સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
પ્રિન્સિપલ CCA, અમદાવાદની કચેરી દ્વારા તા. 16.11.2026ના રોજ સુરત ખાતે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ કેમ્પનું આયોજન
પોસ્ટેડ ઓન:
16 NOV 2026 3:49PM by PIB Ahmedabad
ભારત સરકારના કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય હેઠળના પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ (DoPPW) દ્વારા આયોજિત દેશવ્યાપી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ અભિયાન 5.0 અંતર્ગત, પેન્શનરોને તેમનું વાર્ષિક જીવન પ્રમાણપત્ર (Life Certificate) રજૂ કરવામાં સુવિધા મળી રહે તે હેતુથી, પ્રિન્સિપલ કંટ્રોલર ઓફ કોમ્યુનિકેશન એકાઉન્ટ્સ (પ્ર. CCA), અમદાવાદ દ્વારા તા. 16 નવેમ્બર, 2026ના રોજ સુરત ખાતે સફળતાપૂર્વક ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં મોટી સંખ્યામાં પેન્શનરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ઉપલબ્ધ સેવાઓનો લાભ લીધો હતો. પેન્શનરોની સુવિધા માટે નવેમ્બર 2026 દરમિયાન પ્રિન્સિપલ કંટ્રોલર ઓફ કોમ્યુનિકેશન એકાઉન્ટ્સની કચેરી, અમદાવાદ ખાતે પણ DLC કેમ્પ ચાલુ રહેશે, જેથી પેન્શનરો કચેરીની મુલાકાત લઈને આ સુવિધાનો લાભ લઈ શકે

(રીલીઝ આઈડી: 2336906)
મુલાકાતી સંખ્યા : 37