઘાટન કરશે. આયુષ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી શ્રીપદ યેસો નાઈક કાર્યક્રમની અધ્યક્ષતા કરશે.
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવાના ઉપલક્ષ્યમાં આયુષ મંત્રાલય દ્વારા સંમેલનનું આયોજન કરાઈ રહ્યું છે. આયુષ મંત્રાલયના સચિવ શ્રી સી. કે. મિશ્રા, ખાસ સચિવ શ્રી વિદ્યા રાજેશ કોટેચા અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત યોગ ગુરુ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. 44 દેશોના 69 પ્રતિનિધિઓ સહિત લગભગ 500 પ્રતિનિધિઓ આ સંમેલનમાં ભાગ લેશે.
સંમેલનના છ ટેકનીકલ સત્રોમાં યોગ વિષય પર વિચાર વિમર્શ કરાશે. ત્યારબાદ પ્રમુખ વૈજ્ઞાનિક સંસ્થાઓના 16 વિશેષજ્ઞ પેનલ પરિચર્ચામાં ભાગ લેશે. વિચાર વિમર્શનો પ્રમુખ વિષય છે : બિન-સંક્રામક બિમારીઓ, એકીકૃત દવા પદ્ધતિમાં યોગની સંભાવના, સ્ત્રી રોગ સંબંધિ વિકાસ અને દર્દ પ્રબંધન. ટેકનીકલ સત્રોની અધ્યક્ષતા 25 રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય વિશેષજ્ઞ અને 11 યોગ વિશેષજ્ઞ દ્વારા કરાશે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ, શિપીંગ તથા જળ સંસાધન, નદી વિકાસ તેમજ ગંગા સંરક્ષણ મંત્રી શ્રી નિતિન ગડકરી સંમેલનના સમારોહમાં મુખ્ય અતિથિ હશે.
સંમેલન આયુષ, અંગ્રેજી દવાઓ, શોધાર્થીઓ, શિક્ષા જગતના વિશેષજ્ઞો, નીતિ નિર્માતાઓ અને છાત્રો માટે એક મંચ પ્રદાન કરશે અને તેમને સ્વસ્થ જીવન માટે યોગના વિવિધ આયામો સમજવામાં સહાયતા પ્રદાન કરશે.
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઘોષિત કરવાના 3 વર્ષો દરમિયાન યોગ પ્રત્યે રૂચિ અને ઉત્સાહમાં અધિક વૃદ્ધિ થઈ છે. આંતરરાષ્ટ્રીય યોગ સંમેલનનું આયોજન સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ અને યોગા એન્ડ નેચરોપેથી તથા મોરારજી દેસાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ યોગની સહાયતાથી કરાઈ રહ્યું છે. આ સંમેલન સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓની વ્યવસ્થામાં યોગની ભૂમિકા પર વિમર્શ કરવા, સ્વસ્થ જીવનને પ્રોત્સાહિત આપવા અને વૈજ્ઞાનિક અનુભવોને વહેંચવાનો એક પ્રયાસ છે.
આયુષ મંત્રાલય દ્વારા આયોજિત થનારા આ ત્રીજા આંતરરાષ્ટ્રીય સંમેલનમાં 2015 થી 2016માં આયોજિત થનારા યોગ સંમેલનોની ક્રમશ: થીમ હતી – “સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે યોગ” અને “શરીર અને મન માટે યોગ”.
NP/J.Khunt/GP
(Release ID: 1505322)
Visitor Counter : 216