સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
શ્રી મનોજ સિંહાએ ‘ક્યૂબ સ્કાઉટ્સ’ પર ડાક ટિકિટ બહાર પાડી
प्रविष्टि तिथि:
30 MAR 2017 5:58PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 30-03-2017
કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી મનોજ સિંહાએ આજે (30-03-2017) ભારત તેમજ વિદેશમાં ક્યૂબ સ્કાઉટ્સના 100 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં ‘ક્યૂબ સ્કાઉટ્સ’ પર એક ડાક ટિકિટ બહાર પાડી છે. આ અવસર પર સંબોધિત કરતા મંત્રીએ કહ્યું કે સ્કાઉટિંગનો ઉદ્દેશ શારીરિક, માનસિક તેમજ આધ્યાત્મિક વિકાસમાં યુવાનોની મદદ કરવાનો છે જેથી સમાજના વિકાસમાં યુવાઓ દ્વારા રચનાત્મક ભૂમિકા નિભાવી શકાય. તેમણે કહ્યું કે દેશના સમગ્ર વિકાસમાં ભારત સ્કાઉટ્સ તેમજ ગાઈડે મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે. આ સંગઠન અને એના સાથે જોડાયેલ લોકો માર્ગ તેમજ રેલ સુરક્ષા, સ્વચ્છ ભારત મિશન તથા કુદરતી આપત્તિઓ સહિત વિકાસની વિભિન્ન ગતિવિધિઓમાં પણ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે. શ્રી સિન્હાએ આશા વ્યક્ત કરતા કહ્યું કે સ્કાઉટ્સ ભવિષ્યમાં સમાજના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવાનું કાર્ય ચાલુ રાખે.
ક્યૂબ સ્કાઉટિંગ 08 થી 11 વર્ષની ઉંમરના વર્ગના બાળકો માટે છે. ક્યૂબિંગમાં રમત, ગેમ, વાર્તા, નાટક, અભિનય, હસ્તશિલ્પ અને સ્ટાર પરીક્ષણ તેમજ બેઝના માધ્યમથી કાર્ય કરવું સામેલ છે. ત્યાં જ બીજી તરફ, સ્કાઉટિંગ 11 થી 17 ઉંમર વર્ગના યુવાઓને સાર્વજનિક પાર્કો, ખુલ્લા મેદાન વિગેરે કાર્યોમાં તેમનો સમાવેશ કરવા માટે વિકસિત કરાયું હતું.
શ્રી મનોજ સિન્હાએ કહ્યું કે સ્કાઉટિંગ મિશનનો ઉદ્દેશ્ય શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરવા માટે સ્કાઉટ વાયદા તેમજ કાયદા પર આધારિત મૂલ્ય પ્રણાલી દ્વારા યુવા લોકોની શિક્ષામાં મહત્વપૂર્ણ યોગદાન આપવાનો છે. આ પ્રક્રિયામાં એક એવા સમાજના નિર્માણની કલ્પના છે, જ્યાં વ્યક્તિગત રૂપ થી લોકો સ્વયંને સ્વયંસેવક સમજે અને સમાજમાં એક રચનાત્મક ભૂમિકા અદા કરે.
J.Khunt/GP
(रिलीज़ आईडी: 1486202)
आगंतुक पटल : 232
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English