ગૃહ મંત્રાલય
ગાંધીનગર ખાતે BSF ઇન્ટર કમાન્ડ મહિલા કુસ્તી અને બોક્સિંગ સ્પર્ધા 2026નો ભવ્ય સમાપન સમારોહ
પોસ્ટેડ ઓન:
28 AUG 2026 8:10PM by PIB Ahmedabad
ઇન્ટર-કમાન્ડ મહિલા કુસ્તી અને બોક્સિંગ સ્પર્ધા 2026 તારીખ 28 ઓગસ્ટ 2026ના રોજ સંપન્ન થઈ. સમાપન સમારોહ દરમિયાન મુખ્ય અતિથિ શ્રી અભિષેક પાઠક, IPS, ઇન્સ્પેક્ટર જનરલ, ગુજરાત ફ્રન્ટિયરે સ્પર્ધા પૂર્ણ થયેલી જાહેર કરી. ઇન્ટર-કમાન્ડ મહિલા કુસ્તી અને બોક્સિંગ સ્પર્ધા 2026 નું આયોજન 27 થી 28 ઓગસ્ટ 2026 દરમિયાન ગુજરાત ફ્રન્ટિયર, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. બોર્ડર સિક્યુરિટી ફોર્સના ઇસ્ટર્ન અને વેસ્ટર્ન કમાન્ડના લગભગ 104 યુવા સહભાગીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
_20260828202245_cfdb71.jpeg)
સમાપન સમારોહ દરમિયાન, મુખ્ય અતિથિએ વિજેતાઓ, રનર્સ-અપ અને ઉત્કૃષ્ટ ખેલાડીઓને ટ્રોફી એનાયત કરી હતી.

ઇન્ટર-કમાન્ડ મહિલા કુસ્તી અને બોક્સિંગ સ્પર્ધા 2026 ના વિજેતાઓ અને રનર્સ-અપ નીચે મુજબ છે:
|
ઇવેન્ટ/રમત
|
વિજેતા
|
રનર અપ
|
|
કુસ્તી
|
વેસ્ટર્ન કમાન્ડ, ચંદીગઢ
|
ઇસ્ટર્ન કમાન્ડ, કોલકાતા
|
|
પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ (કુસ્તી)
|
સીટી/મહિલા સુગમ (વેસ્ટર્ન કમાન્ડ, ચંદીગઢ)
|
|
|
બોક્સિંગ
|
વેસ્ટર્ન કમાન્ડ, ચંદીગઢ અને ઇસ્ટર્ન કમાન્ડ, કોલકાતા (સંયુક્ત વિજેતા)
|
|
|
પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ (બોક્સિંગ)
|
સીટી/મહિલા જી ભવાની (ઇસ્ટર્ન કમાન્ડ, કોલકાતા)
|
|

સમાપન સમારોહને સંબોધતા, શ્રી અભિષેક પાઠક, IPS, ઇન્સ્પેક્ટર જનરલ, ગુજરાત ફ્રન્ટિયરે તમામ વિજેતાઓ અને સહભાગીઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન અને ખેલદિલી માટે અભિનંદન પાઠવ્યા હતા. મુખ્ય અતિથિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે રમતગમત માત્ર શારીરિક અને માનસિક ફિટનેસને જ પ્રોત્સાહન આપતી નથી પરંતુ ચારિત્ર્ય નિર્માણ, શિસ્ત, નેતૃત્વ કૌશલ્ય અને ટીમ ભાવનામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે તમામ ખેલાડીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી અને આશા વ્યક્ત કરી હતી કે તેઓ આગામી સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન ચાલુ રાખશે અને નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશે.
_20260828202514_3202d5.jpeg)
(રીલીઝ આઈડી: 2304411)
મુલાકાતી સંખ્યા : 49