પોસ્ટેડ ઓન:
10 SEP 2026 5:53PM by PIB Ahmedabad
ટેકનોલોજી, તાલીમ, સંસ્થાકીય સુધારા અને સામૂહિક ભાગીદારી દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સ્માર્ટ (SMART) પોલિસિંગના વિઝનને આગળ ધપાવવા માટે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) એ AIC RRU ઇન્ક્યુબેશન ફાઉન્ડેશનના સહયોગથી અટલ ઓડિટોરિયમ, ડૉ. શકુંતલા મિશ્રા નેશનલ રિહેબિલિટેશન યુનિવર્સિટી, લખનૌ ખાતે 3જી પોલીસ ટેકનોલોજી સમિટ 2026નું આયોજન કર્યું હતું.
પ્રધાનમંત્રીનું સ્માર્ટ પોલિસિંગનું વિઝન એવા પોલિસિંગની પરિકલ્પના કરે છે જે સંવેદનશીલતા સાથે મક્કમતા, પ્રતિસાદ આપવાની ક્ષમતા સાથે વ્યૂહાત્મક ક્ષમતા, અને પારદર્શિતા તથા જાહેર વિશ્વાસ સાથે ટેકનોલોજીને જોડે છે. આ સમિટે આ વિઝનને એક એવા મંચમાં પરિવર્તિત કર્યું જે પોલિસિંગ સંસ્થાઓને શૈક્ષણિક જગત, નવીનતા લાવનારાઓ અને ઉદ્યોગ જગત સાથે જોડે છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના માર્ગદર્શન હેઠળ, આ પહેલ પોલિસિંગ ક્ષમતાઓને મજબૂત કરે છે અને સુવ્યવસ્થિત, અસરકારક અને ટેકનોલોજી-સક્ષમ સંસ્થાઓનું નિર્માણ કરે છે. આ માળખાની અંદર, પોલીસ ટેકનોલોજી મિશન, ઇન્ડિયા એ પોલિસિંગની કામગીરી સંબંધિત જરૂરિયાતોને સંશોધન, ટેકનોલોજી અને સ્વદેશી નવીનતા સાથે જોડે છે.
લખનૌ, ઉત્તર પ્રદેશમાં આ ત્રીજી આવૃત્તિનું આયોજન કરવાથી સમિટને વિશેષ સુસંગતતા મળી. રાજ્યમાં પોલિસિંગનું પરિમાણ અને જટિલતા ટેકનોલોજી અપનાવવા, સંસ્થાકીય ક્ષમતા અને પોલીસ-સમુદાયની ભાગીદારીની તપાસ કરવા માટે એક મહત્વપૂર્ણ સંદર્ભ પૂરો પાડે છે. ઉત્તર પ્રદેશ પોલીસ અને ઉત્તર પ્રદેશ જેલ વિભાગની મજબૂત ભાગીદારીએ ચર્ચાઓને કામગીરીની વાસ્તવિકતાઓમાં વધુ દ્રઢ બનાવી.
પોલિસિંગ અને રાષ્ટ્રીય સુરક્ષાને સમર્પિત શૈક્ષણિક સંસ્થા તરીકે, આરઆરયુ (RRU) નીતિ, કામગીરીના અનુભવ, સંશોધન અને ટેકનોલોજી વચ્ચેના સેતુ તરીકે કામ કરે છે. સમિટ દ્વારા, આરઆરયુ એ સ્માર્ટ પોલિસિંગના બે પૂરક પરિમાણો, ટેકનોલોજીકલ ક્ષમતા અને સમુદાયના વિશ્વાસને સંબોધિત કરવા માટે આ ક્ષેત્રોને એકસાથે લાવ્યા. “સ્માર્ટ પોલિસિંગમાં ટેકનોલોજીને આકાર આપવાની દિશામાં પહેલ” થીમ આ અભિગમને પ્રતિબિંબિત કરે છે. નિર્ણયો લેવાની પ્રક્રિયા, કામગીરીની અસરકારકતા, જવાબદેહી અને નાગરિક-કેન્દ્રી પોલિસિંગમાં સુધારો કરવા માટે ટેકનોલોજીના જવાબદાર ઉપયોગ પર વિચાર-મંથન કેન્દ્રિત હતું.
સમિટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર પ્રો. (ડૉ.) બિમલ એન. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આરઆરયુ લખનૌ કેમ્પસના કેમ્પસ ડાયરેક્ટર ડૉ. મંજરી ચંદ્રએ શિક્ષણ, સંશોધન, તાલીમ અને નવીનતા દ્વારા પોલિસિંગ અને સુરક્ષામાં રાષ્ટ્રીય પ્રાથમિકતાઓને ટેકો આપવાની યુનિવર્સિટીની કટિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો.

