પોસ્ટેડ ઓન:
09 NOV 2026 6:12PM by PIB Ahmedabad
9 નવેમ્બરના રોજ ઉજવવામાં આવતો રાષ્ટ્રીય ઉદ્યોગસાહસિકતા દિવસ, વિકસિત ભારત @ 2047 તરફની ભારતની યાત્રામાં ઉદ્યોગસાહસિકતાની વધતી જતી ભૂમિકા પર પ્રકાશ પાડે છે. 2.62 લાખથી વધુ DPIIT-માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સ સાથે, ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ તરીકે ઉભરી આવ્યું છે, જે તેના યુવાનો માટે રોજગારીનું સર્જન કરી રહ્યું છે અને તકોનો વિસ્તાર કરી રહ્યું છે. સ્ટાર્ટઅપ ઈન્ડિયા, સ્ટાર્ટઅપ્સ માટે ફંડ ઓફ ફંડ્સ (FFS), CGSS, SISFS, અટલ ઈનોવેશન મિશન અને PMEGP જેવી સરકારી પહેલો ઈનોવેશન, ફાઇનાન્સ સુધી પહોંચ, માર્ગદર્શન (મેન્ટરશિપ) અને એન્ટરપ્રાઇઝ સર્જનને ટેકો આપે છે. માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સમાંથી લગભગ અડધા સ્ટાર્ટઅપ્સ ટાયર-II અને ટાયર-III શહેરોમાંથી ઉદ્ભવતા હોવાથી, વિસ્તરતી ગ્રામીણ ઉદ્યોગસાહસિકતાની સાથે, ભારતની 'અમૃત પેઢી' વિચારોને એન્ટરપ્રાઇઝમાં ઝડપથી પરિવર્તિત કરી રહી છે, જે આજીવિકાને મજબૂત બનાવે છે અને સમાવેશી આર્થિક વૃદ્ધિમાં યોગદાન આપે છે.
રાષ્ટ્રીય ઉદ્યોગસાહસિકતા દિવસ: વિકસિત ભારત માટે યુવાનોનું સશક્તિકરણ
ભારતે મહત્વાકાંક્ષી સાહસિકો માટે એક સહાયક વાતાવરણ ઉભું કરવા માટે નોંધપાત્ર પ્રગતિ કરી છે. જ્યાં લગભગ 65% વસતી 35 વર્ષથી ઓછી ઉંમરની છે તેવા દેશ માટે આ પ્રગતિ વિશેષ મહત્વ ધરાવે છે. આ વસતીવિષયક લાભની ક્ષમતાને ઓળખીને, સરકારે ઉદ્યોગસાહસિકતા સહિતના ક્ષેત્રોમાં યુવાન ભારતીયોને સશક્ત બનાવવા માટે અનેક પહેલો હાથ ધરી છે.
શું તમે જાણો છો?
કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયની સ્થાપના 9 નવેમ્બર 2014 ના રોજ કરવામાં આવી હતી. ભારતના વિકાસ પ્રવાસમાં ઉદ્યોગસાહસિકતાના મહત્વને દર્શાવતા આ દિવસને રાષ્ટ્રીય ઉદ્યોગસાહસિકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
છેલ્લા દાયકામાં, યુવાનો રાષ્ટ્રીય વિકાસમાં સક્રિય યોગદાન આપવા માટે લાભાર્થીઓની ભૂમિકાથી આગળ વધ્યા છે. આજે, 'અમૃત પેઢી' વિકસિત ભારત @ 2047 ના વિઝન પાછળ એક પ્રેરક બળ તરીકે ઉભરી રહી છે. આ પરિવર્તનમાં ઉદ્યોગસાહસિકતા કેન્દ્રસ્થાને છે, જે યુવાન ભારતીયોને વિચારોને સાહસોમાં ફેરવવા, રોજગારીનું સર્જન કરવા અને આર્થિક વૃદ્ધિમાં યોગદાન આપવા સક્ષમ બનાવે છે.
ભારતના વિકાસ પ્રવાસમાં ઉદ્યોગસાહસિકતાના મહત્વને ઓળખીને, 9 નવેમ્બર 2014 ના રોજ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયની સ્થાપના કરવામાં આવી હતી. આ દિવસને રાષ્ટ્રીય ઉદ્યોગસાહસિકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ભારતની ઉદ્યોગસાહસિકતા ઇકોસિસ્ટમમાં વૃદ્ધિના સૂચકાંકો
શું તમે જાણો છો?
