ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે સરહદ પારની ડ્રગ્સની હેરાફેરીને નિષ્ફળ બનાવવા માટે સંયુક્ત રીતે શરૂ કરાયેલા ઓપરેશન મોનસૂન થંડરની અનુકરણીય સફળતા બદલ NCB અને US DEA ને અભિનંદન પાઠવ્યા


આ અભિયાન હેઠળ ભારત અને અમેરિકામાં કરવામાં આવેલી ધરપકડો અને જપ્તીઓ ડ્રગ્સના જોખમને રોકવામાં ભારત-અમેરિકા ભાગીદારીની શક્તિના પ્રમાણ તરીકે ઊભી છે

પ્રધાનમંત્રી મોદી જીના નેતૃત્વમાં, અમે એ સુનિશ્ચિત કરવા માટે દૃઢપણે પ્રતિબદ્ધ છીએ કે નશીલા પદાર્થોનો એક ગ્રામ પણ ન તો ભારતમાં પ્રવેશે કે ન તો અન્ય દેશોમાં જાય

ભારતમાં અમેરિકાના રાજદૂતે પણ NCB અને US DEA ની સંયુક્ત સફળતા પર પ્રકાશ પાડતા ઓપરેશન મોનસૂન થંડરની પ્રશંસા કરી

અમેરિકાના રાજદૂતે ગૃહમંત્રી શ્રી અમિત શાહના નેતૃત્વ બદલ તેમનો આભાર માન્યો

પોસ્ટેડ ઓન: 21 NOV 2026 5:55PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે સરહદ પારની ડ્રગ્સની હેરાફેરીને નિષ્ફળ બનાવવા માટે સંયુક્ત રીતે શરૂ કરાયેલા ઓપરેશન મોનસૂન થંડરની અનુકરણીય સફળતા બદલ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને યુએસ ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશનને અભિનંદન પાઠવ્યા છે.

ગૃહમંત્રીએ X પર પોસ્ટ કર્યું કે, “સરહદ પારની ડ્રગ્સની હેરાફેરીને નિષ્ફળ બનાવવા માટે સંયુક્ત રીતે શરૂ કરાયેલા ઓપરેશન મોનસૂન થંડરની અનુકરણીય સફળતા બદલ NCB અને US DEA ને હાર્દિક અભિનંદન. આ અભિયાન હેઠળ ભારત અને અમેરિકામાં કરવામાં આવેલી ધરપકડો અને જપ્તીઓ ડ્રગ્સના જોખમને રોકવામાં ભારત-અમેરિકા ભાગીદારીની શક્તિના પ્રમાણ તરીકે ઊભી છે. પ્રધાનમંત્રી મોદી જીના નેતૃત્વમાં, અમે એ સુનિશ્ચિત કરવા માટે દૃઢપણે પ્રતિબદ્ધ છીએ કે નશીલા પદાર્થોનો એક ગ્રામ પણ ન તો ભારતમાં પ્રવેશે કે ન તો અન્ય દેશોમાં જાય.”

 

ભારતમાં અમેરિકાના રાજદૂત શ્રી સર્જિયો ગોરે પણ NCB અને US DEA ની સંયુક્ત સફળતા પર પ્રકાશ પાડતા ઓપરેશન મોનસૂન થંડરની પ્રશંસા કરી હતી.

અમેરિકાના રાજદૂતે X પર પોસ્ટ કર્યું કે, “કાર્યરત યુ.એસ.-ઈન્ડિયા ભાગીદારીનું એક ઉત્તમ ઉદાહરણ! ઓપરેશન મોનસૂન થંડર હેઠળ, ભારતના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ, યુ.એસ. DEA ના ગાઢ સંકલનમાં રહીને સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં ગ્રાહકોને ગેરકાયદેસર ડ્રગ્સ સપ્લાય કરતા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ હેરાફેરી નેટવર્કને તોડી પાડ્યું — અને છ વ્યક્તિઓની ધરપકડ કરી. તમારા નેતૃત્વ બદલ ગૃહમંત્રી @AmitShah નો આભાર.'

 

મુખ્ય કામગીરીલક્ષી પરિણામો:

  • 4 ભારતીય શહેરોમાં 6 વ્યક્તિઓની ધરપકડ
  • અમેરિકામાં મોકલવામાં આવેલી લગભગ 500 હજાર ટેબલેટ્સ સંબંધિત આશરે 3,000 પાર્સલની ઓળખ કરવામાં આવી
  • 59,000 થી વધુ યુએસ વિષયો સંબંધિત ડેટા US DEA સાથે શેર કરવામાં આવ્યો
  • US DEA દ્વારા 2 લાઈવ કન્સાઈનમેન્ટ અટકાવવામાં આવ્યા

આ કામગીરી ભારત–અમેરિકા કાયદા અમલીકરણ સહયોગની મજબૂતાઈ અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ હેરાફેરી નેટવર્કને નાબૂદ કરવા માટે બંને એજન્સીઓની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. મુખ્ય સૂત્રધારો, ડ્રોપશિપર્સની ઓળખ કરવા, નાણાકીય આવકનો પત્તો લગાવવા અને વ્યાપક આંતરરાષ્ટ્રીય જોડાણો સ્થાપિત કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે.”

SM/NP/JD


(રીલીઝ આઈડી: 2339636) મુલાકાતી સંખ્યા : 10
આ રીલીઝ વાંચો: English , हिन्दी