રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારત CPSEsની કન્સલ્ટેટિવ કૉન્ક્લેવની 4થી આવૃત્તિનું ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય, વડોદરા ખાતે ઉદ્ઘાટન થશે


ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રના 15 CPSEs ના 30 થી વધુ અધિકારીઓ, 22 વિષય નિષ્ણાતો, GSVના 20 ક્ષેત્ર-વિશેષ ફેકલ્ટીઓ, સંકળાયેલા ઉદ્યોગ સાહસિકો અને CBC તથા કેન્દ્રીય મંત્રાલયોના પ્રતિનિધિઓ મિશન કર્મયોગી હેઠળ પ્રોજેક્ટ અને એસેટ મેનેજમેન્ટ પર ત્રણ દિવસીય વિચારમંથન માટે એકત્રિત થશે

વિકસિત ભારત 2047 ના સમર્થનમાં PM ગતિ શક્તિ, ULIP, ટેકનોલોજી-સંચાલિત એસેટ મેનેજમેન્ટ, મલ્ટીમોડલ કનેક્ટિવિટી, કેપેક્સ ગવર્નન્સ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટની ગ્લોબલ બેસ્ટ પ્રેક્ટિસ પર ચર્ચા વિચારણા કરશે કૉન્ક્લેવ

પોસ્ટેડ ઓન: 23 SEP 2026 9:01PM by PIB Ahmedabad

કેપેસિટી બિલ્ડિંગ કમિશન (CBC), પબ્લિક એન્ટરપ્રાઇઝિસ વિભાગ (DPE), નાણા મંત્રાલય, ભારત સરકારના સહયોગથી, આજે  24 સપ્ટેમ્બર 2026 ના રોજ સભાખંડ ઓડિટોરિયમ, ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય (GSV), વડોદરા ખાતે ભારત CPSEs ની કન્સલ્ટેટિવ કૉન્ક્લેવની 4થી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. 24 થી 26 સપ્ટેમ્બર 2026 દરમિયાન યોજાનારી ત્રણ દિવસીય કૉન્ક્લેવ, મિશન કર્મયોગી ફ્રેમવર્ક હેઠળ યોજાઈ રહી છે, જેમાં GSV સ્ટ્રેટેજિક નોલેજ પાર્ટનર તરીકે છે.

એનર્જી અને માઇનિંગ, મેટલ્સ અને મિનરલ્સ ક્ષેત્રોમાં પ્રોજેક્ટ અને એસેટ મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરનાર 3જી આવૃત્તિની સફળતાને આગળ ધપાવતા, આ 4થી આવૃત્તિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ કન્સ્ટ્રક્શન અને ટ્રાન્સપોર્ટેશન, લોજિસ્ટિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન સર્વિસિસ સેક્ટરની 15 થી વધુ સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસ (CPSEs) આ ચર્ચામાં ભાગ લેવા માટે 30 વરિષ્ઠ અધિકારીઓને મોકલે તેવી અપેક્ષા છે.

ઉદ્ઘાટન સત્ર 24 સપ્ટેમ્બરના રોજ ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ શ્રી અબિલ કુમાર લાહોટી, ચેરમેન, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) દ્વારા મુખ્ય ભાષણ આપવામાં આવશે. આ સત્રમાં ડો. અલકા મિત્તલ, સભ્ય (વહીવટ), CBC, અને પ્રો. (ડો.) મનોજ ચૌધરી, વાઇસ ચાન્સેલર, GSVના સંબોધન સાથે Kshamta SANGAM પહેલ પર CBC અને GSV દ્વારા સંયુક્ત જાહેરાત પણ કરવામાં આવશે. પ્રો. કૌશિક દાસ, પ્રોગ્રામ ડાયરેક્ટર, 3જી આવૃત્તિના પરિણામો અને 4થી આવૃત્તિના ઉદ્દેશ્યોની રૂપરેખા રજૂ કરશે, ત્યારબાદ શ્રી સુમિત સિંહ, ડાયરેક્ટર, CBC દ્વારા પ્રી-ડાયગ્નોસ્ટિક સર્વેના તારણો પર પ્રેઝન્ટેશન આપવામાં આવશે.

