ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
વયોશ્રી યોજના વરિષ્ઠ નાગરિકો સુધી પહોંચાડવા કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબહેન બાંભણિયાનું મહાઅભિયાન
રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત ગુજરાતમાં સૌથી મોટું મૂલ્યાંકન હાથ ધરાયું: 14 કેમ્પમાં 8 હજારથી વધુ વરિષ્ઠ નાગરિકોની ચકાસણી
આઠ વિતરણ શિબિરોના માધ્યમથી 8,111 લાભાર્થીઓને રૂ. 7.66 કરોડના 46,017 સહાયક સાધનોનું વિતરણ કરાયું
પોસ્ટેડ ઓન:
17 OCT 2026 2:37PM by PIB Ahmedabad
વૃદ્ધાવસ્થામાં ચાલવામાં મુશ્કેલી હોય, ઓછું સંભળાતું હોય કે રોજિંદાં કામો માટે અન્ય પર નિર્ભર રહેવું પડતું હોય, ત્યારે એક નાનું સહાયક સાધન પણ વરિષ્ઠ નાગરિકોના જીવનમાં મોટી રાહત આપે છે. વરિષ્ઠ નાગરિકોની આ વેદનાને ધ્યાને રાખી ભાવનગર લોકસભા વિસ્તારમાં 'રાષ્ટ્રીય વયોશ્રી યોજના' હેઠળ કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગરના સાંસદ શ્રીમતી નિમુબહેન બાંભણિયા દ્વારા સંવેદનાપૂર્ણ અભિગમ સાથે જનસેવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયની રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ જરૂરિયાતમંદ વરિષ્ઠ નાગરિકોને તેમની શારીરિક સ્થિતિ અને તબીબી મૂલ્યાંકનના આધારે નિઃશુલ્ક સહાયક સાધનો પૂરા પાડવામાં આવે છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના છેવાડાના નાગરિક સુધી પહોંચે તેવા અભિગમને અનુરૂપ આ કાર્યક્રમ યોજાયો હતો. એક પણ પાત્ર વરિષ્ઠ નાગરિક યોજનાના લાભથી વંચિત ન રહે તેવા સંકલ્પ સાથે કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રીએ જિલ્લા વહીવટીતંત્ર, ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ (ALIMCO), સંગઠનના કાર્યકરો અને સેવાભાવી સંસ્થાઓના સહયોગથી મૂલ્યાંકન, દસ્તાવેજીકરણ અને વિતરણની કામગીરી મિશન મોડમાં પૂર્ણ કરી હતી.

30 જૂન, 2025 થી 16 જુલાઈ, 2025 દરમિયાન ભાવનગર-બોટાદ વિસ્તારમાં ALIMCO દ્વારા 14 મૂલ્યાંકન કેમ્પ યોજવામાં આવ્યા હતા.
કુલ મૂલ્યાંકન: 8,091 વરિષ્ઠ નાગરિકો
મંજૂર કરાયેલા સાધનો: 45,968 સહાયક સાધનો (સ્વીકૃત કિંમત આશરે રૂ. 7.66 કરોડ)
અન્ય સુવિધાઓ: કેમ્પ દરમિયાન આવકના દાખલા અને 'આયુષ્માન વય વંદના કાર્ડ' જેવી જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
તબીબી મૂલ્યાંકનના આધારે વરિષ્ઠ નાગરિકોને વ્હીલચેર, કમોડ વ્હીલચેર, વૉકર, રોલેટર, ટ્રાયપોડ અને ક્વાડ્રિપોડ લાકડીઓ, બગલઘોડી, શ્રવણયંત્રો, કૃત્રિમ દાંત, સીટ કુશન, કમોડ સ્ટૂલ, કમર અને ઘૂંટણ માટેના સપોર્ટ, ખભાના બ્રેસ તેમજ ગરદન અને કરોડરજ્જુ માટેના વિશિષ્ટ સપોર્ટ સાધનો આપવામા આવ્યા હતા.

આઠ વિતરણ શિબિરોની વિગતવાર માહિતી
|
ક્રમ
|
તારીખ
|
સ્થળ
|
લાભાર્થીની સંખ્યા
|
વિતરિત સાધનો
|
અંદાજિત રકમ (રૂપિયામાં)
|
|
1
|
01 જુલાઈ, 2026
|
ભાવનગર
|
2,569
|
15,023
|
2.48 કરોડ
|
|
2
|
08 સપ્ટેમ્બર, 2026
|
ઘોઘા
|
613
|
3,481
|
55.12 લાખ
|
|
3
|
17 સપ્ટેમ્બર, 2026
|
મહુવા
|
623
|
3,412
|
59.38 લાખ
|
|
4
|
21 સપ્ટેમ્બર, 2026
|
ગારિયાધાર
|
680
|
3,752
|
62.06 લાખ
|
|
5
|
26 સપ્ટેમ્બર, 2026
|
પાલિતાણા
|
991
|
5,445
|
92.89 લાખ
|
|
6
|
28 સપ્ટેમ્બર, 2026
|
વલ્લભીપુર
|
925
|
5,307
|
96.36 લાખ
|
|
7
|
30 સપ્ટેમ્બર, 2026
|
તળાજા
|
806
|
4,527
|
77.16 લાખ
|
|
8
|
01 ઑક્ટોબર, 2026
|
શિહોર
|
904
|
5,070
|
83.85 લાખ
|
|
કુલ
|
--
|
8 શિબિરો
|
8,111
|
46,017
|
આશરે રૂ. 7.66 કરોડ
|
ભાવનગર–બોટાદ વિસ્તારમાં યોજાયેલા આ મૂલ્યાંકન અને વિતરણ કેમ્પો દ્વારા વરિષ્ઠ નાગરિકોને ઘરઆંગણે જ સાધનો ઉપલબ્ધ કરાવીને તેમના જીવનને વધુ સ્વતંત્ર અને ગરિમાપૂર્ણ બનાવવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે.

SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2324647)
મુલાકાતી સંખ્યા : 49