નાણા મંત્રાલય

આવાસીય કલ્યાણ સમિતિ દ્વારા અપાતી સેવાઓ જીએસટી અંતર્ગત મોંઘી નહીં થાય

આવાસીય કલ્યાણ સમિતિ દ્વારા પોતાના સભ્યોને અપાતી સેવાઓમાં પણ જીએસટી અંતર્ગત કોઈ ફેરફાર નહીં આવે

Posted On: 13 JUL 2017 3:48PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 13-07-2017

 

મીડિયામાં કેટલાક એવા સમાચાર આવ્યા છે કે આવાસીય કલ્યાણ સમિતિ (રેસીડેન્ટ વેલ્ફેર એસોસિએશન, આરડબલ્યૂએ) દ્વારા અપાતી સેવાઓ જીએસટી અતંર્ગત મોંઘી થઈ જશે. આ સમાચાર પૂર્ણ રીતે આધારહિન છે.

ઉલ્લેખનીય છે કે જીએસટી અંતર્ગત આરડબલ્યૂએ દ્વારા પોતાના સભ્યોએ આપેલી સેવાઓ બદલ પ્રતિપૂર્તિ અથવા અંશદાન (વધુમાં વધુ 5,000 રૂપિયા પ્રતિ માસ) જીએસટી અંતર્ગત કરમુક્ત છે.

આ ઉપરાંત જો કોઈ આરડબલ્યૂનું ટર્નઓવર કોઈપણ નાણાકીય વર્ષમાં 20 લાખ રૂપિયા સુધીનું હોય તો વસ્તુઓ અથવા સેવાઓ પર જીએસટી અંતર્ગત ટેક્સ મુક્તિ મળી શકે છે. જો તે દરની સીમા પ્રત્યેક સભ્યદીઠ 5,000 રૂપિયાથી વધુ હોય તો પણ કરમુક્તિ મળી શકે છે.

આરડબલ્યૂએને જીએસટી અંતર્ગત ટેક્સ આપવો પડશે જો પ્રત્યેક વ્યક્તિદીઠ માસિક દર રૂપિયા 5,000 થી વધુ હોય અને આરડબલ્યૂનું વાર્ષિક ટર્નઓવર 20 લાખ અથવા એનાથી વધુ છે. જીએસટી અંતર્ગત આરડબલ્યૂએ પર ટેક્સનો ભાર ઓછો થશે, કેમ કે કેપટિલ ગુડ્સ (જનરેટર, વોટર પમ્પ, લૉન ફર્નીચર વગેરે), વસ્તુ (નળ, ટોટી, પાઈપ, સાફ-સફાઈના અન્ય ઉપકરણ) તથા સેવાઓ (સમારકામ, સંચાલન) પર તેમના દ્વારા અપાતા ટેક્સના સંદર્ભમાં તેઓ આઈટીસી મેળવવા હક્કદાર રહેશે. કેપિટલ ગુડ્સ અને વસ્તુઓ પર અપાતા ટેક્સ પર જીએસટી લાગુ થતા પહેલા આઈટીસીની સુવિધા નહોતી. આ રીતે આરડબલ્યૂએના આ ખર્ચ ઓછા થઈ ગયા છે.

જીએસટી લાગુ થયા બાદ આરડબલ્યૂ દ્વારા પોતાના સભ્યોને અપાતી સેવાઓના સંદર્ભમાં કોઈ ફેરફાર કરાયો નથી.

 

AP/J.khunt/GP                                       



(Release ID: 1495543) Visitor Counter : 90


Read this release in: English , Tamil