માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય

દિલ્હીમાં ગીચતા ઘટાડવા માટે ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવેનું નિર્માણકાર્ય ઓગસ્ટ, 2017 સુધીમાં પૂર્ણ થશે


ઇપીઇ વૈશ્વિક કક્ષાની સ્માર્ટ સુવિધાઓ સાથે દેશનો પ્રથમ ગ્રીન એક્સપ્રેસ બનશે

શ્રી નીતિન ગડકરીએ હવાઈ સર્વે કર્યો અને નિર્માણસ્થળે પત્રકાર પરિષદને સંબોધન કર્યું

દેશમાં પરિવહન ક્રાંતિ લાવવા સરકારની યોજનાની રૂપરેખા આપી

Posted On: 28 APR 2017 8:15PM by PIB Ahmedabad
Press Release photo

નવી દિલ્હી

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ કોંડલી-ગાઝિયાબાદ-પલવલમાંથી પસાર થતાં 135 કિમીની લંબાઈ ધરાવતાં ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવેનાં નિર્માણકાર્યનો હવાઈ સર્વે કર્યો હતો. આ હવાઈ મુલાકાતમાં મંત્રીની સાથે મીડિયાનાં પ્રતિનિધિઓ જોડાયા હતા.

 

પલવલ નજીક પત્રકાર પરિષદને સંબોધતા શ્રી ગડકરીએ કહ્યું હતું કે, એક્સપ્રેસ વેનું લગભગ 60 ટકા નિર્માણ પૂર્ણ થયું છે અને તેમને આશા છે કે ચાલુ વર્ષે ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થશે.

 

પેરિફરલ એક્સપ્રેસ વે એક્સપ્રેસ વે ધરાવે છે – વેસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે (ડબલ્યુપીઇ) અને ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે (ઇપીઇ), જે દિલ્હીની પશ્ચિમ અને પૂર્વ બાજુએથી એનએચ-1 અને એનએચ-2ને જોડે છે. ઇપીઇ અને ડબલ્યુપીઇ કુલ 270 કિમીની લંબાઈ ધરાવતો દિલ્હીની ફરતે રિંગ રોડ બનાવતો એક પ્રોજેક્ટ ધરાવે છે. તેમાં આશરે 183 કિમી હરિયાણા રાજ્યમાંથી પસાર થાય છે, ત્યારે બાકીનાં 87 કિમીની લંબાઈ ધરાવતો માર્ગ ઉત્તરપ્રદેશમાંથી પસાર થાય છે.

 

શ્રી ગડકરીએ કહ્યું હતું કે, એક વખત બંને એક્સપ્રેસનું નિર્માણ પૂર્ણ થશે પછી સંયુક્તપણે દિલ્હી માટે ન હોય તેવા ટ્રાફિકને બાયપાસ મળશે અને તે પડોશી રાજ્યો ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, જમ્મુ-કાશ્મીર તરફ આગળ વધશે. તેનાથી દિલ્હીમાં ટ્રાફિકની ગીચતા ઘટવાની સાથે પ્રદૂષણમાં લગભગ 50 ટકાનો ઘટાડો થશે.

 

એક્સપ્રેસવે આધુનિક, વૈશ્વિક કક્ષાની સ્માર્ટ ટેકનોલોજી અને ઇન્ટેલિજન્ટ હાઇવે ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ, વીડિયો ઇન્સિડન્ટ ડિટેક્શન સિસ્ટમ જેવી માર્ગ સલામતીની અને ટોલ ડિસ્ટન્સ ટ્રાવેલ પર ચાર્જ થશે એવી ક્લોઝ ટોલિંગ સિસ્ટમ સાથે સજ્જ હશે એવું આયોજન કરવામાં આવ્યું છે.

 

મંત્રીએ એવી જાણકારી પણ આપી હતી કે ઇપીઇ દેશનો પ્રથમ ગ્રીન હાઇવે હશે, જેનાં પર આશરે 2.5 લાખ વૃક્ષો હશે અને સંપૂર્ણપણે સૌર ઊર્જાનો ઉપયોગ થશે. અહીં ટૂંકા અંતરે વરસાદનાં પાણીનો સંચય કરવાની સુવિધા પણ હશે. હાઇવેનાં માર્ગો પર બાજુમાં પેટ્રોલ પમ્પો, મોટેલ્સ, રેસ્ટોરાં વગેરે જેવી સુવિધાઓ પણ હશે.