સરકારે નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન 55,200 થી વધુ સ્ટાર્ટઅપ્સને માન્યતા આપી છે - જે 2016 પછીના એક જ વર્ષમાં માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સની સૌથી વધુ સંખ્યા છે!
નોકરી શોધનારાઓમાંથી નોકરીદાતા બનવાની દિશામાં પરિવર્તન એ ભારતની વધતી જતી સાહસિક ભાવનાને દર્શાવે છે.
ભારત વિશ્વમાં 3જી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવે છે. આ સંખ્યા 2014 માં 500 થી પણ ઓછી હતી જે નોંધપાત્ર રીતે વધીને આજે 2.62 લાખ DPIIT-માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સ સુધી પહોંચી ગઈ છે. ભારતીય સ્ટાર્ટઅપ્સ આઈપીઓ (IPOs) લોન્ચ કરી રહ્યા છે, નોકરીઓનું સર્જન કરી રહ્યા છે અને વૈશ્વિક ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે.
વિશેષરૂપે, સ્ટાર્ટઅપ્સ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાજર છે. 31 માર્ચ 2026 ના રોજ પ્રાપ્ત વિગતો અનુસાર, માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સની સંખ્યા અને પ્રત્યક્ષ રોજગારી સર્જનની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને ગુજરાત અગ્રણી પ્રદેશો તરીકે ઉભરી આવ્યા છે.
સ્ટાર્ટઅપ્સ 25 લાખથી વધુ નોકરીઓનું સર્જન કરવામાં સફળ રહ્યા છે (ઓક્ટોબર 2026 સુધી). નાણાકીય વર્ષ 2024-25 ની સરખામણીમાં નાણાકીય વર્ષ 2025-26 માં માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં વાર્ષિક ધોરણે 51.6% નો વધારો થયો છે, જ્યારે તે જ સમયગાળા દરમિયાન સર્જાયેલી પ્રત્યક્ષ નોકરીઓમાં 36.1% નો વધારો થયો છે.
આ ઉપરાંત, 1.07 લાખથી વધુ માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સમાં ઓછામાં ઓછા એક મહિલા ડિરેક્ટર અથવા ભાગીદાર છે, જે કુલ માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સના ~48% છે (માર્ચ 2026 સુધી).

ભારતની ઉદ્યોગસાહસિકતા ઇકોસિસ્ટમને મજબૂત કરતી યોજનાઓ
સરકારની નીતિગત સમર્થન અને ઈનોવેશન-કેન્દ્રિત પહેલો, નાણાં સુધી સરળ પહોંચ અને ડિજિટલ પ્લેટફોર્મ્સ દ્વારા, સમગ્ર ભારતમાં ઉદ્યોગસાહસિકતાનો વિસ્તાર ચાલુ રહ્યો છે.
સ્ટાર્ટઅપ ઈન્ડિયા પહેલ (The Startup India Initiative)
સ્ટાર્ટઅપ ઈન્ડિયા પહેલ 2016 માં શરૂ કરવામાં આવી હતી. આ પહેલ નીતિ-કેન્દ્રિત માળખામાંથી એક વ્યાપક, બહુઆયામી પ્લેટફોર્મમાં વિકસિત થઈ છે જે વૈચારિક તબક્કાથી લઈને કામગીરીના વિસ્તાર સુધીના દરેક તબક્કે સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કરે છે. ઈનોવેશન-સંચાલિત ઉદ્યોગસાહસિકતાને ઝડપી બનાવવા માટે, સ્ટાર્ટઅપ ઈન્ડિયા પહેલ દ્વારા અનેક ફ્લેગશિપ યોજનાઓ અને ડિજિટલ પ્લેટફોર્મ્સ ફંડિંગ, મેન્ટરશિપ અને સ્ટાર્ટઅપ્સના સ્કેલિંગને સપોર્ટ કરે છે.
