ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય
azadi ka amrit mahotsav

બીઆઈએસ અમદાવાદ દ્વારા નકલી હોલમાર્ક (HUID વિના) ધરાવતી જ્વેલરી જપ્ત


ભારતીય માનક બ્યુરોના અમદાવાદ ખાતે જ્વેલર્સ પર એન્ફોર્સમેન્ટ દરોડા

પોસ્ટેડ ઓન: 07 OCT 2026 10:32AM by PIB Ahmedabad

ભારતીય માનક બ્યુરો (BIS), અમદાવાદના અધિકારીઓની ટીમે તા. 06.10.2026ના રોજ અમદાવાદ ખાતે આવેલ મે. હિમતલાલ ટી. પટાડિયા (જેમ્સ એન્ડ જ્વેલર્સ), પ્રથમ માળ, 117, સિલિકોન વેલી, શિવરંજની ક્રોસ રોડ્સ, અમદાવાદ ખાતે એન્ફોર્સમેન્ટ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરોડા દરમિયાન ઉપરોક્ત જ્વેલર્સ દ્વારા માન્ય નોંધણી પ્રમાણપત્ર વિના હોલમાર્ક ધરાવતી જ્વેલરીનું વેચાણ કરવામાં આવતું હોવાનું તેમજ નકલી હોલમાર્ક (HUID વિના) ધરાવતી જ્વેલરીનું વેચાણ કરવામાં આવતું હોવાનું જણાયું હતું. કાર્યવાહી દરમિયાન મે. હિમતલાલ ટી. પટાડિયા (જેમ્સ એન્ડ જ્વેલર્સ), પ્રથમ માળ, 117, સિલિકોન વેલી, શિવરંજની ક્રોસ રોડ્સ, અમદાવાદ પાસેથી 40 ગ્રામથી વધુ સોનાની જ્વેલરી જપ્ત કરવામાં આવી હતી.

માન્ય નોંધણી પ્રમાણપત્ર વિના અને/અથવા નકલી હોલમાર્ક ધરાવતી અથવા HUID વિના હોલમાર્ક કરેલી સોનાની જ્વેલરીનું વેચાણ કરવું  એ BIS અધિનિયમ 2016ની કલમ 14 અને 15નું ઉલ્લંઘન છે. આ ગુના માટે એક વર્ષ સુધીની કેદ અથવા રૂ. 1,00,000/- (એક લાખ રૂપિયા) ના દંડની સજા છે, જે બીઆઈએસ એક્ટ 2016ની કલમ 29 મુજબ સ્ટાન્ડર્ડ માર્ક લાગુ કરાયેલ ઉત્પાદિત અથવા વેચેલ અથવા વેચવા અર્થે લગાવેલ માલ અથવા આર્ટિકલના મૂલ્યના પાંચ ગણા સુધી વિસ્તૃત થઈ શકે છે અથવા બંને સાથે સજાપાત્ર થઈ શકે છે.

વધુમાં, હોલમાર્કની અધિકૃતતા BIS Care મોબાઇલ એપમાં HUID નંબર દાખલ કરીને ચકાસી શકાય છે.

ભારતીય માનક બ્યુરો દ્વારા સામાન્ય ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે, જ્યારે પણ HUID વિના અથવા નકલી હોલમાર્ક ધરાવતી જ્વેલરીના વેચાણ અંગે માહિતી પ્રાપ્ત થાય છે, ત્યારે આવા જ્વેલર્સ સામે નિયમિતપણે દરોડા અને એન્ફોર્સમેન્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. HUID વિના અથવા નકલી હોલમાર્કિંગ સાથે ઘરેણાં વેચતા જ્વેલર્સ વિશેની માહિતી ધરાવતી કોઈપણ વ્યક્તિ પ્રમુખ, ભારતીય માનક બ્યૂરો, ત્રીજોમાળ, નવજીવન અમૃત જયંતી ભવન, ગુજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમરોડ, અમદાવાદ-380014, ફોનનં. 079-27540314 પર લખી શકે છે. ફરિયાદ ને ahbo@bis.gov.in અથવા complaints@bis.gov.in પર ઈમેઈલ પણ કરી શકાય છે તેમજ BIS Care App મારફતે પણ કરી શકાય છે. માહિતી આપનાર વ્યક્તિની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.


 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  


(રીલીઝ આઈડી: 2319904) મુલાકાતી સંખ્યા : 29