પ્રધાનમંત્રીનું કાર્યાલય
રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ એમ. વૈંકેયા નાયડુનાં આવકાર દરમિયાન પ્રધાનમંત્રી ટિપ્પણી
प्रविष्टि तिथि:
11 AUG 2017 12:26PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 11-08-2017
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે રાજ્યસભાનાં સભાપતિ તરીકે ઉપરાષ્ટ્રપતિ એમ. વૈંકયા નાયડુનું સ્વાગત કરવા સભાના સાંસદો સાથે જોડાયા હતા.
પ્રધાનમંત્રીએ તેમના સ્વાગત પ્રવચનની શરૂઆત ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં શહીદ થયેલા યુવા ક્રાંતિકારી ખુદીરામ બોઝને યાદ કરીને કરી હતી. ખુદીરામ બોઝને 11 ઓગસ્ટના રોજ બ્રિટિશ સરકારે ફાંસીની સજા કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ખુદીરામ બોઝની શહીદીનો પ્રસંગ આપણને સ્વતંત્રતા માટે લડીને પોતાના પ્રાણોનું બલિદાન આપનાર શહીદોની યાદ અપાવે છે અને આપણામાં જવાબદારીની ભાવના જગાવે છે. તેમણે જણાવ્યું હતું કે, શ્રી વેંકૈયા નાયડુ આઝાદ ભારતમાં જન્મેલા પ્રથમ ઉપરાષ્ટ્રપતિ છે. તેમણે ઉમેર્યું હતું કે, શ્રી નાયડુ સંસદીય કામગીરીનો બહોળો અનુભવ ધરાવે છે અને તેની બારીકાઈઓથી સારી રીતે વાકેફ છે.
પ્રધાનમંત્રીએ શ્રી વેંકૈયા નાયડુ સાથે લાંબા સમય સુધી કામ કરવાની સફરને યાદ કરીને કહ્યું હતું કે, શ્રી નાયડુ ગ્રામીણ વિસ્તારો, ગરીબો અને ખેડૂતોની જરૂરિયાતો પ્રત્યે હંમેશા સંવેદનશીલ છે તથા આ મુદ્દાઓ પર તેમની જાણકારી બહુમૂલ્ય છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અત્યારે સરળ, ગ્રામીણ પૃષ્ઠભૂમિ ધરાવતાં લોકો ભારતમાં સર્વોચ્ચ હોદ્દા પર છે એ હકીકત ભારતીય લોકશાહીની પરિપક્વતા અને ભારતીય બંધારણની તાકાત પ્રદર્શિત કરે છે.
AP/J.Khunt/GP
(रिलीज़ आईडी: 1499298)
आगंतुक पटल : 246
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English