દિવસ 1 - વિષયવસ્તુ આધારિત વિચારમંથન પ્રથમ દિવસે PM ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનના જીવંત નિદર્શન સહિત PM ગતિ શક્તિ, ULIP અને એન્ડ-ટુ-એન્ડ વિઝિબિલિટી પર થીમ આધારિત સત્રો યોજાશે.

ત્યારબાદ મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ, ફ્રેટ, મોડલ શિફ્ટ અને એસેટ લાઇફસાયકલ મેનેજમેન્ટ પર એક સત્ર યોજાશે, જેમાં રોડ, રેલવે, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, બંદરો, અંતરદેશીય જળમાર્ગો, ઉડ્ડયન ઇકોસિસ્ટમ અને વેરહાઉસિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે નિષ્ણાતોના પ્રેઝન્ટેશન અને ચર્ચાઓ થશે.

દિવસનું સમાપન જમીન સંસાધન વિભાગ, ગ્રામીણ વિકાસ મંત્રાલય અને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે લેન્ડ, લીગલ, કોન્ટ્રાક્ટિંગ, ડિસ્પ્યુટ રિઝોલ્યુશન અને કેપેક્સ ગવર્નન્સ પરની પેનલ ચર્ચા સાથે થશે.

દિવસ 2 - બ્રેકઆઉટ સેશન્સ અને ભલામણો બીજો દિવસ, 25મી સપ્ટેમ્બર, સમાંતર બ્રેકઆઉટ સત્રો ધરાવશે, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોહોર્ટ અને ટ્રાન્સપોર્ટેશન એન્ડ લોજિસ્ટિક્સ કોહોર્ટ, CPSEs, મંત્રાલયો, ઉદ્યોગ અને શિક્ષણ જગતને એકસાથે લાવશે. આ દિવસે BIM, જનરેટિવ અને એજન્ટિક AI, અને AI-આધારિત પ્રોજેક્ટ જોખમ મોનિટરિંગ પર ટેકનોલોજી શોકેસનો પણ સમાવેશ થશે, જે રિફોર્મ એજન્ડા માટે CPSE-CBC-GSV ભલામણોની રજૂઆતમાં પરિણમશે.

દિવસ 3 - ફિલ્ડ વિઝિટ 26 સપ્ટેમ્બરના રોજ GSV એરબસ સેન્ટર ઓફ એક્સેલન્સ અને કેવડિયા ખાતેના સરદાર સરોવર ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઇકોસિસ્ટમની પ્રાયોગિક ફિલ્ડ વિઝિટ સાથે કૉન્ક્લેવ પૂર્ણ થશે, જે સહભાગીઓને સરદાર સરોવર ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ્સના અધિકારીઓ સાથે વિગતવાર વાર્તાલાપ સહિત મોટા પાયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મલ્ટીમોડલ કનેક્ટિવિટીનું પ્રત્યક્ષ નિરીક્ષણ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

અપેક્ષિત પરિણામો કૉન્ક્લેવમાંથી આવનારી ભલામણો, શ્રેષ્ઠ પદ્ધતિઓના ભારત CPSE સંગ્રહમાં સામેલ થવાની અપેક્ષા છે, જેમાં CPSE-સ્તરની કામગીરી, મંત્રાલય-સ્તરના નિર્ણયો અને રાષ્ટ્રીય નીતિ હિમાયતને આવરી લેતો ચોક્કસ સુધારાત્મક એજન્ડા હશે, જે વિકસિત ભારત 2047 તરફ ભારતની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષમતા-નિર્માણનીયાત્રાને ટેકો આપશે.


(રીલીઝ આઈડી: 2314192) મુલાકાતી સંખ્યા : 58
આ રીલીઝ વાંચો: English