મંત્રીમંડળ
યમેથીન, મ્યાનમાર ખાતેના મહિલા પોલિસ તાલિમ સેન્ટરના અપગ્રેડેશન માટે થયેલા સમજૂતિ કરારને કેબિનેટની મંજૂરી
Posted On:
04 OCT 2017 2:13PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ પદે મળેલી ભારત સરકારની કેબિનેટે પાછલી અસરથી યમેથીન, મ્યાનમાર ખાતેના મહિલા પોલિસ તાલિમ સેન્ટરના અપગ્રેડેશન માટે ભારત અને મ્યાનમાર વચ્ચે થયેલા સમજૂતિ કરારને બહાલી આપી છે. સમજૂતિ કરાર પર તા. 6 સપ્ટેમ્બર 2017ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ સમજૂતિ કરારમાં યમેથીન, મ્યાનમાર ખાતે આવેલા મહિલા પોલિસ તાલિમ સેન્ટરના અપગ્રેડેશન ઉપરાંત મ્યાનમાર સરકારને તેના પોલિસ દળના ક્ષમતા નિર્માણમાં સહાયક બનવા માટે ભારત સરકાર તરફથી ટેકનિકલ અને નાણાંકિય સહાય પૂરી પાડવાનો પણ સમાવેશ થાય છે.
NP/J.Khunt/GP
(Release ID: 1504779)
Visitor Counter : 109