સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

પ્રિન્સિપલ CCA, અમદાવાદની કચેરી દ્વારા તા. 16.11.2026ના રોજ સુરત ખાતે 65મી ત્રિમાસિક પેન્શન અદાલતનું આયોજન

પોસ્ટેડ ઓન: 16 NOV 2026 3:38PM by PIB Ahmedabad

પ્રિન્સિપલ કંટ્રોલર ઓફ કોમ્યુનિકેશન એકાઉન્ટ્સ (પ્ર. CCA), અમદાવાદની કચેરી દ્વારા તા. 16 નવેમ્બર, 2026ના રોજ સવારે 11:00 કલાકે સુરત ખાતે 65મી ત્રિમાસિક પેન્શન અદાલતનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ પેન્શન અદાલતમાં 50થી વધુ પેન્શનરો તેમજ પેન્શનર્સ એસોસિએશનના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો અને પેન્શન સંબંધિત પોતાની સમસ્યાઓ તથા રજૂઆતો રજૂ કરી હતી. આ દરમિયાન નોશનલ ઇન્ક્રિમેન્ટ (કાલ્પનિક પગારવધારો) અને પેન્શનર ઓળખપત્રને લગતા અનેક પ્રશ્નો હાથ ધરવામાં આવ્યા હતા અને સંબંધિત પેન્શનરોને તાત્કાલિક રાહત મળે તે હેતુથી સ્થળ પર જ તેમનો નિકાલ કરવામાં આવ્યો હતો.

પેન્શન અદાલત પેન્શનરો સાથે સીધો સંવાદ સાધવા, તેમની સમસ્યાઓ સમજવા અને તેમની રજૂઆતોનો સમયસર ઉકેલ લાવવા માટે એક મહત્વપૂર્ણ મંચ સાબિત થઈ હતી. આ પહેલ પેન્શનરોના કલ્યાણ પ્રત્યે વિભાગની સતત પ્રતિબદ્ધતા તેમજ તેમને સરળતાથી ઉપલબ્ધ, ઝડપી અને કાર્યક્ષમ સેવાઓ પૂરી પાડવાના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે.


(રીલીઝ આઈડી: 2336900) મુલાકાતી સંખ્યા : 47
આ રીલીઝ વાંચો: English