મંત્રીમંડળ

મંત્રીમંડળે આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં ત્રણ નવી એમ્સ માટે ડિરેક્ટરની ત્રણ પોસ્ટ ઊભી કરવા મંજૂરી આપી

Posted On: 12 JUL 2017 3:31PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રિય મંત્રીમંડળની બેઠકમાં આંધ્રપ્રદેશમાં ગન્ટુર નજીક મંગલગિરી, પશ્ચિમ બંગાળમાં કલ્યાણી અને મહારાષ્ટ્રમાં નાગપુરમાં ત્રણ નવી એમ્સ માટે પૂર્વ-સંશોધિત સ્કેલ રૂ. 80,000 (ફિક્સ્ડ) (ઉપરાંત એનપીએ સીલિંગ મર્યાદા 85000)માં ડિરેક્ટર્સની ત્રણ પોસ્ટ ઊભી કરવા મંજૂરી આપી હતી.


એમ્સ કાયદા, 1956માં થયેલા સુધારા મુજબ એમ્સ (સુધારા) કાયદો, 2012 મુજબ, ઇન્સ્ટિટ્યૂટમાં એક ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હશે. તેમની નિમણૂક ઇન્સ્ટિટ્યૂટનાં ડિરેક્ટર તરીકે થશે અને ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તેમની નિમણૂક થશે, પણ તેમાં શરત એ છે કે ઇન્સ્ટિટ્યૂટનાં પ્રથમ ડિરેક્ટરની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા થશે. ડિરેક્ટર ઇન્સ્ટિટ્યૂટ અને ગવર્નિંગ બોડીનાં સેક્રેટરી તરીકે કામ કરશે તેમજ ત્રણ એમ્સની યોગ્ય કામગીરી અને સંચાલનમાં મદદ કરશે.

 

પોસ્ટ તાત્કાલિક ધોરણે યોગ્ય પ્રક્રિયાનું અનુસરણ કરીને ભરવામાં આવશે. ડિરેક્ટરની પોસ્ટ માટે વેતન પૂર્વ-સંશોધિત સ્કેલ રૂ. 80,000 (ફિક્સ્ડ) (ઉપરાંત એનપીએ ટોચ મર્યાદા 85000) છે. છઠ્ઠાં કેન્દ્રિય પગાર પંચ મુજબ, ડિરેક્ટરની દરેક પોસ્ટ માટે વાર્ષિક નાણાકીય વળતર આશરે રૂ. 25 લાખ હશે.


પૃષ્ઠભૂમિ

કેન્દ્રિય નાણાં મંત્રીએ વર્ષ 2014-15નાં તેમનાં બજેટ ભાષણમાં આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાં ચાર નવી એમ્સની સ્થાપના કરવાની જાહેરાત કરી હતી. મંત્રીમંડળે આંધ્રપ્રદેશમાં ગન્ટુર નજીક મંગલગિરીમાં, પશ્ચિમ બંગાળમાં કલ્યાણીમાં અને મહારાષ્ટ્રમાં નાગપુરમાં નવી એમ્સ સ્થાપના કરવા માટે મંજૂરી આપી હતી. આ માટે 07.10.15નાં રોજ રૂ. 4949 કરોડનાં ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. આ ત્રણ એમ્સની સ્થાપના પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (પીએમએસએસવાય)નો ભાગ છે.

 

પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (પીએમએસએસવાય)ની જાહેરાત વર્ષ 2003માં થઈ હતી, જેનો ઉદ્દેશ વાજબી/ભરોસાપાત્ર ટર્શરી હેલ્થકેર સેવાઓની ઉપલબ્ધતામાં પ્રાદેશિક અસંતુલન દૂર કરવાનો તથા દેશમાં ગુણવત્તાયુક્ત મેડિકલ એજ્યુકેશન માટેની સુવિધા વધારવાનો છે. પીએમએસએસવાય બે ઘટક ધરાવે છેઃ (1) એમ્સ જેવી સંસ્થાઓની સ્થાપના કરવી (2) સરકારી મેડિકલ કોલેજો/સંસ્થાઓને અપગ્રેડ કરવી. આ યોજના હેઠળ એમ્સની સ્થાપના ભુવનેશ્વર, ભોપાલ, રાયપુર, જોધપુર, ઋષિકેષ અને પટણામાં થઈ છે, ત્યારે રાયબરેલીમાં એમ્સની કામગીરી ચાલી રહી છે. ઉપરાંત નાગપુર (મહારાષ્ટ્ર), કલ્યાણી (પશ્ચિમ બંગાળ) અને મંગલગિરી (આંધ્રપ્રદેશમાં ગન્ટુર નજીક) એમ ત્રણ એમ્સને વર્ષ 2015માં મંજૂરી આપવામાં આવી છે અને વર્ષ 2016માં ભટિન્ડા અને ગોરખપુરમાં બે તથા વર્ષ 2017માં અસમમાં એક એમ્સની સ્થાપના કરવાની મંજૂરી આપવામાં આવી છે. નાગપુર (મહારાષ્ટ્ર), કલ્યાણી (પશ્ચિમ બંગાળ) અને ગન્ટુરમાં મંગલગિરી (આંધ્રપ્રદેશ)માં ત્રણ નવી એમ્સને કાર્યરત કરવા માટે ફેકલ્ટી અને નોન-ફેકલ્ટી પોઝિશન ભરવા અને ભૌતિક માળખું ઊભું કરવા જરૂરી તમામ પગલાં લેવામાં આવ્યાં છે. મંત્રીમંડળમાં લેવાયેવા નિર્ણય મુજબ, ગ્લોબલ બિડને આધારે આ ત્રણ એમ્સ માટે ડિઝાઇન કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી છે. આ એમ્સ માટે માસ્ટર પ્લાનને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે. વિસ્તૃત ડિઝાઇન તૈયાર કરવામાં આવી રહી છે. ખર્ચ વિભાગ સાથે ચર્ચાવિચારણા હાથ ધરીને ફેકલ્ટી અને નોન-ફેકલ્ટી પોઝિશન ઊભા કરવાની દરખાસ્ત છે.



(Release ID: 1495277) Visitor Counter : 143


Read this release in: English