- ફંડ ઓફ ફંડ્સ ફોર સ્ટાર્ટઅપ્સ (FFS): FFS એ સ્ટાર્ટઅપ ઈન્ડિયા એક્શન પ્લાન હેઠળ DPIIT ની એક ફ્લેગશિપ પહેલ છે, જેનું સંચાલન સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (SIDBI) દ્વારા કરવામાં આવે છે. ₹10,000 કરોડના કોર્પસ સાથે, આ યોજના SEBI-રજિસ્ટર્ડ અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ (AIFs) દ્વારા ફંડિંગ પૂરૂ પાડે છે, જે સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરે છે. આ પદ્ધતિનો ઉદ્દેશ્ય સ્થાનિક રિસ્ક કેપિટલ સુધી પહોંચ વધારવાનો અને ભારતની ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમને મજબૂત કરવાનો છે. સ્ટાર્ટઅપ ઈન્ડિયા ફંડ ઓફ ફંડ્સ 2.0 એપ્રિલ 2026 માં અધીસૂચિત કરવામાં આવ્યું હતું, જેમાં ₹10,000 કરોડનું અલગ કોર્પસ છે. તે ખાસ કરીને ડીપ-ટેક, નવીન ઉત્પાદન અને પ્રારંભિક ગ્રોથ-સ્ટેજ સ્ટાર્ટઅપ્સ માટે સાહસ (વેન્ચર) અને વૃદ્ધિ મૂડી એકત્ર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પહેલ હેઠળ, SIDBI એ 166 AIFs ને ₹12,623 કરોડ આપ્યા છે, જેમણે 1,475 સ્ટાર્ટઅપ્સમાં ₹28,254 કરોડનું રોકાણ કર્યું છે (ઓક્ટોબર 2026 સુધી).
- ક્રેડિટ ગેરંટી સ્કીમ ફોર સ્ટાર્ટઅપ્સ (CGSS): CGSS એપ્રિલ 2023 થી કાર્યરત છે અને પાત્ર નાણાકીય સંસ્થાઓ દ્વારા પાત્ર સ્ટાર્ટઅપ્સને કોલેટરલ-મુક્ત (જામીનગીરી વગરની) લોન આપવાની સુવિધાઓ પૂરી પાડે છે. મૂડી એકત્રીકરણને પ્રોત્સાહન આપવા માટે, નાણાકીય વર્ષ 2025-26 માં ઉધાર લેનાર દીઠ યોજનાનું ગેરંટી કવર ₹10 કરોડથી વધારીને ₹20 કરોડ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, આ એરોસ્પેસ અને સંરક્ષણ, બાયો-ટેકનોલોજી, રેલવે, પ્રવાસન અને હોસ્પિટાલિટી સેવાઓ, નાણાકીય સેવાઓ વગેરે જેવા 27 ચેમ્પિયન સેક્ટર્સ માટે વાર્ષિક ગેરંટી ફી ઘટાડીને 1% કરે છે. ઓક્ટોબર 2026 સુધીમાં, આ યોજનાએ 41,637 લોકોને રોજગારી આપતા સ્ટાર્ટઅપ્સને ₹1,662.71 કરોડની 532 લોનની ગેરંટી આપી છે.
- સ્ટાર્ટઅપ ઈન્ડિયા સીડ ફંડ સ્કીમ (SISFS): ₹945 કરોડના કોર્પસ સાથેની SISFS, પ્રૂફ ઓફ કન્સેપ્ટ, પ્રોટોટાઇપિંગ, પ્રોડક્ટ ટ્રાયલ્સ, માર્કેટ એન્ટ્રી અને વ્યાપારીકરણ માટે સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય પૂરી પાડે છે. એક એક્સપર્ટ એડવાઇઝરી કમિટી (EAC) યોજનાના અમલીકરણ, સંચાલન અને દેખરેખની તપાસ કરે છે. આ યોજના હેઠળ, 244 ઇન્ક્યુબેટર્સ દ્વારા 32 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 4,194 સ્ટાર્ટઅપ્સ માટે ₹775.67 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં મહિલાઓની આગેવાની હેઠળના 2,147 સ્ટાર્ટઅપ્સ અને ટાયર-II તથા ટાયર-III શહેરોના 2,356 સ્ટાર્ટઅપ્સનો સમાવેશ થાય છે.
- સ્ટાર્ટઅપ ઈન્ડિયા હબ: સ્ટાર્ટઅપ ઈન્ડિયા ઓનલાઈન હબ (2017) એ એક ડિજિટલ પ્લેટફોર્મ છે જે ભારતની ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમના હિતધારકોને શોધવા, જોડાવા અને સહયોગ કરવા સક્ષમ બનાવે છે. તે મહત્વાકાંક્ષી સાહસિકોને રોકાણકારો, મેન્ટર્સ અને ઇન્ક્યુબેટર્સ સાથે જોડે છે જ્યારે જોડાણયુક્ત અને સહાયક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે ફંડ્સ, શૈક્ષણિક સંસ્થાઓ, કોર્પોરેટ્સ અને સરકારી સંસ્થાઓને એકસાથે લાવે છે.
