સંરક્ષણ મંત્રાલય

ભારતીય નૌસેના બેન્ડ રશિયાના મૉસ્કોમાં આયોજિત થનારા આંતરરાષ્ટ્રીય સેના સંગીત સમારોહમાં ભાગ લેશે

Posted On: 24 AUG 2017 4:58PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 24 ઓગસ્ટ, 2017

આંતરરાષ્ટ્રીય સૈન્ય સંગીત સમારોહ “સ્પસ્કાયા ટૉવર” રશિયા અને દુનિયાના અન્ય દેશોના સર્વશ્રેષ્ઠ મ્યુઝિક બેન્ડની એવી પરેડ છે જે દર વર્ષે મૉસ્કોના લાલ ચોકમાં આયોજિત કરાય છે. આ સંગીત પર્વ એક વિશદ આયોજન છે જેમાં સૈન્ય સંગીતકાર વિશ્વના વિભિન્ન દેશોના સૈન્ય, રાષ્ટ્રીય અને કલા આધારિત વિવિધ પરંપરાઓનું પ્રદર્શન કરે છે.

પ્રતિ વર્ષ લગભગ 40 દેશોના 1500 થી વધુ સંગીતકાર, સેનાઓ સાથે જોડાયેલ લોકો અને કલાકાર “સ્પસ્કાયા ટૉવર”માં પોતાની કલાનું પ્રદર્શન કરે છે. આ પર્વને રશિયાના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય આયોજનોમાંનું એક મનાય છે, જેને જનસમુદાય દ્વારા સૌથી વધુ સમર્થન પ્રાપ્ત થાય છે.

  

આ વર્ષે “સ્પસ્કાયા ટૉવર”નું 24 ઓગષ્ટ થી 3 સપ્ટેમ્બર, 2017ની વચ્ચે આયોજિત કરાઈ રહ્યું છે. આ અવસર પર ભારતીય સેનાના ત્રણે અંગોને સંમિલિત બેન્ડને આ પ્રતિષ્ઠિત આયોજનમાં ભાગ લેવા માટે આમંત્રણ અપાયું છે. આ આયોજનમાં ત્રણે સેવાઓના સમ્મિલિત બેન્ડની ભાગીદારી થી બંને દેશોના સૈન્ય દળોના સંબંધો તો યોગ્ય બનશે સાથે જ તે ભારતીય દળોના બેન્ડની વ્યાવસાયિક કુશળતાનો પણ સંકેત આપે છે.

ત્રણે સેનાઓના આ સમ્મિલિત બેન્ડમાં 07 અધિકારીઓ અને 55 બીપીઓઆર સામેલ છે. બેન્ડની નૌસેના ટુકડીના 1 અધિકારી અને 9 સંગીત નાવિકોના દળનું નેતૃત્વ પૂર્વી નૌસેના કમાન્ડરના કમાન્ડ મ્યુઝિશિયન ઑફિસર કમાન્ડર સતીશ કે. ચેમ્પિયન કરી રહ્યા છે. ત્રણે સેનાઓનું આ સમ્મિલિત બેન્ડ 23 ઓગષ્ટના રોજ નવી દિલ્હીથી મૉસ્કો માટે રવાના થયું છે.

 

AP/JK/GP                                                                             



(Release ID: 1500631) Visitor Counter : 182


Read this release in: English