નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

મધ્ય પ્રદેશના જાઓરામાં નશા મુક્ત ભારત માટે મિશન યુવા રક્ષા હેઠળ સીબીએન દ્વારા વિદ્યાર્થીઓ માટે નશા વિરોધી જાગરૂકતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું


સીબીએન (CBN) દ્વારા અફીણના ઉત્પાદકોની ફરિયાદોના ઝડપી અને સુલભ નિવારણ માટે નીમચ અને મંદસૌર ખાતે જન સુનવાઈ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું

ગેરકાયદેસર ડ્રગ સપ્લાય નેટવર્કને તોડી પાડવા, નશીલા દ્રવ્યોના સેવનને રોકવા અને સ્વસ્થ તથા નશા મુક્ત સમાજ બનાવવાના યોગદાન માટે સીબીએન (CBN) સક્રિયપણે જાગરૂકતા કાર્યક્રમો અને સીધી ભાગીદારીનું આયોજન કરી રહ્યું છે

પોસ્ટેડ ઓન: 26 SEP 2026 7:16PM by PIB Ahmedabad

સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ (CBN) એ વીતેલા સપ્તાહો દરમિયાન મિશન યુવા રક્ષા હેઠળ નશીલા દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર અને કબજા સામે જાગરૂકતા ફેલાવવા માટે મહત્વપૂર્ણ નશા વિરોધી જાગરૂકતા કાર્યક્રમોની એક શ્રેણીનું આયોજન કર્યું હતું. અમલીકરણની સાથે સાથે, સીબીએને નશા મુક્ત ભારતના વિઝન તરફ નિવારાત્મક જાગરૂકતા અને હિસ્સેદારો સુધી પહોંચવાની પહેલ ચાલુ રાખી છે.

મિશન યુવા રક્ષા હેઠળ, જી.ટી. પોલિટેકનિક કોલેજ, જાઓરા ખાતે એક જાગરૂકતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી વિદ્યાર્થીઓને ડ્રગ્સના સેવનની હાનિકારક અસરો, નિવારણના પગલાં અને નશા મુક્ત સમાજના નિર્માણમાં યુવાનોની ભૂમિકા વિશે સંવેદનશીલ બનાવી શકાય. પ્રેઝન્ટેશન્સ, જાગરૂકતા વિડિયોઝ અને ક્વિઝ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ સહભાગીઓ દ્વારા નશા વિરોધી શપથ લેવામાં આવ્યા હતા.  

સીબીએન (CBN) અને બ્રહ્મા કુમારીઝ વચ્ચેના MoU ના ફોલો-અપ તરીકે, મંદસૌર ખાતે એક જાગરૂકતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 50 અફીણ ઉત્પાદકો અને 40 સીબીએન અધિકારીઓએ હાજરી આપી હતી. સહભાગીઓને ડ્રગ્સના સેવનની હાનિકારક અસરો અને ભારતને નશા મુક્ત બનાવવામાં તેમની ભૂમિકા વિશે સંવેદનશીલ બનાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ નશા મુક્ત ભારત નશા વિરોધી શપથ સાથે સંપન્ન થયો હતો.

    

જાઓરા, જિલ્લા- રતલામ, મધ્ય પ્રદેશ ખાતે નશા મુક્ત ભારત શપથ લેતા અને તેના પર હસ્તાક્ષર કરતા વિદ્યાર્થીઓ

સીબીએન (CBN) એ અફીણના ઉત્પાદકોની ફરિયાદોના ઝડપી અને સુલભ નિવારણ માટે નીમચ અને મંદસૌર ખાતે જન સુનવાઈ કાર્યક્રમોનું પણ આયોજન કર્યું હતું. આ બે કાર્યક્રમોમાં 450 થી વધુ ઉત્પાદકોએ ભાગ લીધો હતો. નામના સુધારા, નામાંતરણ અને આગાઉના સેટલમેન્ટ ઓપરેશન 2026-27 માટેની પાત્રતા સંબંધિત મુદ્દાઓ સહિતની તેમની ફરિયાદો અને પ્રશ્નોને ધ્યાનપૂર્વક સાંભળવામાં આવ્યા હતા અને તાત્કાલિક ઉકેલ લાવવામાં આવ્યો હતો. ઉત્પાદકોને વચેટિયાઓ/મધ્યસ્થીઓ સામે સતર્ક રહેવા અને સ્પષ્ટતા તથા સહાયતા માટે સીધા સીબીએન (CBN) નો સંપર્ક કરવા માટે પણ સલાહ આપવામાં આવી હતી.

મંદસૌર અને નીમચ જિલ્લાની સીબીએન (CBN) ઓફિસો ખાતે યોજાયેલી જન-સુનવાઈ

સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ (CBN) “દવાઓ અથવા ઔષધોનો સુરક્ષિત ઉપયોગ અને દુરુપયોગ રોકવો” અને “નશા મુક્ત ભારત” ના વિઝન માટે દ્રઢપણે પ્રતિબદ્ધ છે અને અફીણના ઉત્પાદકો સાથે તેમની ફરિયાદોના નિવારણ માટે અને ગેરકાયદેસર વેપાર, ડાયવર્ઝન અને નશીલા દ્રવ્યો તથા સાયકોટ્રોપિક પદાર્થોના દુરુપયોગ સામે નિવારાત્મક જાગરૂકતા પહેલો માટે સંલગ્ન રહેવાનું ચાલુ રાખે છે.

નિરંતર અમલીકરણ કામગીરી, જાગરૂકતા કાર્યક્રમો અને અફીણ ઉત્પાદકો તથા યુવાનો સાથે સીધી ભાગીદારી, ગેરકાયદેસર ડ્રગ સપ્લાય નેટવર્કને તોડી પાડવા, ડ્રગ્સના સેવનને રોકવા અને સ્વસ્થ તથા નશા મુક્ત સમાજમાં યોગદાન આપવા માટે સીબીએન (CBN) ની સતત પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

SM/DK/JD


(રીલીઝ આઈડી: 2315401) મુલાકાતી સંખ્યા : 9
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी