યુવા બાબતો અને રમત મંત્રાલય
આઈચી-નાગોયા એશિયન ગેમ્સ: ભારતીય સ્વિમિંગ ટીમને SAI NCOE અમદાવાદ ખાતે ભવ્ય વિદાય
પોસ્ટેડ ઓન:
10 SEP 2026 5:52PM by PIB Ahmedabad
આ મહિનાના અંતમાં જાપાનમાં યોજાનારી આગામી આઇચી-નાગોયા એશિયન ગેમ્સમાં ભાગ લેનારી ભારતીય સ્વિમિંગ ટુકડી માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI) એનસીઓઈ (NCOE), સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલન્સ, અમદાવાદ ખાતે એક ભવ્ય વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
1 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર સુધી વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી પ્રારંભિક શિબિર પૂર્ણ થયા પછી, સ્વિમર્સ, કોચિંગ સ્ટાફ અને અગ્રણી મહાનુભાવોની હાજરીમાં સ્વિમિંગ ટીમને જાપાન માટે ઉષ્માભરી વિદાય આપવામાં આવી હતી.

અર્જુન એવોર્ડ વિજેતા તીરંદાજ અને ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય દોલા બેનર્જી (મુખ્ય અતિથિ), SAI NCoE, અમદાવાદના ડિરેક્ટર અદિતિ સિંહ, SAIના પ્રાદેશિક નિયામક પ્રશાંત સિંહ, સ્વિમિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (SFI)ના સેક્રેટરી જનરલ મોનલ ચોક્સી, દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા અને ટીમના હેડ કોચ પ્રદીપ કુમાર શ્રીધરન, ગુજરાત સ્વિમિંગ એસોસિએશનના ઉપપ્રમુખ ચિંતન પટેલ, સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ કમલેશ નાણાવટી અને ગુજરાત સ્ટેટ સ્વિમિંગ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ ચિંતન પટેલે સ્વિમર્સને પ્રોત્સાહિત કરવા માટે સભાને સંબોધિત કરી હતી.
આ પ્રસંગે, SAI ના અધિકારીઓએ ખેલાડીઓને વિદાય આપવા માટે પરંપરાગત વિધિવત તિલક વિધિ કરી હતી અને વિજયી પ્રદર્શન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
સમારંભમાં બોલતા, ભારતીય સ્વિમિંગ ટીમના મુખ્ય કોચ પ્રદીપ કુમાર શ્રીધરને ટ્રેનિંગ કેમ્પ દરમિયાન તેમની સખત મહેનત માટે ટીમની પ્રશંસા કરી હતી, તેમણે જણાવ્યું હતું કે આગામી કોન્ટિનેન્ટલ ગેમ્સમાં તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવા માટે ટીમ સંપૂર્ણ રીતે તૈયાર છે.
"ખેલાડીઓ ખૂબ જ શિસ્તબદ્ધ રહ્યા છે અને કેમ્પ દરમિયાન તેમના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે, મને કોઈ શંકા નથી કે તેઓ રમતોમાં તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન આપશે."
આ પ્રસંગે બોલતા, દોલા બેનર્જીએ નોંધ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં એથ્લેટ્સ માટેની સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થયો છે "જ્યારે હું રમતી હતી, ત્યારે અમારે સાધનોની અછતનો સામનો કરવો પડતો હતો, હવે આવી કોઈ અછત નથી અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આપણા એથ્લેટ્સનું પ્રદર્શન સતત સારું થઈ રહ્યું છે. મને કોઈ શંકા નથી કે આ વખતે પણ, આપણા સ્વિમર્સ સહિતની આપણી ટુકડી ખૂબ જ સારું પ્રદર્શન કરશે, હું તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું."
કમલેશ નાણાવટીએ ખેલાડીઓને કોઈપણ દબાણ અનુભવ્યા વિના પોતાનું કૌશલ્ય દર્શાવવાની સલાહ આપી હતી. ડાયરેક્ટર, SAI NCoE, અમદાવાદ અદિતિ સિંહે નોંધ્યું હતું કે એથ્લેટ્સ અપાર આંતરિક પ્રેરણા ધરાવે છે જે તેમને માત્ર રમતના મેદાનમાં જ નહીં પરંતુ જીવનમાં પણ ખૂબ કામ આવશે.
મોનલ ચોકસીએ જણાવ્યું હતું કે "સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા વતી હું SAI અમદાવાદનો તેમના તમામ સહયોગ અને હોસ્પિટાલિટી માટે આભાર માનુ છું, અમે સતત સહયોગ માટે ભારત સરકારના પણ આભારી છીએ."
SAI ના પ્રાદેશિક નિયામક પ્રશાંત સિંહે એથ્લેટ્સને શ્રેષ્ઠ શક્ય સહયોગ આપવાનું વચન આપ્યું હતું "અમે અમારા એથ્લેટ્સને શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે દ્રઢ સંકલ્પબદ્ધ છીએ અને હું અમારા એથ્લેટ્સને વચન આપું છું કે આગામી વખતે જ્યારે તેઓ આવશે, ત્યારે તેઓને આ પ્રસંગ કરતાં પણ વધુ સારી સુવિધાઓ મળશે."
10 સભ્યોની તમામ પુરુષોની ભારતીય ટીમે એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય કર્યું છે. ટીમનું નેતૃત્વ હેડ કોચ પ્રદીપ કુમાર શ્રીધરન, કોચ વીર ધવલ અને કોચ નટરાજ વી. કરી રહ્યા છે. કોચ સીન કેલી ફોરેન ટેકનિકલ કન્સલ્ટન્ટ છે.
ભારતીય ટીમ
આકાશ મણી, અનીશ કુમાર ગૌડા, બેનેડિક્શન રોહિત, દક્ષણ, હીર ગીતેશ, સાજન પ્રકાશ (કેપ્ટન), શ્રીહરિ નટરાજ, ઉત્કર્ષ સંતોષ પાટીલ, ધનુષ સુરેશ અને વેદાંત માધવન
(રીલીઝ આઈડી: 2308813)
મુલાકાતી સંખ્યા : 24