- નેશનલ મેન્ટરશિપ પોર્ટલ (MAARG): મેન્ટરશિપ, એડવાઇઝરી, આસિસ્ટન્સ, રિસિલિયન્સ અને ગ્રોથ (MAARG) પ્રોગ્રામ અનુભવી મેન્ટર્સ સાથે સાહસિકોને જોડીને સ્ટાર્ટઅપ્સ માટે મેન્ટરશિપ સુધી સરળ પહોંચની સુવિધા આપે છે. મેન્ટરશિપ વિવિધ ક્ષેત્રો, તબક્કાઓ અને ભૌગોલિક સ્થાનોના સ્ટાર્ટઅપ્સ માટે બનાવાઈ છે. તે વ્યૂહાત્મક માર્ગદર્શન પૂરું પાડે છે, વ્યવસાય વૃદ્ધિને ટેકો આપે છે અને ભારતની ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમને મજબૂત કરે છે.
- સ્ટાર્ટઅપ ઈન્ડિયા ઈન્વેસ્ટર કનેક્ટ પોર્ટલ: SIDBI ના સહયોગથી વિકસિત, સ્ટાર્ટઅપ ઈન્ડિયા ઈન્વેસ્ટર કનેક્ટ પોર્ટલ (2023) સ્ટાર્ટઅપ્સ, વેન્ચર કેપિટલ ફંડ્સ અને રોકાણકારો વચ્ચે જોડાણ સુગમ બનાવે છે, જે ખાસ કરીને પ્રારંભિક તબક્કાના સાહસોને સપોર્ટ કરે છે. તે સાહસિકોને એક જ અરજી દ્વારા બહુવિધ રોકાણકારો સુધી પહોંચવા સક્ષમ બનાવે છે, જે તેમના વ્યવસાયિક વિચારો રજૂ કરવાની અને સંભવિત ફંડિંગ તકો મેળવવાની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરે છે. 9 નવેમ્બર 2026 સુધીમાં, પોર્ટલ પર 11,582 સ્ટાર્ટઅપ્સ રજિસ્ટર્ડ થયેલા છે.
અટલ ઈનોવેશન મિશન (AIM)
નીતિ આયોગ દ્વારા 2016 માં શરૂ કરાયેલ, AIM એ શાળાઓ, યુનિવર્સિટીઓ, સંશોધન સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગોમાં ઈનોવેશન અને ઉદ્યોગસાહસિકતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટેની સરકારની ફ્લેગશિપ પહેલ છે. AIM ઈનોવેશન કાર્યક્રમો વિકસાવવા, ભાગીદારી પ્રોત્સાહિત કરવા અને ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે એક સંકલિત માળખું પૂરું પાડે છે. નવેમ્બર 2024 માં મંજૂર કરાયેલ AIM 2.0 નો માર્ચ 2028 સુધી ₹2,750 કરોડનો ખર્ચ છે. તે વ્યાપક ભાગીદારી, મજબૂત સ્ટાર્ટઅપ સપોર્ટ અને ઊંડા પ્રાદેશિક સહયોગ દ્વારા આ પાયાનો વિસ્તાર કરે છે.
પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY)
2015 માં શરૂ કરાયેલ, PMMY બિન-કોર્પોરેટ, બિન-ખેતી ક્ષેત્રે આવક પેદા કરતી પ્રવૃત્તિઓ માટે માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝિસને જામીનગીરી વગર ₹20 લાખ સુધીની લોન મેળવવામાં મદદ કરે છે. આ યોજના ઉધાર લેનારાઓની ફંડિંગ જરૂરિયાતો અને તેમની વ્યવસાયિક વૃદ્ધિના તબક્કાના આધારે ચાર શ્રેણીઓ હેઠળ લોન આપે છે.
|
લોન શ્રેણી
|
લોનની રકમ
|
|
શિશુ
|
₹50,000 સુધી
|
|
કિશોર
|
₹50,000 થી વધુ અને ₹5 લાખ સુધી
|
|
તરુણ
|
₹5 લાખથી વધુ અને ₹10 લાખ સુધી
|
|
તરુણ પ્લસ
|
₹10 લાખથી વધુ અને ₹20 લાખ સુધી
|
આ લોન મેન્યુફેક્ચરિંગ, ટ્રેડિંગ અને સર્વિસ વ્યવસાયો માટે ટર્મ-ફાઇનાન્સિંગ અને વર્કિંગ કેપિટલની જરૂરિયાતો તેમજ મરઘા પાલન, ડેરી અને મધમાખી પાલન જેવી કૃષિ-સંલગ્ન પ્રવૃત્તિઓને પૂરી કરે છે.
