રાષ્ટ્રપતિ સચિવાલય

રાષ્ટ્રપતિએ ઈદ-ઉલ-જુહાના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી

પોસ્ટેડ ઓન: 01 SEP 2017 5:01PM by PIB Ahmedabad

અમદાવાદ, 1 સપ્ટેમ્બર, 2017

 

રાષ્ટ્રપતિ શ્રી રામ નાથ કોવિંદે ઈદ-ઉલ-જુહાના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

પોતાના શુભેચ્છા સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું, “ઈદ-ઉલ-જુહા’ના અવસર પર હું દરેક નાગરિકોને, ખાસ કરીને ભારત અને વિદેશમાં રહેનારા પોતાના મુસ્લિમ ભાઈઓ અને બહેનોને શુભેચ્છા પાઠવું છું.”

આવો આપણે સૌ વિશ્વાસ, ત્યાગ અને સેવાની ભાવનામાં પોતાની જાતને સમર્પિત કરી દઈએ જે આ તહેવારનું મૂળ તત્વ છે અને પોતાની ખુશીઓને એ લોકોની સાથે વહેંચો જે જરૂરિયાતમંદ છે. મારી એવી કામના છે કે આ અનોખો તહેવાર આપણી એકબીજાની સંસ્કૃતિને સમૃદ્ધ કરે, આપણી એકતા અને અખંડતાને મજબૂત કરે તથા આપણને સૌને માનવતાની ભલાઈ માટે કાર્ય કરવા માટે પ્રેરિત કરે.

 

NP/JK/GP            


(રીલીઝ આઈડી: 1501474) મુલાકાતી સંખ્યા : 205
આ રીલીઝ વાંચો: English