 

એક્સપ્રેસવેથી એનસીઆર રિજન તથા પડોશી રાજ્યો ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડનાં ખેડૂતો, વેપારીઓ અને લોકોને મોટો ફાયદો થશે, કારણ કે રિજનમાં શ્રેષ્ઠ રોડ કનેક્ટિવિટી પ્રદાન કરશે. પ્રોજેક્ટ રિજનમાં પરિવહન માળખાને મોટું પ્રોત્સાહન આપશે, જે તેને ઝડપી, વધારે કાર્યદક્ષ બનાવશે અને પ્રદૂષણ ઓછું થશે, જેના પરિણામે સંપૂર્ણ અર્થતંત્રને પ્રોત્સાહન મળશે.

 

પ્રોજેક્ટ પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બંને રીતે રોજગારીનું સર્જન કરશે. ઇપીએનું નિર્માણ કાર્ય 40 લાખ માનવદિવસોની રોજગારીનું સર્જન કરે છે. 2100 એન્જિનીયર્સ અને 5200 કામદારોને દરરોજ રોજગારી મળે છે. આ ઉપરાંત ગ્રીન બેલ્ટ બનાવવા અને તેને જાળવવામાં સ્થાનિક પ્રદૂષણ ઘટશે. માર્ગની બાજુઓમાં સુવિધાઓ સ્થાનિક ઉત્પાદન માટે બજાર પૂરું પાડશે.

 

શ્રી ગડકરીએ જાણકારી આપી હતી કે, ઇસ્ટર્ન અને વેસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ માટે જમીનનાં સંપાદન સામે ખેડૂતોને રૂ. 7700 કરોડનું વળતર આપવામાં આવ્યું હતું.

 

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, અર્થતંત્રને વેગ આપવા અને લોજિસ્ટિક ખર્ચ ઘટાડવા કાર્યદક્ષ અને સંકલિત પરિવહન વ્યવસ્થા જરૂરી છે. તેમણે માહિતી આપી હતી કે, દેશનાં અન્ય ભાગોમાં 12 એક્સપ્રેસવેનું નિર્માણ ચાલી રહ્યું છે, જેમાં દિલ્હી-મેરઠ, દિલ્હી-જયપુર, દિલ્હી-લુધિયાણા-અમૃતસર-કટરા, મુંબઈ-વડોદરા, બેંગાલુરુ-ચેન્નાઈ, હૈદરાબાદ-વિજયવાડા-અમરાવતી, હૈદરાબાદ-બેંગાલુરુ, નાગપુર-હૈદરાબાદ અને અમરાવતી રિંગ રોડ એક્સપ્રેસવે સામેલ છે.

 

શ્રી ગડકરીએ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, સરકાર 2 લાખ કિમીનાં રાષ્ટ્રીય રાજમાર્ગોનું નિર્માણ કરવાનાં લક્ષ્યાંકને પૂર્ણ કરવા ઝડપથી અગ્રેસર છે. આશરે 57000 કિમીનાં રાષ્ટ્રીય રાજમાર્ગથી શરૂ કરીને આપણે 103933 કિમીનાં આંકડા સુધી પહોંચ્યાં છીએ. તેમણે કહ્યું હતું કે, સમગ્ર દેશમાં રાષ્ટ્રીય રાજમાર્ગોનું નિર્માણ કરવાની ઝડપમાં ઘણો વધારો થયો છે. ચાલુ વર્ષે 16000 કિમીનાં રાષ્ટ્રીય રાજમાર્ગોનું નિર્માણનું કામ સુપરત કરવામાં આવ્યું હતું એ એક વિક્રમ છે. તેમણે જણાવ્યું હતું કે, આગામી વર્ષ માટે 25000 કિમીનું કામ સુપરત કરવાનો લક્ષ્યાંક છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, નિર્માણકાર્યની દૈનિક સરેરાશ 2 કિમીથી વધીને (ત્રણ વર્ષ અગાઉની) અત્યારે 22 કિમી થઈ છે.

 

રાજ્ય કક્ષાનાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી શ્રી ક્રિષ્ન પાલ ગુર્જર અને એનએચએઆઈનાં ચેરમેન શ્રી યુધવીર સિંહ મલિક પણ પત્રકાર પરિષદમાં હાજર હતાં.

****    

J.Khunt



(Release ID: 1488867) Visitor Counter : 46


Read this release in: English