PIB Backgrounder
azadi ka amrit mahotsav

સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ ગ્રોથ ફંડ


ભારતના ભવિષ્યના ચેમ્પિયન્સને મૂડી પૂરી પાડવી

પોસ્ટેડ ઓન: 06 OCT 2026 7:01PM by PIB Ahmedabad

એસએમઈ માટે નવો ગ્રોથ કેપિટલ પુશ

એસએમઈનું વર્ગીકરણ

પ્લાન્ટ અને મશીનરી અથવા સાધનસામગ્રીમાં રોકાણ અને વાર્ષિક ટર્નઓવરના આધારે સાહસોને માઇક્રો, સ્મોલ કે મીડિયમ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. નવીનતમ માપદંડો (એપ્રિલ 2025 થી અમલી) હેઠળ, નાના સાહસ માં ₹25 કરોડ સુધીનું રોકાણ અને ₹100 કરોડ સુધીનું ટર્નઓવર હોય છે. મધ્યમ સાહસમાં ₹125 કરોડ સુધીનું રોકાણ અને ₹500 કરોડ સુધીનું ટર્નઓવર હોય છે.

સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (SMEs) ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે, જે રોજગારી, નિકાસ, ઉત્પાદન આઉટપુટ અને નવીનતામાં યોગદાન આપે છે. તેમના વિકાસને ટેકો આપવા માટે, કેન્દ્રીય મંત્રીમંડળે એસએમઈ ગ્રોથ ફંડ (SGF) ની સ્થાપના માટે ₹10,000 કરોડના લક્ષ્યાંકને મંજૂરી આપી છે.

આ ફંડ દર્શાવેલ વ્યવસાયિક વ્યવહારિકતા અને સ્કેલેબિલિટી ધરાવતા ઉચ્ચ ક્ષમતા ધરાવતા એસએમઈને ધૈર્યપૂર્વકની ઇક્વિટી મૂડી (પેિશન્ટ ઇક્વિટી કેપિટલ) પૂરી પાડશે. તેનો ઉદ્દેશ્ય ઉત્પાદન, સેવાઓ, ટેકનોલોજી, નવીનતા-સંચાલિત ક્ષેત્રો અને વ્યૂહાત્મક મૂલ્ય શ્રૃંખલાઓમાં ચેમ્પિયન સાહસોના ઉદ્ભવને ટેકો આપવાનો છે.

કેન્દ્રીય બજેટ 2026-27 હેઠળ કરવામાં આવેલી સકલ જાહેરાતોના ભાગ રૂપે, આ પહેલ એમએસએમઈ (MSME) ઇકોસિસ્ટમને ઇક્વિટી, તરલતા (લિક્વિડિટી) અને વ્યાવસાયિક સપોર્ટ પૂરો પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

ભારતની એમએસએમઈ ઇકોસિસ્ટમ

અર્થતંત્રમાં યોગદાન: આર્થિક સમીક્ષા 2025-26 અનુસાર, જીડીપીમાં એમએસએમઈનો હિસ્સો 31.1%, ઉત્પાદન આઉટપુટમાં 35.4% અને નિકાસમાં 48.58% છે.

ઔપચારિક એમએસએમઈ બેઝનો વિસ્તાર: 6 ઓક્ટોબર 2026 સુધીમાં, ઉદ્યમ અને ઉદ્યમ આસિસ્ટ પ્લેટફોર્મ (UAP) હેઠળ કુલ એમએસએમઈ નોંધણી ~9.78 કરોડ સુધી પહોંચી ગઈ છે. નોંધાયેલા એમએસએમઈએ ~43.28 કરોડ રોજગારીની તકો પણ નોંધાવી છે.

એમએસએમઈમાં મહિલાઓની ભાગીદારી: કુલ નોંધણીમાં મહિલાઓની માલિકીના સાહસોનો હિસ્સો 37.6% છે.

મુખ્ય આર્થિક પ્રવૃત્તિઓમાં એમએસએમઈ: નોંધાયેલ બેઝ વેપાર, સેવાઓ અને ઉત્પાદન ક્ષેત્રે ફેલાયેલો છે. વેપારમાં આશરે ~4.08 કરોડ નોંધણીઓ છે, ત્યારબાદ સેવાઓમાં ~3.77 કરોડ અને ઉત્પાદનમાં ~1.93 કરોડ છે.

