લઘુમતિ બાબતોનું મંત્રાલય

શ્રી મુખ્તાર અબ્બાસ નકવીએ 300 હજ યાત્રિઓના પહેલા જૂથને ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના હજ ટર્મિનલથી રવાના કર્યું

Posted On: 24 JUL 2017 3:50PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 24-07-2017

દેશની સલામતી, સુરક્ષા અને સમૃદ્ધિની પ્રાર્થના સાથે આજે સવારે કેન્દ્રીય લઘુમતિ બાબતોના રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) તેમજ સંસદીય કાર્ય રાજ્યમંત્રી શ્રી મુખ્તાર અબ્બાસ નકવીએ હજ-2017 માટે 300 હજ યાત્રિઓના પહેલા જૂથને ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના હજ ટર્મિનલથી રવાના કર્યું.

શ્રી નકવીએ હજ યાત્રિઓને શુભેચ્છા પાઠવી. શ્રી નકવીએ કહ્યું કે આ વખતે લઘુમતિ મંત્રાલયે હજ કમિટિ ઑફ ઈન્ડિયા તેમજ અન્ય સંબંધિત એજન્સીઓની સાથે મળીને હજ-2017ની તૈયારીઓ સમય પહેલા જ પૂર્ણ કરી લીધી હતી જેથી હજ યાત્રાને સરળ – સુગમ બનાવી શકાય.

શ્રી નકવીએ કહ્યુ કે નવી હજ નીતિ – 2017 ઝડપથી તૈયાર કરાવાશે અને આવતા વર્ષ થી હજ આ નવી પોલિસી અનુસાર આયોજિત કરાશે. શ્રી નકવીએ કહ્યું કે હજ નીતિ-2018 નક્કી કરવા માટે ઉચ્ચ સ્તરીય કમિટી પોતાનો રિપોર્ટ ઝડપથી સોંપી દેશે. નવી હજ પોલિસીનો ઉદ્દેશ હજની સંપૂર્ણ પ્રક્રિયાને સરળ અને પારદર્શી બનાવવાનો છે. આ નવી પોલિસીમાં હજ યાત્રિઓ માટે વિવિધ સુવિધાઓનો પૂરો ખ્યાલ રખાશે. સમુદ્રી માર્ગથી પણ હજ યાત્રાને ફરીથી શરૂ કરવાનો આ નવી હજ પોલિસીમાં સમાવેશ છે.

હજ યાત્રિઓને મુંબઈથી સમુદ્રી માર્ગ દ્વારા જેદ્દા જવાની પરંપરા 1996 થી રોકાઈ ગઈ હતી. હજ યાત્રિઓને જહાજ (સમુદ્રી માર્ગ) થી મોકલવા પર યાત્રા સંબંધી ખર્ચ લગભગ અડધો થઈ જશે. નવી ટેકનીક તેમજ સુવિધાઓથી યુક્ત પાણીનું જહાજ એક સમયમાં ચાર થી પાંચ હજાર લોકોને લઈ જવાની ક્ષમતા ધરાવે છે. મુંબઈ અને જેદ્દાની વચ્ચે 2,300 નૉટિકલ માઈલની એક તરફનું અંતર માત્ર બે-ત્રણ દિવસમાં પૂર્ણ કરી શકે છે. જ્યારે પહેલા જૂના જહાજ થી 12 થી 15 દિવસ લાગતા હતા.

હજ-2017 માટે સાઉદી અરબ દ્વારા ક્વોટામાં કરાયેલી વૃદ્ધિ બાદ હજ કમીટી ઑફ ઈન્ડિયાના માધ્યમથી 1,25,025 હાજી હજ યાત્રા પર જશે. જ્યારે 45,000 હજ યાત્રી પ્રાઈવેટ ટૂર ઑપરેટરોના માધ્યમથી હજ પર જશે. આ વર્ષે ભારતમાં 21 કેન્દ્રો થી કુલ 1,70,025 હજ યાત્રી ભારત થી હજ યાત્રા પર જશે.

આ વર્ષે ભારતમાં 21 કેન્દ્રો થી 1 લાખ 70 હજાર થી વધુ હજ યાત્રી હજ પર જઈ રહ્યા છે. દિલ્હી થી 1628 હજયાત્રી હજ પર જઈ રહ્યા છે. આ ઉપરાંત હરિયાણા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ અને ચંદીગઢ થી હાજિ મળીને દિલ્હી થી 16,600 હજ યાત્રી હજ પર જઈ રહ્યા છે.

આજે નવી દિલ્હીમાં અલાવા ગોવા, ગુવાહાટી, લખનૌ, મેંગલોર, વારાણસી થી પણ હજ યાત્રી સાઉદી અરબ જઈ રહ્યા છે. જુલાઈ 25ના રોજ શ્રીનગર અને કોલકાતા થી, 27 જુલાઈ થી ગયા થી, 8 ઓગષ્ટ થી રાંચી, કોલકાતા, ભોપાલ અને બેંગ્લોર થી, 10 ઓગષ્ટના રોજ નાગપુર થી, 13 ઓગષ્ટના રોજ અમદાવાદ, ઔરંગાબાદ, ચેન્નાઈ, કોચીન, જયપુર, 14 ઓગષ્ટના રોજ ઈન્દૌર અને હૈદ્રાબાદ થી હજ યાત્રી રવાના થશે.

21 હજ યાત્રા કેન્દ્રોમાં સામેલ છે, દિલ્હી, ગોવા, ગૌહાટી, લખનૌ, મેંગલોર, વારાણસી, શ્રીનગર, કોલાકા, ગયા, રાંચી, ભોપાલ, બેંગ્લોર, મુંબઈ, નાગપુર, અમદાવાદ, ઔરંગાબુદ, ચેન્નઈ, કોચીન, જયપુર, ઈન્દૌર, હૈદ્રાબાદ છે. અમદાવાદ થી 10958, કોચીન થી 11657, લખનૌ થી 12380, મુંબઈ થી 5605, ઔરંગાબાદ થી 2729, બેંગ્લોર થી 4641, ચેન્નઈ થી 3370, ગૌહાટી થી 4483, હૈદ્રાબાદ થી 6273, જયપુર થી 4777, કોલાકાતા થી 10348, લખનૌ થી 12380, મુંબઈ થી 5605, નાગપુર થી 2187, રાંચી થી 3159 હાજી હજ યાત્રા પર જઈ રહ્યા છે.

AP/J.Khunt/GP                           



(Release ID: 1496883) Visitor Counter : 249


Read this release in: English