નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

કેબિનેટે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA) અને પેન્શનરો માટે મોંઘવારી રાહત (DR)ને મંજૂરી આપી

પોસ્ટેડ ઓન: 28 OCT 2026 3:51PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે આજે ભાવવધારા સામે રાહત આપવા માટે મૂળભૂત પગાર/પેન્શનના 60%ના હાલના દર પર 3%નો વધારો કરીને 01.07.2026 થી કેન્દ્રીય સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થા (DA) અને પેન્શનરોને મોંઘવારી રાહત (DR) નો વધારાનો હપ્તો જારી કરવાની મંજૂરી આપી છે.

મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત બંનેમાં વધારાને કારણે સરકારી તિજોરી પર વાર્ષિક રૂ. 10,016.10 કરોડની સંયુક્ત અસર પડશે. આનાથી લગભગ 48.54 લાખ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને 68.71 લાખ પેન્શનરોને ફાયદો થશે.

આ વધારો સ્વીકૃત ફોર્મ્યુલા અનુસાર છે, જે 7મા કેન્દ્રીય પગાર પંચની ભલામણો પર આધારિત છે.

SM/DK/JD


(રીલીઝ આઈડી: 2329520) મુલાકાતી સંખ્યા : 32