ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી
azadi ka amrit mahotsav

UIDAIએ ગુજરાતના ગીર સોમનથમાં નવા આધાર સેવા કેન્દ્ર (ASK) સાથે નાગરિક-કેન્દ્રિત સેવાઓનો વિસ્તાર કર્યો

પોસ્ટેડ ઓન: 30 OCT 2026 4:21PM by PIB Ahmedabad

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) ના મુંબઈ સ્થિત પ્રાદેશિક કાર્યાલય દ્વારા આજે ગુજરાતના ગીર સોમનાથમાં એક નવા 'આધાર સેવા કેન્દ્ર' (ASK) નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પગલું વિશ્વસનીય ડિજિટલ ઓળખ સેવાઓ પૂરી પાડવાના તેના મિશનને વધુ મજબૂત બનાવે છે અને 'ડિજિટલ ઈન્ડિયા'ના વિઝનને સાર્થક કરવામાં મદદરૂપ થાય છે.

 

સુવિધાજનક પહોંચ: શ્રી બિલ્ડિંગ, 1st ફ્લોર, શોપ નંબર 107 થી 109, રેલવે સ્ટેશન રોડ, ડી માર્ટ સ્ટોર નજીક, વેરાવળ (ગીર સોમનાથ), પિન- 362265, ગુજરાત ખાતે સ્થિત, ASK સપ્તાહના 7 દિવસ કાર્યરત રહેશે, જે નોંધણી, 5–17 વર્ષની વયના બાળકો માટે મફત બાયોમેટ્રિક અપડેટ્સ, ડેમોગ્રાફિક સુધારા અને ઓન-સાઇટ પ્રોબ્લેમ નિવારણ ની સુવિધા આપશે.

 

સમાવેશી ઇન્ફ્રાસ્ટ્રક્ચર: સીમલેસ સેવા વિતરણ સુનિશ્ચિત કરવા માટે આ કેન્દ્ર આધુનિક સુવિધાઓ, વ્હીલચેર એક્સેસ, સુલભ શૌચાલય અને સમર્પિત ASK મેનેજરથી સજ્જ છે.

 

ડિજિટલ સાધનો: નાગરિકો UIDAI એપોઇન્ટમેન્ટ પોર્ટલ (https://bookappointment.uidai.gov.in) પર એપોઇન્ટમેન્ટ પ્રી-બુક કરી શકે છે, જ્યારે જિયો-ટેગ કરેલા ASK સ્થાનો ભુવન આધાર પોર્ટલ (https://bhuvan-app3.nrsc.gov.in/aadhaar) પર ઉપલબ્ધ છે.

ભવિષ્ય માટે સજ્જ સેવાઓ: આગામી પેઢીની ડિજિટલ ઓળખને સુરક્ષિત કરવા માટે શાળાઓમાં વિશેષ બાયોમેટ્રિક અપડેટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

વિશિષ્ટ ઉપસ્થિતિ

ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જિલ્લા કલેક્ટર, ગીર સોમનાથ, શ્રી જે. એન. વાઘેલા (IAS) ની સાથે ASK મેનેજર, UIDAI RO મુંબઈ, અને સર્વિસ પ્રોવાઇડર M/s Protean eGov Technologies ના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે બોલતા, જિલ્લા કલેક્ટર, ગીર સોમનાથ, શ્રી જે. એન. વાઘેલાએ જણાવ્યું હતું કે: “ગીર સોમનાથમાં આ આધુનિક ASK અમારા રહેવાસીઓ માટે ઝડપી, વધુ અનુકૂળ અને પારદર્શક આધાર સેવાઓ સુનિશ્ચિત કરશે. ડિજિટલ ઇન્ડિયાના વિઝનને સાકાર કરવા અને અમારા રાષ્ટ્રીય પ્રભાવનો વિસ્તાર કરવા તરફ આ વધુ એક સીમાચિહ્નરૂપ છે.”

તમામ આધાર સેવા કેન્દ્રો સમાન સેવા ધોરણો, મજબૂત ડેટા સુરક્ષા અને સમયસર સમસ્યા નિવારણ સુનિશ્ચિત કરવા માટે તેમના સર્વિસ પાર્ટનર દ્વારા UIDAI દ્વારા સીધા સંચાલિત કરવામાં આવે છે, જે દરેક રહેવાસીને વિશ્વસનીય ડિજિટલ ઓળખ પ્રદાન કરવાના તેના જનાદેશની પુનઃપુષ્ટિ કરે છે.


(રીલીઝ આઈડી: 2330428) મુલાકાતી સંખ્યા : 108
આ રીલીઝ વાંચો: English