30 ઓક્ટોબર 2026 ના રોજ પ્રાપ્ત માહિતી મુજબ, PMMY એ નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન ₹3.3 લાખ કરોડથી વધુની રકમની 2.44 કરોડથી વધુ લોન મંજૂર કરી છે.
MeitY સ્ટાર્ટઅપ હબ (MSH)
2016 માં સ્થાપિત, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય (MeitY) હેઠળનું MeitY સ્ટાર્ટઅપ હબ (MSH), ટેકનોલોજી-સંચાલિત ઈનોવેશનને પ્રોત્સાહન આપે છે અને ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત કરે છે. તે ઈનોવેશન અને ટેકનોલોજી આધારિત આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહિત કરવા માટે ઇન્ક્યુબેશન કેન્દ્રો, ઉભરતી ટેકનોલોજીમાં સેન્ટર્સ ઓફ એક્સેલન્સ અને અન્ય MeitY-સપોર્ટેડ પહેલોને જોડતા સેન્ટ્રલ પ્લેટફોર્મ તરીકે કામ કરે છે. 9 નવેમ્બર 2026 સુધીમાં, MSH સમગ્ર ભારતમાં 6,149 થી વધુ સ્ટાર્ટઅપ્સ, 518 ઇન્ક્યુબેટર્સ અને 329 થી વધુ લેબ્સની વધતી જતી ઇકોસિસ્ટમને સપોર્ટ આપે છે.
ટેકનોલોજી ઇન્ક્યુબેશન એન્ડ ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોર્સ (TIDE) 2.0 સ્કીમ
TIDE 2.0 સ્કીમ (2019) IoT, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), બ્લોકચેન અને રોબોટિક્સ જેવી ઉભરતી ટેકનોલોજીનો ઉપયોગ કરતા માહિતી અને સંચાર ટેકનોલોજી (ICT) સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કરતા ઇન્ક્યુબેટર્સને મજબૂત કરીને ટેકનોલોજી આધારિત ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપે છે. આ યોજના હેલ્થકેર, શિક્ષણ, કૃષિ, નાણાકીય સમાવેશ (ડિજિટલ પેમેન્ટ્સ સહિત), માળખાકીય સુવિધાઓ અને વાહનવ્યવહાર, અને પર્યાવરણ અને ક્લીન ટેકનોલોજીમાં સમગ્ર સપોર્ટ આપે છે. તે દેશભરની અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ અને રાષ્ટ્રીય સંશોધન સંસ્થાઓમાં આવેલા 51 ઇન્ક્યુબેટર્સ દ્વારા સંચાલિત થાય છે.
જેનેસિસ
જેનેસિસ (GENESIS) પહેલનો ઉદ્દેશ્ય ખાસ કરીને ભારતભરના ટાયર-II અને ટાયર-III શહેરોમાં આશરે 1,600 ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સને સ્કેલ અપ કરવાનો છે. 2022 માં લોન્ચ કરાયેલ, તે ડીપ-ટેક ઈનોવેશનને પ્રોત્સાહન આપવા અને ઉભરતી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે ફંડિંગ અને સપોર્ટ પૂરો પાડે છે. આ પહેલ માટે પાંચ વર્ષના સમયગાળા માટે ₹490 કરોડનો બજેટરી ખર્ચ છે. તે સ્ટાર્ટઅપ્સ, સરકારી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને કોર્પોરેટ્સ વચ્ચેના સહયોગ દ્વારા ભારતની ટેકનોલોજી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માગે છે.
ઓગસ્ટ 2026 માં, GENESIS એન્ટરપ્રિન્યોર-ઇન-રેસિડન્સ (EIR) કોહોર્ટ 3 લોન્ચ કરવામાં આવ્યું હતું. તે મહત્વાકાંક્ષી સાહસિકો, ઇનોવેટર્સ, સંશોધકો, વિદ્યાર્થીઓ અને પ્રારંભિક તબક્કાના સ્ટાર્ટઅપ સ્થાપકોને તેમના નવીન વિચારોને ટેકનોલોજી આધારિત સાહસોમાં રૂપાંતરિત કરવામાં સપોર્ટ કરવા માટેનો રાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ છે. નોંધપાત્ર રીતે, પસંદ કરેલા ઇનોવેટર્સ ઇન્ક્યુબેશન, મેન્ટરશિપ અને પ્રોડક્ટ-ડેવલપમેન્ટ સપોર્ટની સાથે ₹10 લાખ સુધીની નાણાકીય સહાય મેળવી શકે છે.
