પોસ્ટેડ ઓન:
02 NOV 2026 4:49PM by PIB Ahmedabad
ટપાલ વિભાગ દ્વારા ટપાલ સેવાઓ સંબંધિત ફરિયાદોના નિરાકરણ માટે ડાક અદાલતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નવેમ્બર મહિના માટે પૂરા થતા ત્રિમાસિક ગાળાની ડાક અદાલત તારીખ 17.11.2026 (મંગળવાર)ના રોજ સવારે 11.00 વાગ્યાથી પોસ્ટમાસ્ટર જનરલની કચેરી, એચક્યુ રીજન, સ્પીડ પોસ્ટ ભવન, શાહીબાગ, અમદાવાદ-380004 ખાતે યોજાશે.
પોસ્ટમાસ્ટર જનરલ દરેક ફરિયાદીને રૂબરૂ સાંભળશે અને સ્થળ પર જ જનતાની સમસ્યાઓનું નિરાકરણ લાવશે. ઉપરોક્ત જણાવેલી અદાલતનો મુખ્ય હેતુ જનતાને રૂબરૂ સાંભળવાનો અને સ્થળ પર જ તેમની સમસ્યાઓનો નિકાલ કરવાનો છે.
અમદાવાદના HQ Region સાથે સંબંધિત ટપાલ સેવાઓની ફરિયાદો સહાયક ડિરેક્ટર પોસ્ટલ સર્વિસેજ (I), કમ્પ્લેઈન્ટ સેક્શન, O/o ધ પોસ્ટમાસ્ટર જનરલ, એચક્યુ રીજન, સ્પીડ પોસ્ટ ભવન, શાહીબાગ, અમદાવાદ-380004 સરનામે મોકલી આપવી, જેથી તે તારીખ 09.11.2026 (સોમવાર) સુધીમાં મોડામાં મોડા પહોંચી જાય. નિયત તારીખ પછી મળેલી ફરિયાદો પર ધ્યાન આપવામાં આવશે નહીં.
ફરિયાદો સ્પષ્ટ અને ટૂંકમાં હોવી જોઈએ. સામાન્ય સ્વરૂપની અને નીતિગત બાબતોની ફરિયાદો પર ધ્યાન આપવામાં આવશે નહીં.