પોસ્ટેડ ઓન:
07 NOV 2026 7:41PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે અમદાવાદ ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં ગુજરાતમાં કાયદો-વ્યવસ્થા અને આંતરિક સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી.

બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય ગૃહ સચિવ, ગૃહ મંત્રાલય અને તાબાની કચેરીઓના વરિષ્ઠ અધિકારીઓ તથા રાજ્યના ગૃહ વિભાગ અને સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં સરહદી અને તટીય સુરક્ષા, નવા ગુનાહિત કાયદાઓનું અમલીકરણ, માદક પદાર્થોની તસ્કરી, સાયબર ગુના, આતંકવાદ, ગેરકાયદે પ્રવાસીઓ તથા આપદા પ્રબંધન (આપત્તિ વ્યવસ્થાપન) સાથે જોડાયેલા અનેક મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ ગુજરાતની લગભગ 2,340 કિલોમીટર લાંબી દરિયાઈ પટ્ટી અને પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદને ધ્યાનમાં રાખીને સીમા અને તટીય દેખરેખ મજબૂત કરવા તથા સીમા સુરક્ષા બળ (BSF), રાજ્ય પોલીસ, કોસ્ટ ગાર્ડ અને કેન્દ્રીય એજન્સીઓ વચ્ચે વધુ સારું સંકલન સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો.

શ્રી અમિત શાહે નવા ગુનાહિત કાયદાઓના અમલીકરણમાં ગુજરાતના પ્રદર્શનની સરાહના કરતા કહ્યું કે રાજ્યમાં 60 દિવસમાં 92 ટકા તથા 90 દિવસમાં 86 ટકા ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યા છે. ગૃહ મંત્રીએ 25,000 થી વધુ પેન્ડિંગ ફોરેન્સિક કેસોના નિપટારા માટે વિશેષ અભિયાન ચલાવવા નિર્દેશ આપ્યા હતા.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે માદક પદાર્થોની તસ્કરી સામે માત્ર નાના તસ્કારો સુધી સીમિત ન રહીને સમગ્ર ડ્રગ નેટવર્ક અને તેના મુખ્ય સરગનાઓ સામે કાર્યવાહી કરવામાં આવે તથા ગેરકાયદે સંપત્તિઓને જપ્ત કરવા માટે નાણાકીય તપાસને પ્રાથમિકતા આપવામાં આવે.
શ્રી અમિત શાહે સાયબર ગુનાઓ સામે નિપટવા માટે એસ4સી (S4C) અને 1930 હેલ્પલાઇનની ક્ષમતા વધારવા, આતંકવાદ વિરોધી એજન્સીઓને મજબૂત કરવા તથા ગેરકાયદે વિદેશી નાગરિકોની ઓળખ અને નિયમાનુસાર દેશનિકાલની કાર્યવાહી ઝડપી બનાવવા નિર્દેશ આપ્યા હતા. તેમણે વિશેષ અભિયાનો હેઠળ 2,412 ગેરકાયદે વિદેશી નાગરિકોના દેશનિકાલની સરાહના કરી હતી.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ આપદા પ્રબંધન, અગ્નિ સુરક્ષા, અમદાવાદ અર્બન ફ્લડ મેનેજમેન્ટ પ્રોજેક્ટ તથા શત્રુ સંપત્તિઓના સર્વેક્ષણ અને નિપટારામાં ઝડપ લાવવા પર પણ ભાર મૂક્યો હતો.
બેઠકના અંતે કેન્દ્રીય ગૃહ મંત્રીએ કેન્દ્ર અને રાજ્યની તમામ એજન્સીઓને વધુ સારા સંકલન સાથે કામ કરવા તથા નિર્ધારિત લક્ષ્યોની નિયમિત સમીક્ષા કરવા નિર્દેશ આપ્યા હતા. તેમણે સુરક્ષિત, વિકસિત અને નશા મુક્ત ગુજરાતના માધ્યમથી સુરક્ષિત ભારતના નિર્માણના સંકલ્પ પર ભાર મૂક્યો હતો.
SM/BS/JD