રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરના પ્રથમ સેક્શનમાં 20 નવેમ્બર 2026થી વીજળી પુરવઠો શરૂ કરવામાં આવશે

પોસ્ટેડ ઓન: 18 NOV 2026 12:29PM by PIB Ahmedabad

મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત સુરત અને બીલીમોરા વચ્ચેના પ્રથમ સેક્શનમાં 20 નવેમ્બર 2026થી ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE) સિસ્ટમને વીજળીથી સક્રિય (Energise) કરવામાં આવશે. આ પ્રોજેક્ટની પ્રગતિમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થશે.

મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરમાં આધુનિક 2 × 25 kV ઓવરહેડ ટ્રેક્શન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

સુરત અને બીલીમોરા વચ્ચેના આશરે 50 કિલોમીટર લાંબા આ સેક્શનમાં એલિવેટેડ ટ્રેક પર અપ અને ડાઉન એમ બંને લાઇનોનો સમાવેશ થાય છે.

508 કિલોમીટર લાંબા આ કોરિડોરમાં વીજળી પુરવઠા માટે 14 ટ્રેક્શન સબ-સ્ટેશન (TSS) બનાવવામાં આવી રહ્યાં છે. આ સબ-સ્ટેશન ગ્રીડમાંથી વીજળી મેળવશે અને તેને ઓવરહેડ ટ્રેક્શન સિસ્ટમ સુધી પહોંચાડશે.

સમગ્ર વીજ પુરવઠા પ્રણાલીનું મોનિટરિંગ એક કેન્દ્રીયકૃત નિયંત્રણ કેન્દ્ર (Centralised Control Centre) દ્વારા કરવામાં આવશે, જેથી સુરક્ષિત અને અવિરત કામગીરી સુનિશ્ચિત કરી શકાય.

જાહેર સુરક્ષા અંગેની સલાહ

ઓવરહેડ વીજળી પ્રણાલીને સક્રિય કર્યા બાદ સંબંધિત સેક્શનમાં લગાવવામાં આવેલા વીજળીના તાર હંમેશાં વીજપ્રવાહિત રહેશે.

સામાન્ય જનતા, ખાસ કરીને કોરિડોરની આસપાસ રહેતા રહેવાસીઓ, મુસાફરો, બાંધકામ કાર્યમાં જોડાયેલા શ્રમિકો અને અન્ય તમામ લોકોને કડક સલાહ આપવામાં આવે છે કે તેઓ વીજળીના તાર અને સંબંધિત વિદ્યુત ઉપકરણોથી દૂર રહે, તેમને સ્પર્શ કરવાનો પ્રયાસ ન કરે અને તેમની આસપાસ કોઈપણ પ્રકારનું અનધિકૃત કાર્ય ન કરે.

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2337780) મુલાકાતી સંખ્યા : 37
આ રીલીઝ વાંચો: English