મંત્રીમંડળ
મંત્રીમંડળે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સહકાર સ્થાપિત કરવા ભારત અને રશિયા વચ્ચે થયેલા એમઓયુને મંજૂરી આપી
Posted On:
12 APR 2017 8:31PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ઓક્ટોબર, 2016માં વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારત અને રશિયા વચ્ચે થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપી હતી.
આ એમઓયુનો ઉદ્દેશ ડીએસટી મારફતે રશિયા પ્રજાસત્તાક સંઘની એજન્સી અને વૈજ્ઞાનિક સંસ્થાઓ અને વિજ્ઞાનીઓ અને ભારતની વૈજ્ઞાનિક સંસ્થાઓ, વિજ્ઞાનીઓ વચ્ચે સંયુક્ત વૈજ્ઞાનિક અને સંશોધન પ્રવૃત્તિઓને સુલભ બનાવવાનો અને સાથસહકાર આપવાનો છે.
આ એમઓયુ અંતર્ગત બંને પક્ષો નીચેની બાબતોમાં સહકાર આપશે:
- પારસ્પરિક હિત ધરાવતી કોન્ફરન્સ, ફોરમ, પ્રદર્શનો, સેમિનાર વિશે માહિતી માહિતીનું આદાનપ્રદાન;
- સંયુક્ત સંશોધન હાથ ધરવા, બંને પક્ષો દ્વારા સંયુક્તપણે નક્કી કરવામાં આવેલા વિષયો પર વૈજ્ઞાનિક પ્રોજેક્ટ્સની રચના માટે સાથસહકાર આપવો અને શરતોની જોગવાઈ કરવી;
- સંયુક્ત વૈજ્ઞાનિક કાર્યક્રમો હાથ ધરવા (સેમિનાર, કોન્ફરન્સ, રાઉન્ડ ટેબલ), જેનો ઉદ્દેશ બંને પક્ષોએ નક્કી કરેલા ક્ષેત્રોમાં બંને દેશોનાં વિજ્ઞાનીઓ વચ્ચે સીધું જોડાણ સ્થાપિત કરવાનો છે;
- બંને પક્ષોની વૈજ્ઞાનિક સંસ્થાઓ, વિજ્ઞાનીઓ અને નિષ્ણાતો વચ્ચે સીધું જોડાણ સ્થાપિત કરવા સાથસહકાર આપવો;
- વિજ્ઞાનને લોકપ્રિય બનાવવાના આશય સાથે સંયુક્ત વૈજ્ઞાનિક પ્રવૃત્તિના મીડિયા કવરેજની જોગવાઈ કરવી;
- ઉદ્યોગની ભાગીદારી સાથે આંતર-શાખાકીય અને બહુ-સંસ્થાકીય પ્રોજેક્ટ્સ વિકસાવવા.
એમઓયુ હસ્તાક્ષર થયાની તારીખથી અમલમાં આવ્યા હતા અને 5 વર્ષ માટે માન્ય રહેશે. વર્તમાન એમઓયુનો અમલ વધુ પાંચ વર્ષ માટે લંબાવી શકાશે, જો 5 વર્ષની મુદ્દત પૂર્ણ થયાના ઓછામાં ઓછા 6 મહિના અગાઉ કોઈ પણ પક્ષ તેને રદ કરવાના આશયની લેખિત સમજૂતી દ્વારા જાણ નહીં કરે તો.
(Release ID: 1487783)
Visitor Counter : 70