પોસ્ટેડ ઓન:
07 NOV 2026 6:32PM by PIB Ahmedabad
લોકસભા સ્પીકર શ્રી ઓમ બિરલાએ દીપાવલી, ગોવર્ધન પૂજા અને ભાઈબીજની શુભકામનાઓ પાઠવી છે.
તેમના સંદેશમાં શ્રી બિરલાએ જણાવ્યું હતું કે: “આનંદના મહાપર્વ દિવાળી પર આપ સૌને હાર્દિક શુભકામનાઓ. હું આપ સૌને ગોવર્ધન પૂજા અને ભાઈબીજની પણ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.
દીપાવલી એ માત્ર દીવા પ્રગટાવવાનો અને ઉજવણી કરવાનો તહેવાર નથી; તે અન્યોના જીવનને આશા, શ્રદ્ધા અને ખુશીઓના પ્રકાશથી ભરી દેવાની તક પણ છે.
જેમ એક દીવો પોતે બળીને ચારેય તરફ પ્રકાશ ફેલાવે છે, તેમ આવો આપણે પણ આપણા જીવનમાં એવો પ્રયાસ કરીએ કે આપણો આનંદ અન્યોના જીવનમાં ખુશીઓ લાવે. આવો આપણે માત્ર આપણા પોતાના પરિવારો માટે જ નહીં પરંતુ મુશ્કેલીઓના કારણે તહેવારના આનંદથી વંચિત રહી જતા લોકોના ચહેરા પર પણ સ્મિત લાવવાનો સંકલ્પ કરીએ. જરૂરિયાતમંદોને મદદ કરો, તેમની સાથે ખુશીઓ વહેંચો અને સમાજમાં પ્રેમ, સદ્ભાવના અને પરસ્પર સહયોગને પ્રોત્સાહન આપો.
આપણી દીપાવલી ત્યારે જ સાચા અર્થમાં સાર્થક બનશે જ્યારે આપણી આસપાસ કોઈ પોતાને એકલવાયું કે અપેક્ષિત અનુભવે નહીં.
આ શુભ અવસરે, દેશની સરહદોનું રક્ષણ કરતા આપણા વીર જવાનો, દેશના અન્ન ભંડારો ભરતા આપણા ખેડૂત ભાઈઓ, રાષ્ટ્ર નિર્માણમાં લાગેલા શ્રમિકો, ઉદ્યોગસાહસિકો, વેપારીઓ અને તમામ દેશવાસીઓને વિશેષ શુભકામનાઓ.
માતા લક્ષ્મીની કૃપાથી દરેક ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે, ખેડૂતોના જીવનમાં સમૃદ્ધિ આવે, યુવાનોને નવી તકો મળે, વેપાર અને ઉદ્યોગ આગળ વધે અને આપણું ભારત આર્થિક અને સામાજિક રીતે સતત મજબૂત અને સમૃદ્ધ બને.
આપ સૌને દીપાવલીની ખૂબ ખૂબ શુભકામનાઓ.”
SM/BS/JD