આદિવાસી બાબતોનું મંત્રાલય
ઉચ્ચ અભ્યાસ માટે જનજાતિનાં વિદ્યાર્થીઓને સહાય રાજ્યસભામાં ગુજરાતના વિદ્યાર્થીઓને અપાયેલી શિષ્યવૃતિની માહિતી આપવામાં આવી
Posted On:
09 AUG 2017 5:28PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 09-08-2017
જનજાતિ બાબતોનાં મંત્રાલય, અનુસૂચિત જનજાતિનાં વિદ્યાર્થીઓનાં ઉચ્ચ અભ્યાસ માટે રાષ્ટ્રીય ફેલોશિપ અને સ્કોલરશિપ યોજના હેઠળ ઓળખ કરાયેલી ઉત્કૃષ્ટ સંસ્થામાં એન્જિનીયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી વગેરે ક્ષેત્રોમાં ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટમાં ઉચ્ચ અભ્યાસ કરવા અનુસૂચિત જનજાતિ (એસટી)નાં વિદ્યાર્થીઓને શિષ્યાવૃત્તિ પ્રદાન કરે છે. યોજના હેઠળ નાણાકીય સહાય સીધી લાભાર્થીઓ અને સંબંધિત સંસ્થાઓને પ્રદાન કરવામાં આવે છે. ઉચ્ચ અભ્યાસ અને દેશમાં આવરી લેવાયેલા લાભાર્થીઓ માટે ‘અનુસૂચિત જનજાતિનાં વિદ્યાર્થીઓનાં ઉચ્ચ શિક્ષણ માટે શિષ્યાવૃત્તિ’ (અગાઉ ટોપ ક્લાસ એજ્યુકેશન તરીકે જાણીતી) માટે આપવામાં આવેલ ભંડોળની વિગત નીચે મુજબ છે, જેમાં છેલ્લાં ત્રણ વર્ષ અને ચાલુ વર્ષ દરમિયાન ઝારખંડ અને ગુજરાતની વિગત સામેલ છે:- (રૂ. લાખમાં)
2014-15
|
2015-16
|
2016-17
|
2017-18 (7.8.17 સુધી)
|
મુક્ત થયેલ ભંડોળ
|
લાભાર્થીઓ
|
મુક્ત થયેલ ભંડોળ
|
લાભાર્થીઓ
|
મુક્ત થયેલ ભંડોળ
|
લાભાર્થીઓ
|
મુક્ત થયેલ ભંડોળ
|
લાભાર્થીઓ
|
1849.85
|
1850
|
1552.32
|
1017
|
687.75
|
490
|
506.80
|
552
|
ઉપરોક્ત યોજના હેઠળ આવરી લેવાયેલી ટોચની સંસ્થાઓ ઉપરાંત અનુસૂચિત જનજાતિઓ માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ (પીએમએસ) યોજનામાં ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ સ્તરનાં અભ્સક્રમો માટે તમામ એન્જિનીયરિંગ, સાયન્સ, મેડિકલ કોલેજો પણ સામેલ છે. છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન અને ચાલુ વર્ષમાં અનુસૂચિત જનજાતિઓ માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ યોજના હેઠળ ઝારખંડ અને ગુજરાતની રાજ્ય સરકારોને આપવામાં આવેલ ભંડોળની વિગત નીચે મુજબ છે:-
(રૂ. લાખમાં)
|
|
રાજ્ય
|
2014-15
|
2015-16
|
2016-17
|
2017-18 (7.8.17 સુધી)
|
મુક્ત થયેલ ભંડોળ
|
લાભાર્થીઓ
|
મુક્ત થયેલ ભંડોળ
|
લાભાર્થીઓ
|
મુક્ત થયેલ ભંડોળ
|
લાભાર્થીઓ (કામચલાઉ)
|
મુક્ત થયેલ ભંડોળ
|
ગુજરાત
|
3929.23
|
218570
|
5520.40
|
163989
|
22040.27
|
192322
|
12626.74
|
ઝારખંડ
|
4927.23
|
81768
|
-
|
-
|
8148.39
|
63029
|
1292.50
|
‘વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે અનુસૂચિત જનજાતિનાં વિદ્યાર્થીઓને નેશનલ ઓવરસીઝ સ્કોલરશિપ’ યોજના હેઠળ, આ મંત્રાલય વિદેશમાં એક્રેડિટેડ યુનિવર્સિટી/સંસ્થામાં ઉચ્ચ અભ્યાસ કરવા પસંદ થયેલા વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પ્રદાન કરે છે. પસંદ થયેલા વિદ્યાર્થીઓને પર્યાપ્ત દસ્તાવેજીકરણ અને અન્ય જરૂરિયાતો વિશે યોગ્ય સલાહ આપવામાં આવે છે તથા તેમને વિદેશમાં વધારે અભ્યાસ સુલભ કરવા મંત્રાલય દ્વારા માર્ગદર્શન પ્રદાન કરવામાં આવે છે.
રાજ્ય કક્ષાનાં કેન્દ્રિય જનજાતિ મંત્રી શ્રી જસવંતસિંહ ભાભોરે રાજ્યસભામાં આજે લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.
AP/J.Khunt/GP
(Release ID: 1499006)
Visitor Counter : 159