સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય

દિવ્યાંગ જન સશક્તિકરણ-2017 પર લઘુ ફિલ્મ સ્પર્ધા

Posted On: 17 JUL 2017 5:04PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 17-07-2017

 

ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના દિવ્યાંગ જન અધિકારીતા વિભાગ સૂચના અને પ્રસારણ મંત્રાલયના ફિલ્મ સમારોહ નિદેશાલયના સહયોગથી દિવ્યાંગ જન સશક્તિકરણ – 2017 પર લઘુ ફિલ્મ સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે.

આ સ્પર્ધા સુગમ્ય ભારત અભિયાનની બાબતમાં જાગૃતતા લાવવા તથા સામાન્ય જનની વચ્ચે દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગની યોજનાઓને પ્રોત્સાહિત કરવા માટે આયોજિત કરાઈ રહી છે. વિભાગ સામાન્ય નાગરિકો પાસેથી પ્રવેશપત્રો આમંત્રિત કરે છે. સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક લોકો માત્ર એચ ડી ફોર્મેટમાં પોતાની પ્રવેશપાત્ર ફિલ્મ પ્રસ્તુત કરી શકે છે.

આવેદનની છેલ્લી તારીખ 08 ઓગષ્ટ, 2017 છે. આવેદન, ત્રણ શ્રેણી – 30 મિનિટની લઘુ વૃત્ત ચિત્ર, 5 મિનિટની લઘુ ફિલ્મ તથા 50 સેક્ન્ટની ટીવી સ્પૉટ (ટેલિવિઝન કોમર્શિયલ)માં આમંત્રિત કરાયા છે.

લઘુ વૃત્ત ચિત્ર તથા ટીવી સ્પોટ સુગમ્ય ભારત અભિયાન થીમ પર આધારિત હોવા જોઈએ જ્યારે લઘુ ફિલ્મો દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગની વિભિન્ન યોજનાઓ જૈવી કે ફૈલોશિપ તથા છાત્રવૃત્તિ, કાનમાં સાંભળવાના મશીન કે લાભાર્થીઓ, સહાયક ઉપરકરણોનું વિતરણ તથા ખરીદવા માટે દિવ્યાંગજન સહાયતા અંતર્ગત ત્રણ પૈડાવાળી સાયકલ, રાષ્ટ્રીય દિવ્યાંગજન નાણા તથા વિકાસ નિગમના ઋણ લાભાર્થીઓ (એનએચએફડીસી), સુગમ્ય ભવન લાભાર્થી, દીનદયાળ દિવ્યાંગજન પુનર્વાસ યોજના (ડીડીઆરએસ) અંતર્ગત અનુદાન પ્રાપ્ત કરનારા સ્વયં સેવી સંગઠનો તથા દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગની વિવિધ કૌશલ્ય વિકાસ યોજનાઓના આધાર પર બનાવી શકાય છે.

દિવ્યાંગજન સશક્તિકરણ – 2017 પર લઘુ ફિલ્મ સ્પર્ધામાં લઘુ વૃત્ત ચિત્ર અને ટીવી સ્પૉટમાં ક્રમશ 5,00,000 રૂપિયા અને 3,00,000 રૂપિયાનું પ્રથમ અને દ્વિતીય પુરસ્કાર છે જ્યારે લઘુ ફિલ્મ શ્રેણીમાં પ્રત્યેક યોજના માટે માત્ર એક 4,00,000 રૂપિયાનો પુરસ્કાર છે.

ઈચ્છુક વ્યક્તિ www.disabilityaffairs.gov.in and www.dff.gov.in. પરથી અધિકૃત એપ્લિકેશન ફોર્મ અન્ય નિયમોની સાથે ડાઉનલોડ કરી શકે છે.

પુરસ્કાર સમારોહ નવી દિલ્હીના સિરીફોર્ટ ઑડિટોરિયમાં 21 સપ્ટેમ્બર, 2017ના રોજ આયોજિત થશે.

AP/GP                                             



(Release ID: 1495813) Visitor Counter : 234


Read this release in: English