જળ સંસાધન મંત્રાલય

શ્રી ગડકરીએ હિંદીના પ્રયોગ પર ભાર આપ્યો

હિંદી દિવસ પર કેન્દ્રીય જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રીનો સંદેશ

Posted On: 14 SEP 2017 4:32PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 14 સપ્ટેમ્બર 2017

 

કેન્દ્રીય જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રી શ્રી નીતિન ગડકરીએ સરકારી કામકાજમાં હિંદીના વધુ ઉપયોગ પર ભાર આપતા કહ્યું કે હિંદી માત્ર ભાષા અથવા સંવાદનું જ સાધન નથી, પરંતુ તે દરેક ભારતીયની વચ્ચે સામાજિક અને સાંસ્કૃતિક સંબંધ સેતુ પણ છે. હિંદી દિવસ પર પોતાના સંદેશમાં તેમણે કહ્યું કે હિંદીની વિશિષ્ટતા ભારતીયોને ભાવનાત્મક મજબૂતી આપે છે. શ્રી ગડકરીએ કહ્યું કે ‘હિંદીની ઉદારતા, વ્યાપકતા અને સાંસ્કૃતિક મૂલ્યોના કારણે જ ભારત આખા વિશ્વમાં અતુલનીય છે. આવો આપણે આપણી માતૃભાષાનું સન્માન જાળવી રાખવાનો સંકલ્પ લઈએ.”

 

NP/JK/GP                                     


(Release ID: 1502843)
Read this release in: English