ગૃહ મંત્રાલય

ગૃહ રાજ્યમંત્રી શ્રી કિરેન રિજિજૂએ એનડીએમપીની સમીક્ષા કાર્યશાળાનું ઉદ્ઘાટન કર્યું

Posted On: 12 APR 2017 3:48PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 12-04-2017

 

ગૃહ રાજ્યમંત્રી શ્રી કિરેન રિજિજૂએ આજે (12-04-2017) નવી દિલ્હીમાં રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન યોજના (એડીએમપી)ની સમીક્ષા માટેની બે દિવસીય કાર્યશાળાનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યશાળા રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન ઓથોરીટી (એનડીએમએ) દ્વારા આયોજિત કરાઈ છે.

આ પ્રસંગે શ્રી કિરેન રિજિજૂએ કહ્યું કે એ આવશ્યક છે કે આપણે આપત્તિ જોખમ ઘટાડા (ડીઆરઆર)નો પોતાના વહિવટમાં સમાવેશ કરીએ. તેમણે કહ્યું કે આ સમીક્ષા ભવિષ્યમાં આવનારી આપત્તિઓની વ્યવસ્થામાં પ્રમુખ રૂપથી સહાયક થશે.

એનડીએમપી દેશની પહેલી રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન યોજના છે, જેનો શુભારંભ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગત વર્ષે જૂનમાં કર્યો હતો. આ યોજનાની ઊભરતા વૈશ્વિક પ્રયત્નો અને રાષ્ટ્રીય અનુભવોને સમાયોજિત કરવા માટે સમય-સમય પર સમીક્ષા કરવામાં આવે છે. ગત વર્ષે નવેમ્બરમાં ડીઆરઆર પર એશિયાઈ મંત્રીસ્તરીય સંમેલન દરમિયાન ડીઆરઆર પર પ્રધાનમંત્રીનો 10 સૂત્રીય એજન્ડા આ યોજનાના સંશોધનમાં માર્ગદર્શન દસ્તાવેજના રૂપમાં લાભદાયક હશે.

દરેક હિતધારકો માટે મહત્વપૂર્ણ આ યોજનાની સમીક્ષા કરવાનો આગ્રહ કરતા પ્રધાનમંત્રીના અધિક મુખ્ય સચિવ ડૉ. પી. કે. મિશ્રાએ કહ્યું કે યોજનાની સમીક્ષા કરતી વખતે સામાજિક – આર્થિક વાસ્તવિકતાઓ અને પરિવર્તનોને ધ્યાનમાં રાખવા મહત્વપૂર્ણ છે.

સમીક્ષા પ્રક્રિયામાં સહભાગિતા અને અને સમાવેશી બનાવવા માટે એનડીએમએએ રાષ્ટ્રીય યોજના પર રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારોના મંત્રાલયો પાસેથી પણ સૂચનો માગ્યા હતા.

આ કાર્યશાળાની રચનાના મુદ્દા ઝડપથી આયોજિત થનારી આગામી રાષ્ટ્રીય આપત્તિ જોખમ ઘટાડા (એનપીડીઆરઆર) મંચ પર વિચાર-વિમર્શનો ભાગ હશે.

કાર્યશાળાના પહેલા દિવસે એનડીએમએ અને ગૃહ મંત્રાલય, રાજ્ય સરકારો તથા બિન-સરકારી સંગઠનો (એનજીઓ)ના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો.

 

AP/J.Khunt/GP              


(Release ID: 1487664) Visitor Counter : 86


Read this release in: English