પોસ્ટેડ ઓન:
10 NOV 2026 9:16AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવા વર્ષના શુભ અવસર પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે પ્રાર્થના કરી કે આ નવી શરૂઆત દરેકના જીવનમાં ખુશી, શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારીની નવી આશાઓ લાવે.
પ્રધાનમંત્રીએ પ્રાર્થના કરી કે દરેકનું જીવન સારા સ્વાસ્થ્ય, ઉત્સાહ અને આનંદથી ભરેલું રહે.
પ્રધાનમંત્રીએ 'X' પર શેર કર્યું:
"નૂતન વર્ષાભિનંદન…!!!
નવા વર્ષનો આ પાવન પ્રારંભ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારીની નવી આશાઓ લઈને આવે. સૌનું જીવન ઉત્તમ આરોગ્ય, ઉમંગ અને ઉત્સાહથી છલકાતું રહે, એવી હૃદયપૂર્વક શુભકામનાઓ!"
SM/BS/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com