સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
અમદાવાદ જી.પી.ઓ ની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત
પોસ્ટેડ ઓન:
05 OCT 2026 2:28PM by PIB Ahmedabad
અમદાવાદ જી.પી.ઓની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સિનિયર પોસ્ટમાસ્ટર, જનરલ પોસ્ટ ઓફિસ, સાપસ રોડ, અમદાવાદ-380001 ખાતે 14-10-2026ના રોજ સવારે 11:00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ડાક અદાલતમાં ફક્ત અમદાવાદ જી.પી.ઓ.ની ટપાલ ખાતાની સેવાઓ જેવી કે મનીઓર્ડર, રજીસ્ટર અને કાઉન્ટર પરની સેવાઓ વિગેરેને લગતી ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે.
આવી ફરિયાદો તારીખ 09.10.2026 સુધીમાં મેનેજર, કસ્ટમર કેર સેન્ટર, અમદાવાદ જી.પી.ઓ., અમદાવાદ-380001ને મોકલવાની રહેશે. તારીખ 09.10.2026 બાદ આવેલી ફરિયાદો વિચારણામાં લેવામાં આવશે નહિં.
ફરિયાદ સ્પષ્ટ, મુદ્દાસર અને એક જ વિષય પર હોવી જરુરી છે. સામાન્ય પ્રકારની તેમ જ નીતી વિષયક ફરિયાદો ધ્યાનમાં લેવાશે નહિં.
(રીલીઝ આઈડી: 2319094)
મુલાકાતી સંખ્યા : 27