મંત્રીમંડળ
કેબિનેટ દ્વારા મધ્ય પ્રદેશ સરકારને દિલ્હીમાં તેના સ્ટેટ ગેસ્ટ હાઉસના બાંધકામ માટે જમીન ફાળવણીની મંજૂરી
प्रविष्टि तिथि:
23 AUG 2017 5:19PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 23 ઓગસ્ટ, 2017
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ મળેલી ભારત સરકારની કેબિનેટે આજે ચાણક્યપુરી, નવી દિલ્હી ખાતે જીસસ એન્ડ મેરી માર્ગની સાથે રાધાકૃષ્ણ માર્ગ ઉપરના ટી જંકશન ઉપરનો 1.478 એકર અથવા 5882,96 ચો.મી.નો પ્લોટ નં. 29-સી અને 29-ડી, મધ્ય પ્રદેશ સરકારને તેમના સ્ટેટ ગેસ્ટ હાઉસના બાંધકામ માટે, પ્રવર્તમાન દરે અને નીચેની શરતો સાથે ફાળવવાની મંજૂરી આપી છે :
- મધ્ય પ્રદેશ સરકાર નવી દિલ્હીમાં ગોપીનાથ બારડોલી માર્ગ, ચાણક્યપુરી ખાતે આવેલી 0.89 એકર જમીન L&DO/MoHUAને સ્ટેટ ગેસ્ટ હાઉસના બાંધકામ માટે ફાળવેલી જમીન ઉપર પૂર્ણ થયા પછી પરત સોંપી દેશે.
- મધ્ય પ્રદેશ સરકાર 0.59 એકર જમીનના વિસ્તારના તફાવત માટે વર્તમાન દરે ચૂકવણી કરી દેશે, કારણ કે બંને જમીનો સમાન દર ધરાવતા ઝોનમાં આવેલી છે.
- મધ્ય પ્રદેશ સરકાર હાલમાં તેમના કબજામાં છે તે 0.89 એકર જમીનનો કબજા ચાર્જ, જ્યાં સુધી મધ્ય પ્રદેશ સરકાર દ્વારા L&DO/MoHUAને સુપરત કરવામાં આવે નહી ત્યાં સુધી પ્રવર્તમાન દરે ચૂકવી દેશે.
જમીનની ફાળવણીથી મધ્ય પ્રદેશ સરકારને ફાયદો થશે અને તે વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તમામ આધુનિક સુવિધાઓ સાથેનું સ્ટેટ ગેસ્ટ હાઉસ બાંધી શકશે.
મધ્ય પ્રદેશ સરકાર આ જમીનનો સ્ટેટ ગેસ્ટ હાઉસના બાંધકામ સિવાયના અન્ય કોઈ હેતુ માટે ઉપયોગ કરી શકશે નહીં. બિલ્ડીંગના બાંધકામ વખતે મધ્ય પ્રદેશ સરકાર હાલના બિલ્ડીંગ બાય-લોઝ અને માસ્ટર પ્લાનના ધોરણોનું પાલન કરશે.
AP/JK/GP
(रिलीज़ आईडी: 1500472)
आगंतुक पटल : 221
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English