નિધિ (NIDHI - National Initiative for Developing and Harnessing Innovations)
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલયના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ (DST) દ્વારા 2016 માં શરૂ કરાયેલ, નિધિ (NIDHI) એ એક અમ્બ્રેલા પ્રોગ્રામ છે જે જ્ઞાન-આધારિત અને ટેકનોલોજી-સંચાલિત વિચારો અને ઈનોવેશન્સને સફળ સ્ટાર્ટઅપ્સમાં ઉછેરે છે. તે એક ઈનોવેશન-સંચાલિત સાહસિક ઇકોસિસ્ટમનું નિર્માણ કરે છે જે સંપત્તિ અને રોજગારી સર્જન દ્વારા સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપે છે. NIDHI એ ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેણે 1,30,000 થી વધુ નોકરીઓનું સર્જન કરીને, 12,000 થી વધુ સ્ટાર્ટઅપ્સ, 200 થી વધુ ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યુબેટર્સ (TBIs) ને સપોર્ટ આપ્યો છે. વધુમાં, તેણે 1,150 થી વધુ બૌદ્ધિક સંપદા (IP) અસ્કયામતોના નિર્માણમાં યોગદાન આપ્યું છે (11 ઓક્ટોબર 2026).
એસ્પાયર (ASPIRE - A Scheme for Promotion of Innovation, Rural Industries and Entrepreneurship)
ASPIRE ગ્રામીણ અને વંચિત વિસ્તારોમાં ઈનોવેશન અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપે છે. તે માઇક્રો-એન્ટરપ્રાઇઝ સર્જન, કૌશલ્ય અને પુનઃકૌશલ્ય (skilling and re-skilling) ની તકો અને ઔદ્યોગિક ક્લસ્ટરોને વર્કફોર્સ પૂરો પાડવા માટે લાઇવલીહૂડ બિઝનેસ ઇન્ક્યુબેટર્સ (LBIs) ની સ્થાપના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઓક્ટોબર 2026 સુધીમાં, 109 LBIs મંજૂર કરવામાં આવ્યા છે અને 1 લાખથી વધુ લાભાર્થીઓને કુશળ બનાવવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (PMEGP)
પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (PMEGP) બિન-ખેતી ક્ષેત્રે નવા માઇક્રો-એન્ટરપ્રાઇઝિસની સ્થાપનાને સમર્થન આપીને સ્વ-રોજગારને પ્રોત્સાહન આપે છે. તે લાભાર્થીઓને આ સાહસોની સ્થાપનાના ખર્ચને પહોંચી વળવામાં મદદ કરવા બેંક લોન સાથે જોડાયેલી માર્જિન મની સબસિડી પૂરી પાડે છે.
વ્યાપક પહોંચ અને છેવાડાના માનવી સુધી અસરકારક ડિલિવરી સુનિશ્ચિત કરીને, MSME મંત્રાલય હેઠળના ખાડી અને વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન (KVIC) દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.
પ્રોજેક્ટ ખર્ચ મર્યાદા: આ યોજના મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ₹50 લાખ સુધી અને સર્વિસ સેક્ટરમાં ₹20 લાખ સુધીના પ્રોજેક્ટ ખર્ચને ટેકો આપે છે.
આ યોજના સામાન્ય (General) અને વિશેષ (Special) શ્રેણીઓ હેઠળ સહાય પૂરી પાડે છે. વિશેષ શ્રેણીમાં SC/ST/OBC સમુદાયો, લઘુમતીઓ, મહિલાઓ, ભૂતપૂર્વ સૈનિકો, દિવ્યાંગ વ્યક્તિઓ અને ટ્રાન્સજેન્ડર અરજદારો, તેમજ ઉત્તર-પૂર્વીય પ્રદેશ, પહાડી અને સરહદી વિસ્તારો અને મહત્વાકાંક્ષી (Aspirational) જિલ્લાઓના લાભાર્થીઓને આવરી લેવામાં આવે છે.
|
લાભાર્થી શ્રેણી
|
ગ્રામીણ વિસ્તારોમાં સબસિડી
|
શહેરી વિસ્તારોમાં સબસિડી
|
|
સામાન્ય શ્રેણી (General Category)
|
પ્રોજેક્ટ ખર્ચના 25%
|
પ્રોજેક્ટ ખર્ચના 15%
|
|
વિશેષ શ્રેણી (Special Categories)
|
પ્રોજેક્ટ ખર્ચના 35%
|
પ્રોજેક્ટ ખર્ચના 25%
|
PM સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (PM SVANidhi)
જૂન 2020 માં શરૂ કરાયેલ, પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (PM SVANidhi) એ શેરી ફેરિયાઓ (સ્ટ્રીટ વેન્ડર્સ) માટેની માઇક્રો-ક્રેડિટ યોજના છે.
