યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ પર અમદાવાદમાં ફિટ ઇન્ડિયા-સનડેઝ ઓન સાયકલની 94મી આવૃત્તિ યોજાઈ; કબડ્ડી ચેમ્પિયન્સે ફિટનેસ અને માનસિક સુખાકારીનો સંદેશ આપ્યો

પોસ્ટેડ ઓન: 11 OCT 2026 12:35PM by PIB Ahmedabad

ફિટ ઇન્ડિયા-સનડેઝ ઓન સાયકલની 94મી આવૃત્તિનું આજે સવારે અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે હાર્ટફુલનેસના સહયોગથી 'પેડલ ફોર અ હેલ્ધિયર માઇન્ડ' થીમ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ફિટનેસ ઉત્સાહીઓ, યુવાનો અને રમતગમતની હસ્તીઓએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ પર ભાર

વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસને અનુરૂપ, આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય શારીરિક ફિટનેસ અને માનસિક સુખાકારી વચ્ચેના આંતરિક સંબંધ વિશે વ્યાપક જાગૃતિ લાવવાનો હતો. માનસિક સુખાકારી અંગે ખુલ્લા મનથી વાતચીતને પ્રોત્સાહિત કરવા માટે "ઇટ્સ ઓકે ટુ ટોક" અને "બી કાઇન્ડ ટુ યોર માઇન્ડ" જેવા મુખ્ય સંદેશાઓનો પ્રચાર કરવામાં આવ્યો હતો.

મહાનુભાવો, સન્માન સમારોહ અને ખાસ અતિથિઓ

યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI) અને ફિટ ઇન્ડિયા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ શ્રી મયંક શ્રીવાસ્તવ, SAI પ્રાદેશિક કેન્દ્ર ગાંધીનગરના પ્રાદેશિક ડિરેક્ટર શ્રી પ્રશાંત સિંહ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ (NCOE) અમદાવાદના ડિરેક્ટર શ્રીમતી અદિતિ સિંહ ઉપસ્થિત રહ્યા હતા.

સમારોહ દરમિયાન, શ્રી મયંક શ્રીવાસ્તવ, શ્રી પ્રશાંત સિંહ અને શ્રીમતી અદિતિ સિંહે મંચ પર ખાસ અતિથિઓ—નવીન કુમાર, સુરજીત, શિવમ અનિલ પટાટે અને અજીત ચૌહાણ સહિતના અગ્રણી કબડ્ડી ચેમ્પિયન્સનું સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં બ્રહ્મા કુમારીઝના બહેનોની પણ આદરણીય ઉપસ્થિતિ રહી હતી. બ્રહ્મા કુમારી બહેનોએ સાયકલ રેલીને લીલી ઝંડી દર્શાવીને પ્રસ્થાન કરાવ્યું હતું, ત્યારબાદ શ્રી મયંક શ્રીવાસ્તવ અને શ્રીમતી અદિતિ સિંહ દ્વારા મંચ પર સ્મૃતિચિહ્ન અર્પણ કરીને તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

  

એથ્લેટ્સના દૃષ્ટિકોણ

કાર્યક્રમ દરમિયાન પોતાના વિચારો રજૂ કરતા, સ્ટાર કબડ્ડી ચેમ્પિયન્સે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વચ્ચેના મહત્વપૂર્ણ સંતુલન પર ભાર મૂક્યો હતો. નવીન કુમારે હાઇલાઇટ કર્યું હતું કે આજની ઝડપી જીવનશૈલીમાં શારીરિક ફિટનેસ જેટલી જ માનસિક શાંતિ જરૂરી છે, અને નોંધ્યું હતું કે 'પેડલ ફોર અ હેલ્ધિયર માઇન્ડ' માટે યુવાનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા જોઈને ખૂબ જ પ્રેરણા મળી કારણ કે રમતગમત અને સાયકલિંગ શરીર અને મન બંનેને તાજગી આપે છે. સુરજીતે ફિટનેસને જન આંદોલનમાં બદલવા બદલ ફિટ ઇન્ડિયા ચળવળની પ્રશંસા કરી હતી, અને ઉમેર્યું હતું કે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ સાથે જોડાયેલી આ પહેલો યુવાનોને સકારાત્મક દિશા પૂરી પાડે છે અને દરેકને પોતાની દિનચર્યામાં દૈનિક શારીરિક પ્રવૃત્તિ અથવા સાયકલિંગને સામેલ કરવા પ્રોત્સાહિત કરે છે.

તેવી જ રીતે, શિવમ અનિલ પટાટે અવલોકન કર્યું કે નાગરિકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સાયકલ ચલાવતા અને ગેમ ઝોનની મજા માણતા જોવા મળે છે તે દર્શાવે છે કે ફિટનેસ કેવી રીતે આપણી સંસ્કૃતિનો એક અભિન્ન ભાગ બની રહી છે, જે સમગ્ર માનસિક સુખાકારી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આમાં ઉમેરો કરતા, અજીત ચૌહાણે ભાર મૂક્યો હતો કે રમતગમત અને ફિટનેસ વ્યક્તિત્વ અને ચારિત્ર્યને ઘડવામાં મૂળભૂત ભૂમિકા ભજવે છે, અને આવા મંચ નવી પેઢીને શિસ્ત અને તંદુરસ્ત જીવનશૈલી તરફ પ્રેરિત કરવાનું કામ કરે છે.

કાર્યક્રમની વિગતો

કાર્યક્રમની શરૂઆત સવારે 6:00 વાગ્યે ફિટ ઇન્ડિયા AVs, જિંગલ, SoC એન્થમ સાથે થઈ હતી, ત્યારબાદ ઉચ્ચ-ઊર્જાસભર ઝુમ્બા અને શારીરિક તાલીમ સત્ર યોજાયું હતું. સન્માન સમારોહ બાદ, વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેના ફિટ-ઇન્ડિયા ઝોનમાંથી સાયકલ રેલીને લીલી ઝંડી દર્શાવીને રવાના કરવામાં આવી હતી.

સાયકલ ચાલકોએ નક્કી કરેલા માર્ગ પર સાયકલ ચલાવીને શારીરિક પ્રવૃત્તિ અને માનસિક શાંતિનો પ્રચાર કર્યો હતો, અને કૂલ-ડાઉન ઝુમ્બા અને ગરબા સત્ર માટે કોમ્પ્લેક્સમાં પરત ફર્યા હતા. આ સ્થળે તમામ સહભાગીઓ માટે એક ઇન્ટરેક્ટિવ ગેમ ઝોન પણ રાખવામાં આવ્યો હતો. ઉપસ્થિત તમામ લોકો માટે હાઇ ટી અને નાસ્તા સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દ્વારા ડિસેમ્બર 2024માં શરૂ કરવામાં આવેલ, ફિટ ઇન્ડિયા સનડેઝ ઓન સાયકલનું આયોજન સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (CFI), નવવ્રતિ ફાઉન્ડેશન, ફિટસ્પાયર, સેન્ટર ફોર ઇન્ટિગ્રેટીવ હેલ્થ, માય ભારત અને અન્ય ભાગીદારોના સહયોગથી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, યુવા બાબતો અને રમતગમત મંત્રાલય (MYAS) દ્વારા કરવામાં આવે છે.

 

SM/NK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2321903) મુલાકાતી સંખ્યા : 36
આ રીલીઝ વાંચો: English