વહાણવટા મંત્રાલય

જવાહરલાલ નહેરૂ પોર્ટ કન્ટેનર ટર્મિનલે 2017નો “ક્ન્ટેનર ટર્મિનલ ઑફ ધ યર” પુરસ્કાર જીત્યો

Posted On: 13 SEP 2017 5:25PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 13 સપ્ટેમ્બર 2017

 

જવાહરલાલ નહેરૂ પોર્ટ કન્ટેન્ટર ટર્મિનલ (જેએનપીસીટી)ને મુંબઈમાં આયોજિત ગેટવે પુરસ્કાર, 2017માં 0.6 મિલિયનથી વધુ TEUs શ્રેણી માટે કન્ટેનર ટર્મિનલ ઑફ ધ યર”ના પુરસ્કારથી સમ્માનિત કરાયું. જવાહરલાલ નહેરૂ પોર્ટની માલિકીવાળા જેએનપીસીટીએ ભીડ ઓછી કરવા, કન્ટેનરોના સરળ ડિલિવરી અને પ્રતિકૂળ પરિસ્થિતિઓની વચ્ચે વ્યાપારને સહાયતા પ્રદાન કરવાને હેતુ બુનિયાદી માળખામાં સુધાર માટે પોતાની સક્રિય રણનીતિઓ માટે આ પુરસ્કાર જીત્યો છે.

આ પુરસ્કારને પ્રાપ્ત કરતા, જેએનપીસીટીના ઉપાધ્યક્ષ શ્રી નરીજ બંસલે કહ્યું કે, જેએનપીસીટી પાછલા કેટલાક વર્ષોમાં વિકાસગતિનું સર્જન કરવામાં સફળ થયું છે. આવું ટર્મિનલ અને બંદરગાહની સમગ્ર દક્ષતા વધારવા માટે કરાયેલી વિવિધ પહેલોના કારણે થયું છે. આ પહેલોનું હવે સકારાત્મક પરિણામ દેખાવાનું શરૂ થઈ ગયું છે. આપણે આપણી દક્ષતા સ્તરો તરફ આગળ વધવાનું ચાલુ રાખીશું.

ગેટવે પુરસ્કાર ભારતીય સમુદ્રી ઉદ્યોગમાં સર્વોત્તમ પ્રથાઓ, નવાચાર અને પ્રેરણાને પ્રોત્સાહન અને માન્યતા આપવા માટે સ્થાપિત કરાયો હતો. ગેટવે પુરસ્કારની દસમી આવૃત્તિમાં ભારતીય સમુદ્રી ઉદ્યોગમાં વ્યક્તિગત રૂપથી અને સંગઠનો દ્વારા અર્જિત ઉત્કૃષ્ટ ઉપલબ્ધિઓ અને અસાધારણ કાર્ય નિષ્પાદનનું પ્રદર્શન કરાયું છે.

 

NP/JK/GP                             



(Release ID: 1502737) Visitor Counter : 126


Read this release in: English