લોન અને ક્રેડિટ સુવિધાઓ: તે વ્યાજ સબસિડી અને ક્રેડિટ ગેરંટી દ્વારા સમર્થિત, જામીનગીરી-મુક્ત લોન દ્વારા વેન્ડર્સની વર્કિંગ કેપિટલની જરૂરિયાતોને ટેકો આપે છે જે ₹15,000 થી વધીને ₹25,000 અને ત્યારબાદ ₹50,000 થાય છે. જેઓ બીજી લોનની ભરપાઈ કરે છે તેઓ ₹30,000 ની મર્યાદાવાળા UPI-લિંક્ડ RuPay ક્રેડિટ કાર્ડ માટે પણ પાત્ર બની શકે છે.
ડિજિટલ ભાગીદારી: વેન્ડર્સ રિટેલ અને હોલસેલ ડિજિટલ વ્યવહારો માટે ₹1,600 સુધીનું કેશબેક મેળવે છે.
કલ્યાણકારી કવરેજ: 'સ્વનીધિ સે સમૃદ્ધિ' (SVANidhi se Samriddhi) હેઠળ, સામાજિક-આર્થિક પ્રોફાઇલિંગના આધારે વેન્ડર્સ અને તેમના પરિવારો માટે પસંદગીની આઠ કેન્દ્રીય કલ્યાણકારી યોજનાઓ સુધી પહોંચ સુગમ બનાવવામાં આવે છે.
9 નવેમ્બર 2026 સુધીમાં, આ યોજના 80.7 લાખથી વધુ લાભાર્થીઓ સુધી પહોંચી ગઈ છે, જેમાં ₹20,400 કરોડથી વધુ રકમ મંજૂર કરવામાં આવી છે.
સ્વાવલંબીની યોજના (Swavalambini Scheme)
2025 માં શરૂ કરાયેલી આ યોજના, વ્યવસાયિક વિચારસરણીથી લઈને એન્ટરપ્રાઇઝ સર્જન સુધી ઉદ્યોગસાહસિકતા તાલીમ, નાણાકીય અને બજાર માર્ગદર્શન અને કાનૂની સહાય દ્વારા યુવાન મહિલાઓને સપોર્ટ કરે છે. પસંદ કરેલા સહભાગીઓ ટકાઉ સાહસો વિકસાવવામાં મદદ કરવા માટે 21 અઠવાડિયાની મેન્ટરશિપ અને હેન્ડહોલ્ડિંગ મેળવે છે. નોંધપાત્ર રીતે, સ્વાવલંબી પાઇલટ હેઠળના લક્ષ્યાંકો પ્રાપ્ત થયા છે.

મેટ્રોથી આગળ ઉદ્યોગસાહસિકતા: ટાયર II, ટાયર III અને ગ્રામીણ ભારત
ભારતની સાહસિક ઇકોસિસ્ટમ પરંપરાગત મેટ્રોપોલિટન હબથી આગળ વધી રહી છે. માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સમાંથી 52% નોન-મેટ્રો શહેરોમાંથી આવે છે, જે ઈનોવેશનનો વધતો ભૌગોલિક ફેલાવો દર્શાવે છે. વ્યવસાયો તેમના ઓછા ખર્ચ, કુશળ પ્રતિભા, મજબૂત ઔદ્યોગિક ક્લસ્ટરો અને સુધરતી માળખાકીય સુવિધાઓ માટે ટાયર-II અને ટાયર-III શહેરોને પસંદ કરી રહ્યા છે. જેમ જેમ ઈનોવેશન સમગ્ર ભારતમાં ફેલાઈ રહ્યું છે, તેમ તેમ ઉભરતા શહેરો ઉદ્યોગસાહસિકતા અને આર્થિક વૃદ્ધિના આગામી તરંગને શક્તિ આપી રહ્યા છે. લક્ષિત આજીવિકા અને સાહસ-વિકાસ કાર્યક્રમો દ્વારા ગ્રામીણ ઉદ્યોગસાહસિકતા પણ વેગ પકડી રહી છે.
- ઓગસ્ટ 2026 માં, સરકારે દીનદયાલ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) હેઠળ રાષ્ટ્રીય ઉદ્યોગસાહસિકતા અભિયાન-II લોન્ચ કર્યું, જે બીજા ત્રણ મહિના માટે, 21 નવેમ્બર 2026 સુધી ચાલશે. આ અભિયાનનો ઉદ્દેશ્ય ગ્રામીણ મહિલાઓની ઉદ્યોગસાહસિકતાને મજબૂત કરવાનો અને 6 કરોડ લખપતિ દીદીઓ બનાવવાના વિઝનમાં યોગદાન આપવાનો છે.
