પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મોરબીના રાજમાતા વિજયકુંવરબાના નિધન પર શોક વ્યક્ત કર્યો

પોસ્ટેડ ઓન: 17 OCT 2026 9:46PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મોરબીના રાજમાતા વિજયકુંવરબાના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમનું વ્યક્તિત્વ, સેવાની ભાવના અને મોરબીના લોકો સાથેનો ગાઢ સંબંધ હંમેશા યાદ રહેશે.

શ્રી મોદીએ દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી અને તેમના પરિવાર અને પ્રશંસકોને આ નુકસાન સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી.

શ્રી મોદીએ 'X' પર લખ્યું;

“મોરબીના રાજમાતા આદરણીય વિજયકુંવરબાના નિધનના સમાચારથી અત્યંત દુઃખ થયું. તેમનું વ્યક્તિત્વ, સેવાભાવ અને મોરબીની જનતા સાથેનો તેમનો નાતો હંમેશાં સ્મરણીય રહેશે.

પરમકૃપાળુ પરમાત્મા દિવંગત આત્માને શાંતિ અર્પે અને પરિવારજનો તથા તેમના પ્રશંસકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.

ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.

ૐ શાંતિ ”

 

SM/IJ/GP/JT
 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2324840) મુલાકાતી સંખ્યા : 24