મંત્રીમંડળ
મંત્રીમંડળે પગાર અને પેન્શનરી ફાયદા પર સાતમા સીપીસીની ભલામણોમાં સુધારાને મંજૂરી આપી
Posted On:
03 MAY 2017 8:31PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 7મા (કેન્દ્રીય પગાર પંચ)ના અમલીકરણમાં પગાર અને પેન્શન સંબંધિત લાભ પર ભલામણોમાં સુધારાવધારા સાથે સંબંધિત મહત્વપૂર્ણ દરખાસ્તોને મંજૂરી આપી હતી. અગાઉ જૂન, 2016માં મંત્રીમંડળે 2016-17 માટે રૂ. 84,933 કરોડના વધારાના નાણાકીય ખર્ચ સાથે ભલામણોના અમલીકરણને મંજૂરી આપી હતી (જેમાં 2015-16ના 2 મહિના માટે એરિઅર્સ સામેલ છે).
સૂચિત સુધારાવધારાના લાભ 1 જાન્યુઆરી, 2016થી ઉપલબ્ધ થશે એટલે સાતમા પગાર પંચની ભલામણોના અમલીકરણની તારીખથી. જ્યારે કેન્દ્ર સરકારનું મંત્રીમંડળ દ્વારા માન્ય વધારા સાથે વાર્ષિક પેન્શન બિલ રૂ. 1,76,071 કરોડ રહેવાની શક્યતા છે. મંત્રીમંડળના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો નીચે મુજબના છેઃ
1. વર્ષ 2016 અગાઉના પેન્શનર્સ અને ફેમિલી પેન્શનર્સના પેન્શનમાં સુધારો
મંત્રીમંડળે મંત્રીમંડળની મંજૂરી સાથે સેક્રેટરી (પેન્શન્સ)ના નેતૃત્વમાં રચિત સમિતિ દ્વારા સૂચિત ભલામણો પર આધારિત વર્ષ 2016 અગાઉના પેન્શનર્સ અને ફેમિલી પેન્શનર્સના પેન્શનમાં સુધારાની પદ્ધતિ સાથે સંબંધિત 7મા સીપીસીની ભલામણોમાં સુધારાને મંજૂરી આપી હતી. મંત્રીમંડળ દ્વારા માન્યતાપ્રાપ્ત સુધારેલ પેન્શનની સુધારેલી ફોર્મ્યુલા પેન્શનર્સને વધારાના લાભ ધરાવશે અને 2016-17 માટે ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત બીજી ફોર્મ્યુલા મુજબ પેન્શનમાં સુધારામાં સામેલ ખર્ચ કરતા વધુ રૂ. 5031 કરોડનો ખર્ચ થશે. તે વર્ષ 2016 પૂર્વે 55 લાખ નાગરિક અને સંરક્ષણ પેન્શનર્સ અને ફેમિલી પેન્શનર્સને લાભ આપશે.
જ્યારે 29મી જૂન, 2016ના રોજ સાતમા સીપીસીની ભલામણોના અમલીકરણને મંજૂરી આપવામાં આવી છે, ત્યારે મંત્રીમંડળે વર્ષ 2016 પૂર્વેના પેન્શનર્સ માટે સાતમા સીપીસી દ્વારા સૂચિત પેન્શન રિવિઝનની પરિવર્તિત પદ્ધતિને મંજૂરી આપી હતી, જેમાં બે વૈકલ્પિક ફોર્મ્યુલા સામેલ છે, જે સમિતિ દ્વારા ચકાસવામાં આવેલી પ્રથમ ફોર્મ્યુલાની વ્યવહારિકતાને આધિન છે.
મંત્રીમંડળના નિર્ણયની દ્રષ્ટિએ વર્ષ 2016 પૂર્વેના પેન્શનર્સનું પેન્શન બીજી ફોર્મ્યુલા મુજબ સુધારવામાં આવ્યું હતું, જે 2.57નાં ફિટમેન્ટ ફેક્ટર દ્વારા વર્તમાન પેન્શનનું મલ્ટિપ્લિકેશન કરે છે, છતાં પેન્શનર્સને સાતમા સીપીસીની ભલામણો મુજબ બે ફોર્મ્યુલામાં વધારે લાભદાયક ફોર્મ્યુલા પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો.
પેન્શનર્સને વધારે લાભદાયક વિકલ્પ પ્રદાન કરવા મંત્રીમંડળે સમિતિની ભલામણો સ્વીકારી છે, જે દરેક પેન્શનરને ઇશ્યૂ થયેલા પેન્શન પેમેન્ટ ઓર્ડર (પીપીઓ)માં સામેલ માહિતી પર આધારિત પેન્શનમાં સુધારો સૂચવે છે. અંદાજિત પગારના ફિક્સેશનની સુધારેલી પ્રક્રિયા વધારે વૈજ્ઞાનિક, તાર્કિક અને તમામ કેસમાં અમલ કરી શકાય તેવી છે. સમિતિ સેંકડો લાઇવ પેન્શન કેસોના વિશ્લેષણ પર આધારિત તારણો સુધી પહોંચી હતી. સુધારેલી ફોર્મ્યુલા સાતમા સીપીસી દ્વારા સૂચિત પ્રથમ ફોર્મ્યુલા કરતા વધારે પેન્શનર્સને લાભદાયક રહેશે, જે મોટી સંખ્યામાં કેસમાં રેકોર્ડની અનુપલબ્ધતાના કારણે અમલ કરવામાં વ્યવહારિક જણાઈ નહોતી તથા કેટલીક રીતે અસંગતતા હોવાનું પણ જાણવા મળ્યું હતું.
- સંરક્ષણ પેન્શનર્સ માટે વિકલાંગતા પેન્શન
મંત્રીમંડળે છઠ્ઠા સીપીસી પછી વિકલાંગતા પેન્શનલ અમલીકરણના ટકાવારી-આધારિત તંત્રને જાળવવાની મંજૂરી આપી હતી, જેની સાતમા સીપીસીમાં સ્લેબ-આધારિત સિસ્ટમને દૂર કરવાની ભલામણ થઈ હતી.
વિકલાંગતા પેન્શનનો મુદ્દો સ્લેબ-આધારિત સિસ્ટમ જાળવવા સંરક્ષણ દળો પાસેથી પ્રાપ્ત રજૂઆતોને કારણે સંરક્ષણ મંત્રાલય દ્વારા નેશનલ એનોમલી કમિટિને સુપરત કરવામાં આવ્યો હતો, કારણ કે તેનાથી વર્તમાન પેન્શનર્સ માટે વિકલાંગતા પેન્શનમાં ઘટાડો થશે અને ટકાવારી-આધારિત વિકલાંગતા પેન્શનની સરખામણીમાં ભવિષ્યના નિવૃત્ત કર્મચારીઓ માટે વિકલાંગતા પેન્શનની રકમમાં ઘટાડો થશે.
આ નિર્ણય વર્તમાન અને ભવિષ્યના ડિફેન્સ પેન્શનર્સને લાભદાયક રહેશે, જેમાં દર વર્ષે અંદાજે રૂ. 130 કરોડનો વધારાનો ખર્ચ થશે.
AP/J.Khunt/TR/GP
(Release ID: 1489179)
Visitor Counter : 66