- સ્ટાર્ટ-અપ વિલેજ એન્ટરપ્રિન્યોરશિપ પ્રોગ્રામ (SVEP) નો ઉદ્દેશ્ય પરિવારોને સ્થાનિક સાહસો સ્થાપવા અને સ્કેલ અપ કરવા માટે સક્ષમ બનાવીને ગ્રામીણ ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાનો છે. જૂન 2026 સુધીમાં, SVEP એ દેશભરમાં 4.32 લાખ ગ્રામીણ સાહસોને સપોર્ટ આપ્યો હતો. પ્રોગ્રામમાં સામાજિક સમાવેશ અને ઉદ્યોગસાહસિકતાની તકો સુધી સમાન પહોંચ પર ભારપૂર્વક ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આશરે 86% સાહસિકો SC, ST, લઘુમતી અને OBC સમુદાયોના છે.
સાથે મળીને, આ પહેલો સ્થાનિક સાહસ સર્જનને મજબૂત બનાવી રહી છે, આજીવિકાની તકોને વ્યાપક બનાવી રહી છે અને ઉદ્યોગસાહસિકતાને વધુ ભૌગોલિક રીતે સમાવેશી વિકાસમાં યોગદાન આપવા સક્ષમ બનાવી રહી છે.
વિકસિત ભારત 2047 તરફ ભારતની યાત્રાને બળ પૂરું પાડવું
ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઝડપી વિસ્તરણમાંથી ટકાઉ વૃદ્ધિ અને વાસ્તવિક અર્થતંત્ર સાથે ઊંડા સંકલન તરફ સંક્રમણ કરી રહી છે. જેમ જેમ દેશ 2030 સુધીમાં અંદાજિત $7.3 ટ્રિલિયનના અર્થતંત્ર અને વિકસિત ભારત 2047 ના વિઝન તરફ આગળ વધી રહ્યો છે, તેમ તેમ સ્ટાર્ટઅપ્સ ઈનોવેશન ચલાવવામાં, રોજગારી સર્જન કરવામાં અને આર્થિક વૃદ્ધિને મજબૂત કરવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે. તેમનું વિસ્તરતું યોગદાન ભારતની વધતી જતી સાહસિક ક્ષમતા અને લાંબા ગાળાના, સમાવેશી વિકાસને ટેકો આપવા માટે ઈનોવેશન-સંચાલિત સાહસોની ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે.
સંદર્ભો (References)
પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)
https://www.pmindia.gov.in/en/news_updates/pm-inaugurates-digital-india-week-2022-in-gandhinagar
શ્રમ અને રોજગાર મંત્રાલય
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2179001®=3&lang=1
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય
https://www.investindia.gov.in/team-india-blogs/public-private-partnerships-driving-economic-growth
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2215334®=3&lang=1
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2127843®=48&lang=2
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2253019®=48&lang=2
https://www.startupindia.gov.in/content/sih/en/credit-guarantee-scheme-for-startups.html
https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2227597®=3&lang=1
https://seedfund.startupindia.gov.in/about
https://www.pib.gov.in/Pressreleaseshare.aspx?PRID=1886031®=48&lang=2
https://investorconnect.startupindia.gov.in/
https://www.pib.gov.in/PressReleaseDetail.aspx?PRID=2328842®=6&lang=1
https://www.dpiit.gov.in/static/uploads/2025/07/93101e3d9cc67f0dea0ae0c93f6e8854.pdf
નાણા મંત્રાલય
https://www.mudra.org.in/
ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય
https://msh.meity.gov.in/assets/GENESIS_Admin%20Approval.pdf
https://msh.meity.gov.in/schemes/genesis
કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2155057®=3&lang=1
વિશ્વ બેંક (World Bank)
https://ppp.worldbank.org/country-profile-india
આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (International Monetary Fund)
https://www.imf.org/external/pubs/ft/fandd/2001/09/gerrard.htm
નીતિ આયોગ (Niti Aayog)
https://www.niti.gov.in/divisions/division/ppp
અન્ય
https://x.com/rashtrapatibhvn/status/2088271329133031425
PIB આર્કાઇવ્ઝ
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2199237®=3&lang=1
pdf જોવા માટે અહીં ક્લિક કરો
SM/DK/JD