એસએમઈ ગ્રોથ ફંડનું ઓપરેશનલ માળખું

એઆઈએફ (AIFs) શું છે?

અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (AIF) એ ભારતમાં સ્થાપિત એક ખાનગી રીતે પૂલ કરાયેલું ફંડ છે જે રોકાણકારો પાસેથી ભંડોળ એકત્ર કરે છે અને નિર્ધારિત નીતિ અનુસાર તેનું રોકાણ કરે છે.

રોકાણ માળખું અને પસંદગી

એસએમઈ ગ્રોથ ફંડ ડાયરેક્ટ ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે અને તે એસજીએફ (SGF) માળખા હેઠળ સ્થાપિત અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (AIF) ના સ્વરૂપમાં કામ કરશે.

એસએમઈ ગ્રોથ ફંડનું વ્યૂહાત્મક ફોકસ

કેન્દ્રમાં ઉત્પાદન (મેન્યુફેક્ચરિંગ): એસએમઈ ગ્રોથ ફંડની ફાળવણીનો મોટો હિસ્સો નાના અને મધ્યમ ઉત્પાદન-કેન્દ્રિત સાહસો તરફ નિર્દેશિત કરવામાં આવશે.

આ ફંડ ઉત્પાદન ક્ષમતા વિસ્તારવા, અદ્યતન ટેકનોલોજી અપનાવવા, ઉત્પાદકતા સુધારવા અને નિકાસ સ્પર્ધાત્મકતા મજબૂત કરવા ઈચ્છતી પેઢીઓને ટેકો આપવા માટે છે.

ઔદ્યોગિક ક્લસ્ટરો સુધી ગ્રોથનો વિસ્તાર: આ ફંડ ટાયર-II અને ટાયર-III શહેરોમાં ઔદ્યોગિક ક્લસ્ટરોમાં કાર્યરત એસએમઈ પર પણ વિચારણા કરશે.

આનાથી સંતુલિત પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસને ટેકો મળવાની, સ્થાનિક પુરવઠા શ્રૃંખલાઓને મજબૂત કરવાની અને ગુણવત્તાયુક્ત રોજગારીની તકો ઉભી થવાની અપેક્ષા છે.

એસએમઈને સમર્પિત ગ્રોથ ફંડની જરૂર શા માટે છે?

અર્થતંત્રમાં એમએસએમઈની વ્યાપક ઉપસ્થિતિ હોવા છતાં, વર્તમાન ઇક્વિટી ફંડ્સ મોટાભાગે માઇક્રો સાહસોને આવરી લેતા પ્રારંભિક તબક્કાના સાહસો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ નાના અને મધ્યમ સાહસો માટે ગ્રોથ ઇક્વિટી કેપિટલ સુધીની પહોંચને વધુ વિસ્તૃત કરવા માટે અવકાશ ઊભો કરે છે.

આવી મૂડી મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે એસએમઈ આગળ વધવા ઈચ્છે છે. તે સાહસોને તેમની વિકાસ યાત્રામાં નિર્ણાયક વળાંકો પાર કરવામાં અને વધુ વ્યાપક સ્કેલ તથા સ્પર્ધાત્મકતા તરફ આગળ વધવામાં પણ મદદ કરી શકે છે. આ રોકાણો આશાસ્પદ એસએમઈને ઇન્ડસ્ટ્રી લીડર્સ તરીકે વિકસાવવામાં મદદ કરી શકે છે.

લાંબા ગાળાની ગ્રોથ કેપિટલ કેવી રીતે એસએમઈ વિસ્તારને સક્ષમ બનાવે છે

કામગીરીનો સ્કેલ વધારવો

એક્વિઝિશન (અધિગ્રહણ) કરવા

નવીનતાને પ્રોત્સાહન આપવું

વૈશ્વિક મૂલ્ય શ્રૃંખલાઓમાં એકીકૃત થવું

અદ્યતન ટેકનોલોજી અપનાવવી

વ્યૂહાત્મક રોકાણો કરવા

ઉત્પાદન ક્ષમતામાં રોકાણ કરવું

આંતરરાષ્ટ્રીય બજારોમાં વિસ્તાર કરવો

નવીનતા, ગ્રોથ અને રોજગાર પર અસર

આ ફંડ મુખ્ય ક્ષેત્રોમાં ઉચ્ચ ક્ષમતા ધરાવતા એસએમઈના વિકાસને મજબૂત કરશે તેવી અપેક્ષા છે. તેની અસરનો ઉદ્દેશ્ય એન્ટરપ્રાઇઝ સ્કેલ-અપ, સ્પર્ધાત્મકતા અને રોજગાર સર્જન સુધી વિસ્તરવાનો છે.

