પોસ્ટેડ ઓન:
03 NOV 2026 1:03PM by PIB Ahmedabad
પેન્શનરોને વાર્ષિક જીવન પ્રમાણપત્ર (Life Certificate) તથા Know Your Pensioner (KYP) ફોર્મ રજૂ કરવામાં સુવિધા મળી રહે તે હેતુથી પ્રિન્સિપલ કંટ્રોલર ઓફ કોમ્યુનિકેશન એકાઉન્ટ્સ (પ્રિ. CCA), અમદાવાદની કચેરી દ્વારા તા. 2 નવેમ્બર 2026ના રોજ રાજકોટ ખાતે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં મોટી સંખ્યામાં પેન્શનરોએ ભાગ લીધો હતો અને ઉપલબ્ધ સેવાઓનો લાભ લીધો હતો. ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ તથા KYP ફોર્મ સ્વીકારવાની સુવિધા ઉપરાંત, પ્રિન્સિપલ CCA, અમદાવાદની કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પેન્શનરોના વિવિધ પેન્શન સંબંધિત પ્રશ્નો અને ફરિયાદોનું નિરાકરણ પણ કરવામાં આવ્યું હતું.

કેમ્પ દરમિયાન કરવામાં આવેલી વ્યવસ્થાઓ તથા પૂરી પાડવામાં આવેલી સેવાઓ અંગે પેન્શનરોએ સંતોષ વ્યક્ત કર્યો હતો અને આ પહેલની પ્રશંસા કરી હતી. પેન્શનરો તરફથી મળેલો હકારાત્મક પ્રતિસાદ પ્રિન્સિપલ CCA, અમદાવાદની કચેરીની કાર્યક્ષમ, સુલભ અને પેન્શનરલક્ષી સેવાઓ પૂરી પાડવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
પેન્શનરોને તેમની અનુકૂળતા મુજબ સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી પ્રિન્સિપલ CCA, અમદાવાદની કચેરી દ્વારા નવેમ્બર 2026ના સમગ્ર મહિના દરમિયાન ગુજરાતનાં વિવિધ સ્થળોએ આવા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત ગોધરા(05.11.2026), વડોદરા(13.11.2026), સુરત(16.11.2026), જામનગર(19.11.2026), જૂનાગઢ(20.11.2026), ભાવનગર(27.11.2026) અને સહિતનાં વિવિધ સ્થળોએ કેમ્પ યોજવામાં આવશે.

આ ઉપરાંત, નવેમ્બર 2026ના સમગ્ર મહિના દરમિયાન પ્રિન્સિપલ કંટ્રોલર ઓફ કોમ્યુનિકેશન એકાઉન્ટ્સની કચેરી, અમદાવાદ ખાતે પણ DLC કેમ્પની સુવિધા ઉપલબ્ધ રહેશે, જેથી પેન્શનરો કચેરીની મુલાકાત લઈને આ સુવિધાનો લાભ મેળવી શકે.
તમામ પેન્શનરોને આ કેમ્પનો લાભ લેવા તેમજ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ, KYP ફોર્મ રજૂ કરવા અને અન્ય પેન્શન સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ મેળવવા માટે આ સુવિધાઓનો મહત્તમ ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવે છે.

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com