ઉત્તર પ્રદેશ પોલીસના ટેકનિકલ સર્વિસિસના એડીજી શ્રી ભગવાન એસ. શ્રીવાસ્તવ મુખ્ય અતિથિ હતા, જ્યારે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના આઇજી શ્રી અનિલ કુમારે અતિથિ વિશેષ તરીકે હાજરી આપીને કાર્યક્રમની શોભા વધારી હતી.
આ સમિટમાં પોલીસ, સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોરસીસ, સંરક્ષણ અને સુરક્ષા સંગઠનોના 200થી વધુ કાર્મિકો સહિત 400થી વધુ સહભાગીઓ, તેમજ શિક્ષણશાસ્ત્રીઓ, સંશોધકો, નવીનતા લાવનારાઓ (ઇનોવેટર્સ), ટેકનોલોજી નિષ્ણાતો અને ઉદ્યોગના પ્રતિનિધિઓ એકસાથે આવ્યા હતા.
ભાગ લેનાર સંગઠનોમાં ઉત્તર પ્રદેશ પોલીસ, ઉત્તર પ્રદેશ જેલ વિભાગ, સશસ્ત્ર સીમા બળ (SSB), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF), ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP), આસામ રાઇફલ્સ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA), પંજાબ પોલીસ, ઉત્તરાખંડ પોલીસ, સેન્ટ્રલ કમાન્ડ અને એનસીસી (NCC) નો સમાવેશ થતો હતો. શૈક્ષણિક ભાગીદારીમાં આઇઆઇટી (IIT) કાનપુર અને બાબા સાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટી, લખનૌનો સમાવેશ થતો હતો. ઉત્તર પ્રદેશ પોલીસ અને ઉત્તર પ્રદેશ જેલ વિભાગે સૌથી મોટી ટુકડીઓની રચના કરી હતી, જ્યારે પ્રાંતિય રક્ષાદળના સભ્યોએ ખાસ અતિથિ તરીકે હાજરી આપી હતી.
સમિટની એક મુખ્ય વિશિષ્ટતા ટેકનોલોજી પ્રદર્શન અને પ્રત્યક્ષ નિદર્શન (લાઇવ ડેમોન્સ્ટ્રેશન) હતી, જ્યાં સંસ્થાઓ, સ્ટાર્ટ-અપ્સ અને ટેકનોલોજી પ્રદાતાઓએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, પ્રેડિક્ટિવ પોલિસિંગ, ડેટા એનાલિટિક્સ, ડ્રોન અને કાઉન્ટર-ડ્રોન સિસ્ટમ્સ, સાયબર સુરક્ષા, ડિજિટલ ફોરેન્સિક્સ, સ્માર્ટ સર્વેલન્સ, સીસીટીવી (CCTV) ટેકનોલોજી અને ઓપન-સોર્સ ઇન્ટેલિજન્સ (OSINT)માં તેમના અનુપ્રયોગો (એપ્લિકેશન્સ) નું પ્રદર્શન કર્યું હતું.
સમિટે સંયુક્ત સંશોધન, તાલીમ, ઇન્ટર્નશિપ, ટેકનોલોજી ચકાસણી અને પોલીસ-શૈક્ષણિક જગત-ઉદ્યોગ જગતના સહયોગ માટેના માર્ગો પણ ખોલ્યા, જેણે પોલિસિંગના પડકારોને સંશોધન અને ટેકનોલોજીના ઉકેલોમાં રૂપાંતરિત કરવા માટેના સંસ્થાકીય મંચ તરીકે આરઆરયુની ભૂમિકાને મજબૂત કરી.
તેથી, 3જી પોલીસ ટેકનોલોજી સમિટ 2026 એ ટેકનોલોજીના પ્રદર્શનથી આગળ વધીને એક સહયોગી મોડેલને આગળ ધપાવ્યું જે રાષ્ટ્રીય દ્રષ્ટિકોણને સંસ્થાકીય કાર્યવાહી સાથે, પોલીસિંગને શિક્ષણ સાથે, ટેકનોલોજીને કાર્યકારી જરૂરિયાત સાથે અને કાયદાના અમલીકરણને સમુદાય સાથે જોડે છે.
પોલીસ ટેકનોલોજી મિશન, ઇન્ડિયા દ્વારા, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી વિકસિત ભારત 2047 ના વિઝન સાથે સુસંગત સક્ષમ, ટેકનોલોજી-સક્ષમ અને નાગરિક-કેન્દ્રી પોલિસિંગ ઈકોસિસ્ટમ તરફ સતત યોગદાન આપી રહી છે.