રાષ્ટ્રીય મહત્વના ક્ષેત્રોમાં કાર્યરત સાહસોને તે ટેકો આપશે તેવી અપેક્ષા છે.

તે એસએમઈને ક્ષમતા વધારવા અને કામગીરીનો સ્કેલ વધારવામાં પણ મદદ કરશે, જે રોજગાર સર્જનમાં ટેકો આપશે.

આ પહેલનો ઉદ્દેશ્ય એવા ક્ષેત્રીય ચેમ્પિયન બનવા માટે જરૂરી સ્કેલ, ઉત્પાદન ક્ષમતા અને સ્પર્ધાત્મકતા ધરાવતી ભારતીય કંપનીઓનું એક મજબૂત નેટવર્ક ઊભું કરવાનો છે.

એમએસએમઈ માટે વ્યાપક સપોર્ટ ઇકોસિસ્ટમ

એમએસએમઈને ધિરાણ, રોજગાર સર્જન, કૌશલ્ય, ટેકનોલોજી, એન્ડ-ટુ-એન્ડ સહાય અને જાહેર ખરીદી સહિતના કેટલાક ક્ષેત્રોમાં સહાય મળે છે.

ફોકસ એરિયા

મુખ્ય અમલીકરણ યોજનાઓ

ક્રેડિટ અને ફાઇનાન્સ સપોર્ટ

ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટ ફોર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝિસ (CGTMSE)

રોજગાર સર્જન

પ્રાઇમ મિનિસ્ટર્સ એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ (PMEGP)

એન્ડ-ટુ-એન્ડ સપોર્ટ

પીએમ વિશ્વકર્મા (PM Vishwakarma)

તાલીમ અને સાહસિકતા વિકાસ

એમએસએમઈ સ્કિલિંગ, એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (ESDP), એસ્પાયર (ASPIRE)

ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇનેબલમેન્ટ

રેઇઝિંગ એન્ડ એક્સિલરેટિંગ MSME પર્ફોર્મન્સ (RAMP), ઝીરો ડિફેક્ટ (ZED) સ્કીમ, ટૂલ રૂમ એન્ડ ટેક સેન્ટર

જાહેર ખરીદી

એમએસએમઈ સંબંધ (MSME SAMBANDH), એસસી/ એસટી હબ (SC/ ST Hub)

નિષ્કર્ષ

એસએમઈ ગ્રોથ ફંડ સુધારા, ડિજિટલાઇઝેશન, ક્રેડિટ સપોર્ટ અને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસના ઉપાયો દ્વારા એસએમઈ ક્ષેત્રને મજબૂત કરવાના ચાલુ પ્રયાસોને પૂરક બનાવે છે. રોકાણોને ઉત્પ્રેરિત કરીને, આ ફંડ આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત@2047 ના વિઝનને આગળ ધપાવતી વખતે નવીનતા-સંચાલિત ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહન આપશે.

નાના સાહસો માટેનો આ ટેકો દેશભરમાં વિસ્તરતી તકો સાથે, વિકાસને વધુ સમાવેશી બનાવવાની ભારતની વ્યાપક ક્ષમતાને દર્શાવે છે.

સંદર્ભ

કેબિનેટ:

https://www.pib.gov.in/PressReleasepage.aspx?PRID=2319532&reg=48&lang=1

મંત્રાલય (માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ - MSME):

https://www.msme.gov.in/ministry/about-us/details/Title%3DWhat%27s-MSME-IzMzITMtQWa

https://dashboard.msme.gov.in/

સેિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા:

https://www.sebi.gov.in/sebi_data/faqfiles/jan-2017/1485861425527.pdf

પીઆઈબી આર્કાઇવ્ઝ:

https://www.pib.gov.in/FactsheetDetails.aspx?ModuleId=16&NoteId=150826&id=150826&lang=2&reg=48

પીડીએફ જોવા માટે અહીં ક્લિક કરો

SM/JY/JD


(રીલીઝ આઈડી: 2319814) મુલાકાતી સંખ્યા : 14
આ રીલીઝ વાંચો: English , Urdu