નાણા મંત્રાલય
વિદ્યાર્થીઓની હોસ્ટેલ સુવિધા માટે શૈક્ષણિક સંસ્થા દ્વારા લગાવવામાં આવતી વાર્ષિક ફી પર જીએસટી લાગુ પડશે નહિં
વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓના શૈક્ષણિક સંસ્થાનો દ્વારા અપાતી સેવાઓ જીએસટીથી મુક્ત
Posted On:
13 JUL 2017 4:03PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 13-07-2017
આવા પ્રકારના કેટલાક સમાચોર મળ્યા છે કે વિદ્યાર્થીઓના હોસ્ટેલમાં રહેવા માટે વિદ્યાર્થીઓ દ્વારા આપાતી વાર્ષિક ચૂકવણી અથવા ફી પર 18 ટકાના દરે વસ્તુ અને સેવા કર લાગુ કરાશે. આવી માહિતી સાચી નથી. જીએસટીમાં શિક્ષણ અને સંબંધિત સેવાઓના ટેક્સની જવાબદારીમાં કોઈ પરિવર્તન કરાયું નથી. માત્ર શિક્ષણ સાથે જોડાયેલ કેટલાક મુદ્દાઓ પરના ટેક્સના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓને અપાતી સેવાઓ પૂર્ણ રીતે મુક્ત છે. શૈક્ષણિક સંસ્થાની પરિભાષા નીચે મુજબ છે :
(1) પ્રાથણિક શિક્ષણ તથા ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય અથવા સમકક્ષ સુધીનું શિક્ષણ.
(2) કાયદા દ્વારા માન્ય યોગ્યતા પ્રાપ્ત કરવા માટે પાઠ્યક્રમના ભાગના રૂપમાં શિક્ષણ
(3) સ્વીકૃત વ્યાવસાયિક શિક્ષણ પાઠયક્રમના ભાગના રૂપમાં શિક્ષણ.
આ રીતે પ્રાથમિક શિક્ષણ તથા ઉચ્ચ માધ્યમિક સ્તરના શિક્ષણ અથવા કાયદા દ્વારા માન્ય યોગ્યતા માટે શિક્ષણ પૂરું પાડનારી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા અપાતી ભોજન / આવાસ સેવાઓ જીએસટીથી પૂર્ણ રીતે મુક્ત છે. શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓને અપાતી આવાસીય સુવિધાઓ માટે લેવાતી ફી જીએસટી માટે લાગુ પડતી નથી.
AP/J.khunt/GP
(Release ID: 1495542)
Visitor Counter : 165