પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ઉત્તરાખંડના પૌરી ગઢવાલ જિલ્લામાં બનેલી દુર્ઘટનામાં જાનહાનિ અંગે પ્રધાનમંત્રી દ્વારા શોક વ્યક્ત


પ્રધાનમંત્રીએ PMNRFમાંથી આર્થિક સહાયની જાહેરાત કરી

પોસ્ટેડ ઓન: 28 NOV 2026 5:15PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના પૌરી ગઢવાલ જિલ્લામાં બનેલી એક દુર્ઘટનામાં જાનહાનિ અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના પાઠવી અને ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના કરી.

પ્રધાનમંત્રીએ મૃતકોના નજીકના સંબંધીઓને PMNRF માંથી ₹2 લાખ અને ઇજાગ્રસ્તોને ₹50,000 ની આર્થિક સહાય (ex-gratia) આપવાની જાહેરાત કરી.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;

"ઉત્તરાખંડના પૌરી ગઢવાલ જિલ્લામાં બનેલી દુર્ઘટનામાં જાનહાનિ અંગે જાણીને અત્યંત વ્યથિત છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના કરું છું.

જાનહાનિ પામેલા પ્રત્યેક વ્યક્તિના નજીકના સંબંધીઓને PMNRF માંથી ₹2 લાખની આર્થિક સહાય આપવામાં આવશે. ઇજાગ્રસ્તોને ₹50,000 આપવામાં આવશે: PM @narendramodi"

SM/JY/JD


(રીલીઝ આઈડી: 2343085) મુલાકાતી સંખ્યા : 6
આ રીલીઝ વાંચો: English