પોસ્ટેડ ઓન:
20 NOV 2026 3:19PM by PIB Ahmedabad
ટપાલ વિભાગ, દિલ્હી સર્કલ દ્વારા 26.11.2026 ના રોજ 'સર્કલ લેવલ - ડાક અદાલત'નું આયોજન કરવામાં આવશે. આ અદાલત ફક્ત રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી / દિલ્હી રાજ્ય હેઠળની ટપાલ સેવાઓ સંબંધિત ફરિયાદોના નિવારણ માટે છે. અદાલતનું સ્થળ: ચીફ પોસ્ટમાસ્ટર જનરલની કચેરી, દિલ્હી સર્કલ, 3જો માળ, મેઘદૂત ભવન, ઝંડેવાલાન મેટ્રો સ્ટેશન પાસે, નવી દિલ્હી- 110001. સમય: સવારે 11:00 કલાકે.
આ અદાલત દરેક ફરિયાદીની વ્યક્તિગત રીતે રજૂઆત સાંભળશે અને જાહેર જનતાની ફરિયાદો/સમસ્યાઓનું નિવારણ કરશે.
અદાલતમાં વિચારણા માટેની ફરિયાદો આસિસ્ટન્ટ ડિરેક્ટર (CS), ચીફ પોસ્ટમાસ્ટર જનરલની કચેરી, દિલ્હી સર્કલ, નવી દિલ્હી 110001 ને મોડામાં મોડી 24-11-2026 (મંગળવાર) સુધીમાં મળી જવી જોઈએ. નિયત તારીખ પછી મળેલી ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
ફરિયાદ નક્કર અને ટૂંકી હોવી જોઈએ. સામાન્ય પ્રકારની અને નીતિવિષયક બાબતોની ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
સર્કલ લેવલ ડાક અદાલત ફક્ત એવી ફરિયાદો માટે જ છે જે ડિવિઝનલ લેવલ ડાક અદાલતોમાં ઉઠાવવામાં આવી હોય અને હજુ પણ નિવારણ માટે પડતર હોય.
SM/DK/JD