ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
azadi ka amrit mahotsav

BIS સુરત શાખા કચેરી દ્વારા માનક ચિહ્ન વિના ઇન્ડક્શન મોટર્સના ઉત્પાદન સામે તપાસ અને જપ્તીની કાર્યવાહી

પોસ્ટેડ ઓન: 18 OCT 2026 11:37AM by PIB Ahmedabad

ભારતીય માનક બ્યુરો (BIS)ની સુરત શાખા કચેરી દ્વારા તારીખ 16 ઑક્ટોબર 2026ના રોજ મે. એન્જલ ઇન્ડસ્ટ્રિયલ ઇન્સ્ટ્રુમેન્ટેશન, PL-89, દ્વારકેશ સોસાયટી, યુ.એમ. રોડ, સુરત, ગુજરાત - 395007 ખાતે ભારતીય માનક બ્યુરોના માનક ચિહ્ન વિના શ્રી-ફેઝ સ્કિવરલ-કેજ ઇન્ડક્શન મોટર્સનું કથિત રીતે ઉત્પાદન કરવામાં આવતું હોવાના સંદર્ભમાં તપાસ અને જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

કાર્યવાહી દરમિયાન પેઢી દ્વારા જરૂરી માનક ચિહ્ન વિના શ્રી-ફેઝ યિરલ-કેજ ઇન્ડક્શન મોટર્સનું ઉત્પાદન કરવામાં આવતું હોવાનું જણાયું હતું. આ કૃત્ય ભારતીય માનક બ્યુરો અધિનિયમ, 2016 તથા એનર્જી એફિશિયન્ટ ઇન્ડક્શન મોટર્સ- થી ફેઝ વિરલ કેજ (ક્વોલિટી કન્ટ્રોલ) ઓર્ડર, 2017ની જોગવાઈઓનું ઉલ્લંઘન છે. 

ઉક્ત કાર્યવાહી દરમિયાન માનક ચિહ્ન વિનાની કુલ 32 શ્રી-ફેઝ ઇન્ડક્શન મોટર્સ સ્થળ પર મળી આવી હતી, જેને જપ્ત કરવામાં આવી હતી. 

BIS સુરત શાખા કચેરીના વડા અને નિયામક શ્રી વિક્રાંતના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહીનું નેતૃત્વ શ્રી ધનરાજ કરાડ, નાયબ નિયામક શ્રી નિર્ભય કુમાર, સહાયક નિયામક, તથા શ્રી ગૌરવ દાઘે, SSA દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ પણ સહયોગ આપ્યો હતો. 

તમામ બિનઅનુપાલનકારી વસ્તુઓને લાગુ પડતી પ્રક્રિયાઓ અનુસાર સીલ કરીને જપ્ત કરવામાં આવી છે. ભારતીય માનક બ્યુરો અધિનિયમ 2016ની જોગવાઈઓ હેઠળ ફરિયાદ ચલાવવા સહિતની વધુ કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. 

ભારતીય માનક બ્યુરો અધિનિયમ્, 2016ની કલમ 29(2) હેઠળ સંબંધિત જોગવાઈઓના ઉલ્લંઘન બદલ એક વર્ષ સુધીની કેદ અથવા ઓછામાં ઓછો ₹1,00,000નો દંડ, જે સંબંધિત વસ્તુઓના મૂલ્યના પાંચ ગણા સુધી થઈ શકે છે. અથવા બંને સજાની જોગવાઈ છે, જે લાગુ પડતી હોય તે મુજબ- 

ફરજિયાત પ્રમાણન હેઠળ આવરી લેવામાં આવતા ઉત્પાદનોનું જરૂરી BIS લાઇસન્સ વિના ઉત્પાદન કરવાથી ગ્રાહકો ગેરમાર્ગે દોરાઈ શકે છે તથા સંભવિત સલામતી જોખમો ઊભા થઈ શકે છે. આવા ઉલ્લંઘનોને રોકવા અને સામાન્ય જનતાના હિતોનું રક્ષણ કરવા માટે ભારતીય માનક બ્યુરોને પ્રાપ્ત થતી માહિતીના આધારે સમયાંતરે તપાસ અને જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. 

કોઈપણ વ્યક્તિ પાસે ભારતીય માનક બ્યુરોના માનક ચિહ્નના દુરૂપયોગ અથવા ફરજિયાત પ્રમાણન હેઠળ આવરી લેવામાં આવતા ઉત્પાદનોનું જરૂરી કાડ લાઇસન્સ વિના ઉત્પાદન થતું હોવા અંગે કોઈ માહિતી હોય, તો તે માહિતી વડા, ભારતીય માનક બ્યુરો, સુરત શાખા કચેરી, પ્રથમ માળ, દૂરદર્શન ભવન, કરીમાબાદ વહીવટી ભવન, પોડ દોડ રોડ, સુરત - 395001ને આપી શકે છે. દૂરભાષ 0261-2990071 

ફરિયાદો ઈ-મેઇલ દ્વારા subo-bis@bis.gov.in અથવા cmed@bis.gov.in પર પણ મોકલી શકાય છે. 

આવી માહિતી આપનાર વ્યક્તિઓની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.


(રીલીઝ આઈડી: 2324855) મુલાકાતી સંખ્યા : 21
આ રીલીઝ વાંચો: English