મંત્રીમંડળ
મંત્રીમંડળે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટના અમલીકરણ માટે બાંગ્લાદેશને 4.5 અબજ ડોલરની થર્ડ લાઇન ઓફ ક્રેડિટ પર એમઓયુને મંજૂરી આપી
Posted On:
03 MAY 2017 8:37PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં બાંગ્લાદેશને વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે 4.5 અબજ ડોલરની થર્ડ લાઇન ઓફ ક્રેડિટ (એલઓસી) પર સમજૂતીકરાર (એમઓયુ)ને વાસ્તવિક પરિણામ પર આધારિત મંજૂરી આપવામાં આવી છે.
બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રીની એપ્રિલ, 2017માં મુલાકાત દરમિયાન આ એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા.
આ એમઓયુ વ્યૂહાત્મક ભાગીદારી, બાંગ્લાદેશમાં માળખાગત સુવિધાઓના વિકાસ, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જોડાણ વધારવા માટેની સુવિધા પ્રદાન કરે છે, જેથી ઉત્તર પૂર્વ વિસ્તાર સાથે જોડાણમાં વધારો થશે તથા બાંગ્લાદેશમાં ભારતીય કંપનીઓ માટે નવી વ્યાવસાયિક તકો ઊભી થશે.
બાંગ્લાદેશને કન્સેશનલ ફાઇનાન્સિંગ સિસ્ટમ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરશે અને વિકાસલક્ષી સહકાર વધારશે.
એમઓયુમાં વિવિધ પ્રોજેક્ટની યાદી પ્રદાન કરવામાં આવી છે, જે કન્સેશનલ ફાઇનાન્સિંગ સિસ્ટમ હાથ ધરશે. આ એલઓસી હેઠળ ભારતના હિતો આગળ વધારતા પ્રોજેક્ટ સુનિશ્ચિત કરવાની તક પ્રદાન કરે છે.
કેટલાંક પ્રોજેક્ટ ભારતના ઉત્તર પૂર્વ વિસ્તારને ભારતના મુખ્ય વિસ્તારો અને બહારની દુનિયા સાથે શ્રેષ્ઠ અને ઝડપી જોડાણ સુનિશ્ચિત કરશે. તેઓ ભારતની સુરક્ષા પણ સુનિશ્ચિત કરશે અને ભારતીય કંપનીઓ માટે વ્યવસાયની તકો ઊભી કરશે.
(Release ID: 1489176)
Visitor Counter : 62