મંત્રીમંડળ
કેબિનેટ દ્વારા વસ્તુ અને સેવા કર (રાજ્યોને વળતર) વટહૂકમ 2017ની જાહેરાતને બહાલી
Posted On:
30 AUG 2017 4:58PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 30 ઓગસ્ટ, 2017
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધઘ્યક્ષ પદે મળેલી ભારત સરકારની કેબિનેટે વસ્તુ અને સેવા કર (રાજ્યોને વળતર) હૂકમ 2017માં યોગ્ય સુધારા કરવાની નાણાં મંત્રાલયની દરખાસ્ત કરતા આદેશને તેની મંજૂરી આપી છે.
આ મંજૂરીને કારણે નીચેની બાબતોમાં કોમ્પેન્સેશન સેસ લેવાના મહત્તમ દર 15 ટકાથી વધારીને 25 ટકા કરવાની દરખાસ્તને બહાલી મળી છે.
- ડ્રાઈવર સહિત 13 થી વધુ વ્યક્તિઓની હેરફેર ન કરતાં હોય તેવાં મોટર વાહનો (પેટા-હેડીંગ 870210, 870220, અથવા 870 290 અંદર સમાવેશ પામતાં ) અને
- હેડીંગ 8703 હેઠળ સમાવેશ પામતાં વાહનો
જીએસટી કાઉન્સીલે ઓગસ્ટ 2017માં યોજાયેલી તેની બેઠકમાં એ બાબત ધ્યાનમાં લીધી હતી કે જીએસટી પૂર્વે લેવાતા કુલ વેરાની તુલનામાં જીએસટી અમલમાં આવ્યા પછી મોટર વાહનો ઉપરનો કુલ (જીએસટી + કમ્પેન્સેશન સેસ) બોજ ઘટ્યો છે અને 8702 અને 8703 હેઠળ આવતાં મોટર વાહનો ઉપર જે મહત્તમ દરે કમ્પેન્સેશન સેસ વસૂલાવી જોઈએ તેના મહત્તમ દર 15 ટકાથી વધારીને 25 ટકા કર્યો છે.
મોટર વાહનો પર કમ્પેન્સેશન સેસના અસરકારક દરે વધારા અંગેનો મુદ્દો જીએસટી કાઉન્સિલ દ્વારા યોગ્ય સમયે તપાસવામાં આવશે.
AP/JK/GP
(Release ID: 1501178)
Visitor Counter : 134