મંત્રીમંડળ

આર્મ્ડ ફોર્સિસ હેડ ક્વાર્ટર્સ સિવિલ સર્વિસિસમાં નિયમિત ધોરણે પ્રિન્સિપલ ડિરેક્ટરની 7 જગાઓ અને ડિરેક્ટરની 36 જગાઓ ઊભી કરવા માટે કેબિનેટની મંજૂરી

Posted On: 16 AUG 2017 5:23PM by PIB Ahmedabad

પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ પદે મળેલી કેન્દ્ર સરકારની કેબિનેટે આજે  આર્મ્ડ ફોર્સિસ હેડ ક્વાર્ટર્સ (AFHQ) સિવિલ સર્વિસિસ, સંરક્ષણ મંત્રાલયમાં પુનઃગઠનના ભાગ તરીકે પ્રિન્સિપલ ડિરેક્ટરની 7 જગાઓ અને ડિરેક્ટરની 36 જગાઓ નિયમિત ધોરણે ઊભી કરવા માટે મંજૂરી આપી છે.

એએફએચક્યુ સિવિલ સર્વિસીસમાં નિયમિત જગાઓ ઊભી કરવાથી કેડરમાં આવેલી સ્થિરતા દૂર થશે. આ પગલું બહેતર કેડર મેનેજમેન્ટ અને સર્વિસની કાર્યક્ષમતામાં સુધારો લાવવા માટે મહત્વનું ગણાશે. આ એક નવતર પ્રકારનું પગલું છે, જેનાથી કોઈ વધારાનો ખર્ચ થશે નહીં, પણ કેડર મેનેજમેન્ટ અને તેના બહેતર ઉપયોગની દ્રષ્ટિએ લાભદાયી બનશે.

બઢતીઓ આપવાને બદલે નિયમિત જગાઓ ઊભી કરવાથી કેડર મેનેજમેન્ટમાં વધુ પારદર્શકતાની ખાતરી રહેશે. નિયમિત જગાઓ ઉપર ઉચ્ચ સ્તરની જવાબદારી લાદવાને પરિણામે એએફએચક્યુ, સીએસ ઓફિસરોની ઉત્પાદકતા અને જવાબદેહિતામાં વધારો થશે.



(Release ID: 1499825) Visitor Counter : 81


Read this release in: English