મંત્રીમંડળ

આરઆર સ્ટેશન, દહીંસર ખાતે આવેલી એએઆઈની 40 એકર જમીન એમએમઆરડીએને તેના મેટ્રો રોડ માટે ગોરાઈ ખાતે આવેલી રાજ્ય સરકારની જમીનમાં તબદીલ કરવા માટે મંજૂરી આપી

Posted On: 23 AUG 2017 5:31PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 23 ઓગસ્ટ, 2017

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી કેન્દ્ર સરકારની કેબિનેટે આજે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની આરઆર સ્ટેશન દહીંસર ખાતેની જમીન મુંબઈ મેટ્રોપોલિટન રિજીયન ડેવલપમેન્ટ ઓથોરિટીને તેના ગોરાઈ મુંબઈ ખાતે આવેલા રાજ્ય સરકારના 40 એકરના મેટ્રો શેડમાં તબદીલ કરવા માટે આપવાના નિર્ણયને મંજૂરી આપી છે. આ જમીનના સોદાથી એમએમઆરડીએ મુંબઈમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ પૂર્ણ કરી શકશે.

વિધિઓઃ

આ દરખાસ્તને ધ્યાનમાં લેતી વખતે કેબિનેટે નીચે મુજબની પ્રક્રિયાઓ મંજૂર કરી છેઃ

1.      એમએમઆરડીએ 40 એકર જમીનના ખર્ચનો તફાવત, સ્ટેમ્પ ડ્યુટી 2016-17ના રેડી રેકનરના દરને આધારે રૂ.472.70 કરોડ અથવા તો જમીનની જ્યારે આખરી સોંપણી થાય ત્યારે રેડી રેકનરનો જે દર હોય તે બંનેમાંથી જે દર ઊંચો હોય તે દરે ચૂકવવામાં આવશે.

2.      એમએમઆરડીએ ગોરાઈ ખાતેની 40 એકર જમીન લેવલિંગ, ગ્રેડિંગ કર્યા પછી અને તમામ પ્રકારે હદની નોંધણી કરીને સુપરત કરશે. એમએમઆરડીએ પણ ગોરાઈની જમીનના તમામ દસ્તાવેજો અને રેવન્યુ મેપ્સ તથા અધિકાર પત્રમાં એએઆઈના નામે ચડાવીને સુપરત કરશે.

3.      એમએમઆરડીએ 24 એકર જમીન એએઆઈ માટે રાખીને, નજીકના સીટી રોડ સાથે સ્પષ્ટ એપ્રોચ/ એક્સેસ હોય તે રીતે 40 એકર જમીન નક્કી કરશે/ નિર્ધારિત કરશે.

4.      એએઆઈ પણ દહીંસર ખાતેની 2000 ચો.મી. જમીન હંગામી ધોરણે અગાઉથી સુપરત કરશે.

રોજગાર નિર્માણની ક્ષમતાઃ

પ્રસ્તુત દરખાસ્તને કારણે કુશળ, અર્ધ કુશળ કામદારોની સાથે સાથે ટેકનિકલ નિષ્ણાતો માટે પણ નોકરીઓની તકો ઊભી થશે. આ ઉપરાંત મેટ્રોના બાંધકામની કામગીરી સાથે સંકળાયેલા ઉત્પાદન ઉદ્યોગોમાં પણ નોકરીઓ ઊભી થશે. મેટ્રો કાર શેડ કાર્યરત થયા પછી સીધી/આડકતરી રોજગારી પણ ઊભી થશે.

પશ્ચાદ્દ ભૂમિકાઃ

મહારાષ્ટ્ર સરકાર મુંબઈ મેટ્રો રેલ માસ્ટર પ્લાન (146.50 કી.મી.) મુંબઈની એકંદર જાહેર પરિવહન ક્ષમતા વિસ્તારવા માટે તબક્કાવાર હાથ ધરી રહી છે. મુંબઈ મેટ્રો રેલ પ્રોજેક્ટના અમલીકરણ માટે એમએમઆરડીએ હેઠળ એક સ્પેશિયલ પર્પઝ વ્હિકલ ઊભું કરાયું છે. મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન દહીંસર (E) થી અંધેરી (E) સુધી મેટ્રો કોરિડોરનું બાંધકામ કરશે. કાર શેડ માટે નિર્ધારિત કરાયેલી જમીન એટલે કે 17.47 હેક્ટર (અંદાજે 44 એકર) જમીનની માલિકી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની છે. એરપોર્ટ ઓથોરિટી અંદાજે 64 એકર જમીનની, જ્યાં રિમોટ રિસીવીંગ સ્ટેશન આવેલું છે ત્યાં દહીંસરમાં માલિકી ધરાવે છે. જમીનના કેટલાક હિસ્સા ઉપર અતિક્રમણ થયેલું છે.

AP/JK/GP                                                                             



(Release ID: 1500484) Visitor Counter : 210


Read this release in: English